ગઈકાલના ચંદ્રની સુંદરતાએ કેટલાય લોકોને કવિ બનાવી દીધા હશે

શ્રીનગરમાં દેખાયેલા ચંદ્રગ્રહણની તસવીર

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY

ઇમેજ કૅપ્શન, શ્રીનગરમાં દેખાયેલા ચંદ્રગ્રહણની તસવીર

21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળ્યું.

રાત્રે 11:54 વાગ્યે ચાલુ થયેલા ગ્રહણમાં ચંદ્ર પહેલા કાળા અને પછી ધીમે ધીમે લાલ રંગમાં તબદીલ થઈ ગયો. ચંદ્રના આ સ્વરૂપને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.

ચંદ્ર પર આ રીતે અંધારું છવાઈ ગયું હતું. ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવો નજારો જોવા મળ્યો હતો. શ્રીનગરની તસવીર

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY

ઇમેજ કૅપ્શન, ચંદ્ર પર આ રીતે અંધારું છવાઈ ગયું હતું. ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવો નજારો જોવા મળ્યો હતો. શ્રીનગરની તસવીર

લોકોએ કેટલાક કલાક સુધી ઘણા ઉત્સાહથી ચંદ્રગ્રહણની રાહ જોઈ. ભારતમાં ગ્રહણ દરમિયાન કેટલાક લોકોએ ગંગા સ્નાન પણ કર્યું.

તુર્કીના ચનાકલેમાં ચંદ્રગ્રહણની તસવીર. ચંદ્ર એકદમ લાલ થઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, તુર્કીના ચનાકલેમાં ચંદ્રગ્રહણની તસવીર. ચંદ્ર એકદમ લાલ થઈ ગયો હતો.

અવકાશ વિજ્ઞાનની સંસ્થા 'નાસા' અનુસાર આ સદીનું સૌથી લાંબુ ગ્રહણ હતું. ગ્રહણની કુલ અવધિ 3 કલાક 55 મિનિટ કહેવામાં આવી. ભારતમાં આ અવધિ રાત્રે 10:44 વાગ્યાથી સવારે 04:58 સુધી જોવા મળ્યું હતું.

સાયપ્રસની રાજધાની નિકોસિયામાં આ રીતે દેખાયું ચંદ્રગ્રહણ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સાયપ્રસની રાજધાની નિકોસિયામાં આ રીતે દેખાયું ચંદ્રગ્રહણ

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એવી રીતે આવી જાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે.

આવું ત્યારે શક્ય બને છે, જ્યારે પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઓમાનની રાજધાની મસ્કતમાં ચંદ્રગ્રહણ દરમિયાન સુલતાન કાબુસ ગ્રાન્ડ મસ્જિદની તસવીર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઓમાનની રાજધાની મસ્કતમાં ચંદ્રગ્રહણ દરમિયાન સુલતાન કાબુસ ગ્રાન્ડ મસ્જિદની તસવીર

પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે તેની છાયા ચંદ્રમા પર પડતી હોય છે.

તેનાથી ચંદ્રમાનો છાયા ધરાવતો ભાગ અંધારાવાળો રહે છે. આથી આ સમયે ધરતી પરથી ચંદ્ર જોઈએ તો કાળો જોવા મળે છે. એટલે તેને ચંદ્રગ્રહણ કહે છે.

યુનાનમાં એથેન્સ પાસે પૂર્ણ ચંદ્રગ્રહણ 'બ્લડ મૂન'ની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગ્રીસમાં ઍથેન્સ પાસે પૂર્ણ ચંદ્રગ્રહણ 'બ્લડ મૂન'ની તસવીર

આ ગ્રહણ ઉત્તર અમેરિકા ઉપરાંત પૃથ્વીના ઘણા ભાગોમાં દેખાયું. પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ યુરોપના મોટાભાગના ભાગો, મધ્યપૂર્વ, મધ્ય એશિયા અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યું.

સ્વિત્ઝર્લૅન્ડમાં લૂસર્ન નદી પાસે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા રાહ જોઈ રહેલા લોકો

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY

ઇમેજ કૅપ્શન, સ્વિત્ઝર્લૅન્ડમાં લૂસર્ન નદી પાસે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા રાહ જોઈ રહેલા લોકો

ભારતમાં આ દુર્લભ ખગોળીય ઘટનાને દિલ્હી, પુના, બેંગલુરુ અને મુંબઈ સહિત અન્ય સ્થળોએ જોવા મળ્યું. કેટલીક ચેનલો અને વેબસાઇટ પર તેની તસવીરો પણ જોવા મળી.

કુવેતના ચંદ્રગ્રહણની તસવીર. તેના વિવિધ ભાગોમાં ચંદ્ર આ રીતે બદલાઈ રહ્યો હતો

ઇમેજ સ્રોત, EUROPEAN PHOTOPRESS AGENCY

ઇમેજ કૅપ્શન, કુવેતના ચંદ્રગ્રહણની તસવીર. તેના વિવિધ ભાગોમાં ચંદ્ર આ રીતે બદલાઈ રહ્યો હતો

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વીથી તેના સર્વાધિક અંતરે રહ્યો. આ ઘટનાને અપોગી પણ કહે છે.

જેમાં પૃથ્વી ચંદ્રથી વધુમાં વધુ 4,06,700 કિલોમીટરના અંતરે હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો