સુપરમૂનનો 'સુપર નજારો' કેવી રીતે કરશો કૅમેરામાં કેદ?

રવિવારની રાત્રે 9:16 કલાકે આકાશમાં સુપરમૂન જોવા મળશે.
જે અદાને નઝાકત, શાયરને શાયરી, સંગીતને ધુન, પ્રેમને જુનૂન આપે છે... જે ઈદનો પૈગામ લઇને આવે છે... જ્યાં પ્રેમિકાનો અક્સ જોવા મળે છે..
હવે તમે વિચારો કે જ્યારે તે પોતે જ આકાશમાંથી ઉતરી જમીન પર આવશે તો તેનો નૂર કેવી રીતે વરસશે. તેની ચમક દમક કેવી હશે.
આ ચંદ્રની ચાંદનીને યાદ તરીકે સંભાળી રાખવા તમને ચોક્કસથી મન થતું હશે કે તમારો ફોન, કે કૅમેરા કાઢીને આ અદભૂત દૃશ્યને કેદ કરી લો.
પરંતુ સુપરમૂનની સુપર તસવીરો લેશો કેવી રીતે, જે તેની સુંદરતા વધુ વધારી શકે.
તો તેના માટે નાસાએ તમારા માટે કેટલીક ટીપ્સ જાહેર કરી છે.

1. તસવીરમાં સંસ્મરણીય જગ્યાનો ઉમેરો કરો

ઇમેજ સ્રોત, Reuters
ચંદ્રની ફ્રેમમાં કોઈ સુંદર ઇમારત કે બીજી કોઈ પણ એવી સંસ્મરણીય જગ્યાને કેદ કરો. પછી તે મસ્જિદની ઊંચી મિનારો હોય કે પછી મંદિરના કળશ.
તેનાંથી સુપરમૂનની તસવીરને વધુ સુંદરતા મળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં છો, તો ત્યાં પતંગ હોટેલ સાથે સુપરમૂનને કૅમેરામાં કેદ કરવા પ્રયાસ કરો.
પછી જુઓ કે તમારી તસવીર કેટલી સુંદર દેખાય છે. કેટલીક ક્ષણ માટે તો એવું જ લાગશે કે જાણે ચંદ્ર જમીનના પ્રવાસ પર નીકળ્યો હોય.

2. તસવીર લેવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરો

ઇમેજ સ્રોત, Getty Images
સુપરમૂનની તસવીર કોઈ એવી જગ્યાએથી લેવાનો પ્રયાસ કરો જ્યાંથી ચંદ્ર સારી રીતે જોઈ શકાય છે.
અમદાવાદવાસીઓ માટે રિવરફ્રન્ટ પરફેક્ટ સ્થળ કહી શકાય છે જ્યાં લોકો ચંદ્રની સાથે સાથે પતંગ હોટેલ પણ કૅમેરામાં કેદ કરી શકે છે.

3. કોઈ વ્યક્તિને તસવીરમાં ઉમેરો

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGE
સુપરમૂનની તસવીર લેતા સમયે તમે કોઈ વ્યક્તિને પણ કૅમેરામાં કેદ કરશો તો તસવીર જીવંત લાગી શકે છે.
આ તસવીરના માધ્યમથી એવો આભાસ ઉભો કરી શકાય છે જાણે કોઈ વ્યક્તિ ચંદ્રને પકડીને ઉભો છે, તેને ચૂંબન કરે છે.

4. કલ્પનાશીલ બનવા પ્રયાસ કરો

ઇમેજ સ્રોત, EPA
તમારી નજીક જો કોઈ સુંદર ઇમારત નથી, કે પછી તસવીર કેદ કરવા માટે તમારી પાસે મોંઘા ઉપકરણો નથી તો પણ તમે સુંદર તસવીર લઈ શકો છો.
તેનાં માટે જરૂર છે માત્ર થોડું કલ્પનાશીલ થવાની.
તમારી પાસે જે કંઈ વસ્તુઓ છે તેનો સારી રીતે ઉપયોગ કરો. તમે તમારા કૅમેરાની લાઇટનો પણ ક્રિએટીવ ઉપયોગ કરીને એક સુંદર તસવીર ખેંચી શકો છો.

5. DSLR ટેકનિકનો ઉપયોગ કરો

ઇમેજ સ્રોત, EPA
જો તમારી પાસે DSLR કૅમેરા છે, તો ચંદ્રની રોશની કૅમેરામાં કેદ કરવા વ્હાઇટ બેલેન્સનું સેટીંગ સૌથી શ્રેષ્ઠ છે.
તમારે બસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ચંદ્ર સતત ગતિ કરતો હોય છે.
તસવીર લેતા સમયે એ વાતનું સંતુલન પણ જાળવવું જોઈએ કે યોગ્ય પ્રકાશ મેળવતા સમયે શટરની ગતિ ઘણી વખત ખૂબ વધારે હોય છે.

6. સ્માર્ટફોનનો ઉપયોગ કરો

ઇમેજ સ્રોત, Getty Images
તમારી પાસે જો પ્રોફેશનલ કૅમેરા નથી, તો પણ તમે યાદગાર તસવીર લઈ શકો છો. તેના માટે તમારે માત્ર એક સ્માર્ટફોનની જ જરૂર છે.
હવે તો સ્માર્ટફોનના કૅમેરામાં પણ પૅનોરમાનું ઓપ્શન છે જેનાથી વિશાળ ચિત્ર લઈ શકો છો.
તેના માટે માત્ર તમારી સ્ક્રીન પર આંગળી મૂકો અને ચંદ્ર તરફ કૅમેરાને ફેરાવતા જાઓ. તેનાંથી તમને આખું અને સુંદર દૃશ્ય મળી રહેશે.

7. સૌથી મહત્વની વાત, હવામાન પર ધ્યાન રાખો

ઇમેજ સ્રોત, Getty Images
તસવીર લેતા સમયે એ ધ્યાન રાખો કે વાતાવરણ કેવું છે. જો વાદળ હશે તો તસવીર લેવી થોડી મુશ્કેલ બની જશે.
જો કે આ સુપરમૂન સમયે કદાચ એટલી મુશ્કેલી નહીં પડે.
ગુજરાત સાયન્સ સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂના જણાવ્યા અનુસાર સુપરમૂન દરમિયાન આકાશ સ્વચ્છ હશે અને ચંદ્ર વધુ તેજસ્વી દેખાશે.
તેનાં કારણે તમે સારી સારી તસવીરો પણ તમારા કૅમેરામાં કેદ કરી શકો છો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












