મંગળ પર મળ્યું પાણી, માનવજાત માટે કેટલું મહત્ત્વનું?

ઇમેજ સ્રોત, Science Photo Library
સંશોધનકર્તાઓએ મંગળ ગ્રહ પર પાણીના અસ્તિત્વની જાણકારી મળી છે.
તેમનું માનવું છે કે મંગળ પર મળેલું પાણી દક્ષિણ ધ્રુવના બરફ આચ્છાદિત વિસ્તારમાં આવેલા એક તળાવના રૂપમાં છે.
જે લગભગ 20 કિલોમીટરમાં ફેલાયેલું છે અને તે સપાટી પર જામેલા બરફથી એક કિલોમીટર નીચે મોજૂદ છે.
આ પહેલાંના સંશોધનમાં મંગળની ધરતી પર તરલ જળના સંભવિત સંકેતો મળ્યા હતા, પરંતુ આ પાણી મળવાનો પહેલો એવો પુરાવો છે જે વર્તમાનમાં મોજૂદ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
નાસાના ક્યૂરિયોસિટી રોવરે જે ઝીલોને શોધી હતી તેનાથી જાણવા મળે છે કે ભૂતકાળમાં મંગળની સપાટી પર પાણી હોવું જોઈએ.
જોકે, પાતળા વાયુમંડળને કારણે મંગળનું વાતાવરણ પહેલાં કરતાં વધારે ઠંડુ થયું છે.
જેના પરિણામરૂપે અહીં મોજૂદ પાણી બરફમાં પરિવર્તીત થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

માર્સિસની મદદથી થઈ શોધ

ઇમેજ સ્રોત, NASA/JPL/MALIN SPACE SCIENCE SYSTEMS
આ નવું સંશોધન માર્સિસની મદદથી સંભવિત બની શક્યું છે. માર્સિસ માર્સ એક્સપ્રેસ ઑર્બિટર પર મોજૂદ એક રડાર ઉપકરણ છે.
સંશોધનનું નેતૃત્વ કરનારા ઇટાલિયન નૅશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર રોબર્ટો ઓરોસેઇએ કહ્યું કે કદાચ આ એક મોટી ઝીલ હોઈ શકે છે.
જોકે, માર્સિસ એ જાણકારી મેળવી શક્યું નથી કે તરલ જળની ઊંડાઈ કેટલી છે.
જોકે, સંશોધનના કરનારા ગ્રૂપનું અનુમાન છે કે તે લગભગ એક મીટર ઊંડી હોઈ શકે છે.
પ્રોફેસર ઓસોસેઈ કહે છે, "જે પણ મળ્યું છે તે પાણી જ છે. તે એક ઝીલના રૂપમાં છે."

જીવનની સંભાવના માટે કેટલું મહત્ત્વનું?

ઇમેજ સ્રોત, Science Photo Library
મંગળ પર થયેલા આ તાજા સંશોધનથી જીવનની સંભાવનાઓ પર હાલ કંઈ કહી શકાય એમ નથી.
ઓપન યુનિવર્સિટી સાથે જોડાયેલા ડૉ. મનીષ પટેલ આ મામલે સમજણ આપતા કહે છે, "આપણે લાંબા સમયથી જાણીએ છીએ કે મંગળ ગ્રહ પર જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ નથી. પરંતુ હવે આપણા સંશોધન થોડાં આગળ વધી શકે છે."
પાણીની સ્થિતિ એસ્ટ્રોબાયોલૉજીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ક્ષેત્રમાં પૃથ્વી સિવાય જીવનની સંભાવનાઓ અંગે અભ્યાસ કરવામાં આવે છે.
નવા સંશોધનથી એ વાતની જાણકારી મળે છે કે મંગળ પર પાણીનું અસ્તિત્વ છે.
જોકે, તેનાથી મંગળ પર જીવનની શક્યતાઓ અંગે કોઈ તારણ પર પહોંચી શકાય એમ નથી.
ડૉક્ટર પટેલ કહે છે, "આપણે જીવનની સંભાવનાની નજીક પહોંચ્યા છીએ. પરંતુ આ સંશોધનથી એ જાણકારી મળે છે કે આપણે મંગળ પર ક્યાં અને કઈ દિશામાં આગળ વધવું છે. આ એક છુપાયેલા ખજાનાના નક્શા જેવું છે."

હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, ESA/INAF
તરલ જળની હાજરી એ સંશોધકો માટે એક સારી તક છે જેઓ મંગળ પર ભૂતકાળ અને વર્તમાનમાં જીવનની સંભાવનાઓને તલાશી રહ્યા છે.
જોકે, મંગળ પર મળેલા આ પાણી પર હજી વધારે અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















