બગાસાનું વિજ્ઞાન: મગજ કેમ બગાસાની કોપી કરે છે?

બગાસુ ખાતું બાળક

ઇમેજ સ્રોત, Getty Images

બગાસાં પરનો આ લેખ વાંચતા વાંચતા જો જો બગાસું ખાવા લાગતા. સામાન્ય રીતે સામે કોઈ બગાસું ખાય એટલે તરત બીજાને પણ બગાસું આવવા લાગે છે. બગાસાંનાં આ ચેપથી કોઈ અજાણ નથી.

પણ એની પાછળનું કારણ જાણવાની કોશીશ આપણે કરતા નથી. હવે વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કર્યું છે કે બગાસું ચેપી કેમ હોય છે.

બગાસાં પર પ્રયોગ

નોટિંગહામ યુનિવર્સિટીની એક ટીમે આના પર રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે મગજમાં એવી તો કઇ પ્રક્રિયા થાય છે, જે બગાસું ખાવાની પ્રેરણા આપે છે.

તમને આ પણ વાંચવું ગમશે:

બગાસું આવતું હોય એ દરમિયાન મગજમાં શું થઈ રહ્યું છે તે ચકાસવા માટે, વૈજ્ઞાનિકોએ 36 વોલંટીઅર્સ પર અભ્યાસ કર્યો. પ્રયોગમાં કેટલાકને કહેવામાં આવ્યું કે તે ખુલ્લાં મો એ બગાસું ખાઈ શકે છે, જ્યારે કે કેટલાકને બગાસું મો બંધ કરીને દબાવવાનું કહેવામાં આવ્યું.

line

પ્રયોગનું પરિણામ

એ વખતે જોવામાં આવ્યું કે દરેક માણસની બગાસું ખાવાની તીવ્રતા મગજની પ્રાથમિક મોટર કર્ટેક્સ મુજબ અલગઅલગ હતી.

સંશોધકોએ અભ્યાસમાં ટ્રાન્સક્રૉનિયલ મૅગ્નેટિક સ્ટિમ્યુલૅશન (ચુંબકીય વિસ્તાર દ્વારા મગજને ઉત્તેજીત કરવું) ઉપયોગ કર્યો.

ટીમ મુજબ બગાસું આવવા પાછળ મગજનું પ્રાથમિક મોટર કર્ટેક્સ જવાબદાર હોય છે. જે ટૌરેટ સિન્ડ્રોમમાં પણ આંશિક ભૂમિકા ભજવે છે.

line

અન્ય માનસિક વિકારો પણ સમજાશે

પ્રયોગ કરતી મહિલા સંશોધક

ઇમેજ સ્રોત, SUPPLIED

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ અભ્યાસમાં ટ્રાન્સક્રૉનિયલ ચુંબકીય ઉત્તેજનાનો ઉપયોગ કર્યો

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચેપી બગાસાંને સમજીશું એટલે મગજના અન્ય માનસિક વિકારોને સમજવામાં પણ મદદ મળશે.

તેના આધારે દવા વગર જ અલગઅલગ વ્યક્તિ માટે તેના લક્ષ્ણોને અનુરૂપ સારવાર આપવામાં મદદ મળશે.

બગાસાનો ચેપ લાગવો એટલે ઇકોફિનૉમિનાનો એક સામાન્ય પ્રકાર છે - એનો મતલબ છે કે કોઈ પણ ક્રિયાઓનું અનુકરણ કરવું.

એટલે જ જ્યારે આપણે કોઈને બગાસું ખાતા જોઇએ છીએ, ત્યારે આપણું મગજ આપોઆપ તે ક્રિયાનું અનુકરણ કરવા લાગે છે.

ટૌરેટ સિન્ડ્રોમ, વાઈ અને ઓટિઝમ જેવા રોગોમાં પણ આના ઇકોફિનૉમિના લક્ષણો જોવા મળે છે.

ન્યુરોલોજિસ્ટ અને વિજ્ઞાનના પ્રોફેસર જ્યોર્જિઆ જેક્સનના જણાવ્યાં મુજબ, "આ શોધનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે.

ટૌરેટ્સમાં, જો આપણે ઉત્તેજનક્ષમતાને ઘટાડી શકીએ તો વારંવાર થતી પ્રક્રિયાને પણ ઘટાડી શકીએ છીએ. જેના કારણે મગજમાં થતાં ફેરફારને બદલાવી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો