એવા કાગડા જેમણે વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા

કાગડો

ઇમેજ સ્રોત, SARAH JELBERT

તમે ચતુર કાગડાની કહાણી તો ચોક્કસ સાંભળી હશે. અરે, એ જ કાગડો જે ઘડામાં પથ્થર નાખે છે અને જ્યારે પાણી ઉપર આવે છે તો તેને પીને પોતાની તરસ છીપાવે છે.

જોકે, આ કાગડો માત્ર વાર્તાઓનાં પુસ્તકોનાં પન્ના પર છપાયેલો નથી, વાસ્તવિક જીવનમાં પણ મળી આવે છે.

સ્કૉટલૅન્ડમાં કેટલાક એવા કાગડા છે, જેમણે વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

એવું એ માટે કેમ કે તે કાગડા ઓજાર (જેમ કે માછલી પકડવા માટે વપરાતો હુક) બનાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે.

line

ચતુર કાગડો એમા

કાગડો

ઇમેજ સ્રોત, JAMES ST CLAIR

એવો જ એક કાગડો છે એમા. એમા એક વેન્ડિંગ મશીનથી પોતાના માટે જમવાનો જુગાડ કરે છે.

તે મશીનમાં કાગળના નાના નાના ટુકડા કરીને નાખે છે જેનાથી જમવાનું નીચે બનેલા એક બૉક્સમાં પડે છે અને આ ભોજનને તે લઈ લે છે.

એટલું જ નહીં, આ કાગડા મુશ્કેલ સમસ્યાઓનું સમાધાન પણ લાવી શકે છે.

તેમને એક લાકડીની મદદથી કીડા પકડવાનો પ્રયાસ કરતા રેકર્ડ પણ કરવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાગડા લાકડીથી જીવાતને ત્યાં સુધી છેડતા રહે છે, જ્યાં સુધી જીવાત તેનાથી પરેશાન ન થઈ જાય.

હવે આ કાગડાઓ માટે એક પ્રકારનું વેન્ડિંગ મશીન ડિઝાઇન કરવામાં આવ્યું છે જેનો તેઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

તેનાથી ખબર પડે છે કે આ કાગડા ખૂબ ચતુર છે.

આ 'વેન્ડિંગ પ્રયોગ' પક્ષીઓની બુદ્ધિ વિશે જાણવા માટે કરવામાં આવેલા પ્રયોગોનું નવું ઉદાહરણ છે.

આ પક્ષી એટલા ચતુર છે કે વૈજ્ઞાનિકોએ ન્યૂ કૈલેડોનિયામાં તેમના માટે ખાસ પ્રકારનું વિશાળ પાંજરુ બનાવ્યું છે.

જેમાં તેમને જંગલમાંથી છોડતા પહેલાં કેટલાક દિવસ સુધી તેમની બુદ્ધિનું પરીક્ષણ કરે છે.

line

'મનુષ્યો જેવું વર્તન કરે છે આ કાગડા'

કાગડો

ઇમેજ સ્રોત, SARAH JELBERT

આ વેન્ડિંગ મશીનને કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં ડૉ. સારા જેલબર્ટે બનાવ્યું છે.

તેમણે જણાવ્યું, "અમે પક્ષીઓને કંઈક નવું શીખતા જોવા માગતા હતા એ માટે આ મશીન બનાવ્યું છે."

"આ મશીનમાં કાગળના ટૂકડા અને માંસનો એક ટૂકડો રહે છે."

"માંસનો ટૂકડો મેળવવા માટે તેમણે કાગળના નાના-નાના ટૂકડા કરીને મશીનમાં નાખવાના હોય છે."

"કાગળના નાના ટૂકડા નાખતા જ મીટનો ટૂકડો મશીનની બહાર બનેલા એક નાના બૉક્સમાં આવીને પડે છે. જેને કાગડા ખાઈ શકે છે."

ડૉ. જેલબર્ટે જણાવ્યું કે પહેલાં તેઓ કાગડાઓને કાગળના નાના ટૂકડા આપે છે.

જ્યારે તેઓ નાના ટૂકડાની મદદથી જમવાનું કાઢતા શીખી લે છે તો તેમની સામે કાગળના મોટા ટૂકડા રાખવામાં આવે છે.

એ જોવા માટે કે તેઓ પોતાના મગજનો ઉપયોગ કરીને કાગળના નાના ટૂકડા કરે છે કે નહીં.

વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ આઠ કાગડાઓ પર કર્યો છે અને તેમાં જાણ્યું છે કે બધા જ કાગડાએ કાગળને યોગ્ય આકારના ટૂકડામાં ફાડવાનું શીખી લીધું છે.

ડૉ. જેલબર્ટ કહે છે કે કાગડાનું વર્તન મનુષ્યો સાથે કેટલીક હદે મેળ ખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો