બિઝનેસ : ચંદા કોચરને સાંકળતા વિવાદ પર એક નજર

ચંદા કોચરની તસવીર

ઇમેજ સ્રોત, MONEY SHARMA/AFP/GETTY IMAGES

    • લેેખક, સ્નેહા કંચન-સુરંજના તિવારી
    • પદ, બીબીસી બિઝનેસ

લગભગ એક દાયકાથી ચંદા કોચર ભારતની બીજા નંબરની સૌથી સફળ ખાનગી બૅન્કની સફળતાનો પર્યાય રહ્યાં છે.

ઘણા પ્રસંગોએ તેમને ભારતમાં બિઝનેસ ક્ષેત્રમાં સૌથી સફળ મહિલા તરીકે ગણવામાં આવ્યા છે.

પણ આઈસીઆઈસીઆઈ બૅન્કના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સામે તાજેતરમાં લાગેલા નવા આક્ષેપો અને તેમના ઍમ્પ્લૉયર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવાનો નિર્ણય ચંદા કોચર માટે આગળના દિવસો મુશ્કેલ હોવાના સંકેત દર્શાવે છે.

તેમના પર બૅન્કની આચારસંહિતા, હિતોના ટકરાવ સંબંધિત નિયમોનાં ઉલ્લંઘન તથા કેટલીક ચોક્કસ બૅન્કો સાથેની ડીલમાંથી ગેરલાભ ઉઠાવ્યાના આક્ષેપ છે.

સોમવારે આ મુદ્દે સેબી (સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) દ્વારા ચંદા કોચરને નોટિસ આપવામાં આવી છે.

બોર્ડનું કહેવું છેકે ચંદા કોચર દ્વારા 'હિતોનાં ટકરાવ' અંગે માહિતી આપવી જોઈતી હતી, પરંતુ તેમણે આપી ન હતી.

આપને આ પણ વાંચવું ગમશે

line

અત્યાર સુધી શું થયું?

આઈસીઆઈસીઆઈ બૅન્કની તસવીર

ઇમેજ સ્રોત, DIRK WAEM/AFP/GETTY IMAGES

એપ્રિલ- 2012

આઈસીઆઈસીઆ બૅન્કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતનાં બૅન્ક સમૂહનાં ભાગરૂપે વીડિયોકોન જૂથને 3,250 કરોડની લોન મંજૂર કરી હતી.

કુલ 20 બૅન્ક અને નાણાકીય સંસ્થાઓએ પહેલાંથી જ દેવાં તળે દબાયેલા જૂથને 40,000 કરોડનું ધિરાણ આપવાની ઓફર કરી હતી.

line

22- ઑક્ટોબર, 2016

આઈસીઆઈસીઆઈ અને વીડિયોકોન જૂથના એક રોકાણકાર અરવિંદ ગુપ્તાએ બ્લોગ (બ્લોગ વાંચવા અહીં ક્લિક કરો) લખીને પ્રકાશિત કર્યો.

તેમાં તેમણે એક પર લખ્યો હતો અને તેને વડાપ્રધાન તથા સરકારના અન્ય વિભાગોને મોકલ્યો.

આ પત્ર ખરેખર 15 માર્ચ, 2016ના રોજ લખવામાં આવ્યો હતો. તેમાં બૅન્કના બિઝનેસ કરવાની નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમાં વિડિયોકોન જૂથને આપવામાં આવેલી રૂ. 3250 કરોડની લોનમાં હિતોના ટકરાવની પણ શક્યતા દર્શાવવામાં આવી હતી.

આ શક્યતા માટે એવો આધાર આપવામાં આવ્યો હતો કે વિડિયોકોન જૂથના ચેરમેન વેણુગોપાલ ધૂત સાથે ચંદા કોચરના પતિ દીપક કોચર એકબીજા સાથે બિઝનેસમાં સંકળાયેલા છે.

line

માર્ચ-28, 2018

આઈઆઈસીઆઈના બોર્ડ દ્વારા એક નિવેદન (બોર્ડ બેઠકનું નિવેદન આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો) જાહેર કરાયું. તેમાં ચંદા કોચર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

નિવેદનમાં કહેવાયું, "ડીલનો ગેરલાભ ઉઠાવવો, 'હિતોના ટકરાવ'ની બાબત જેવું કંઈ છે જ નહીં.

"આ માત્ર અફવાઓ છે. ખરેખર આ અફવાઓ બૅન્ક અને તેના ટોચના મેનેજમેન્ટની છબી ખરડવા માટે ફેલાવવામાં આવી રહી છે."

line

માર્ચ-29, 2018

નેશનલ અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં એક ઇન્વેસ્ટિગેટિવ આર્ટિકલ (આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો) પ્રકાશિત થયો.

તેમાં દીપક કોચર અને વેણુગોપાલ ધૂત વચ્ચેના નાણાકીય વ્યવહારો અને બિઝનેસ ડીલ વિશેની વિગતો પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો.

  • આર્ટિકલમાં વર્ષ 2008માં કઈ રીતે દીપક કોચર અને ધૂતે 50-50 પાર્ટનરશિપ કરીને નુપાવર પ્રા. લિમિટેટ કંપની સ્થાપી તેની વિગતો હતી.
  • તેના મહિના પછી ધૂતે કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને દીપક કોચરને 2.5 લાખના 25,000 શેર ટ્રાન્સફર કરી દીધા.
  • માર્ચ-2010માં નુપાવરને ધૂતની માલિકીની સુપ્રીમ પાવર ઍનર્જી પ્રા. લિ. તરફથી 64 કરોડની લોન મળી.
  • ધૂત તરફથી કોચરને અને કોચરના સંબંધીની કંપની પેસિફિક કેપિટલ તરફથી ધૂતની માલિકીની કંપની સુપ્રીમ ઍનર્જીને કરવામાં આવેલા એકથી વધુ વખત કરાયેલા શેરનાં ટ્રાન્સફરથી સુપ્રીમ ઍનર્જી નુપાવરમાં 94.9 ટકાની શેરહોલ્ડર બની ગઈ.
  • નવેમ્બર-2010માં ધૂતે આ હોલ્ડિંગ સુપ્રીમ ઍનર્જીમાંથી એક એસોસિયેટ મહેશ ચંન્દ્રા પુગલિયાને ટ્રાન્સફર કર્યાં.
  • વર્ષ 2012માં પુગલિયાએ પિનેકલ ઍનર્જીને ટ્રાન્સફર કર્યા. દીપક કોચર આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે.
  • નુપાવરને લોન આપ્યાના ત્રણ વર્ષોમાં જ સુપ્રીમ ઍનર્જીને પિનેકલ ઍનર્જી દ્વારા ટેકઓવર કરી લેવાઈ.
  • આ ટ્રાન્સફરના છ મહિના પહેલાં વિડિયોકોન જૂથને આઈસીઆઈસીઆઈ તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી.
  • આ લોનના 86 ટકાની લોન - લગભગ 2810 કરોડ રૂપિયાની ચૂકવણી નહોતી થઈ અને વીડિયોકોનનું એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ દ્વારા એનપીએ જાહેર કરી દેવાયું.
line

માર્ચ-31, 2018

મીડિયા અહેવાલ (અહેવાલો વાંચવા અહીં ક્લિક કરો) અનુસાર, સીબીઆઈ દીપક કોચર અને વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂત વચ્ચેના નાણાકીય અને બિઝનેસ સંબંધિત વ્યવહારોની પ્રાથમિક તપાસ કરવાનું આયોજન કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ચંદા કોચરના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

line

એપ્રિલ-4, 2018

આવકવેરા વિભાગે આઈસીઆઈસીઆઈ વિડિયોકોન કેસમાં કરચોરી સંબંધે દીપક કોચરની નુપાવરને નોટિસ ફટકારી છે.

ચંદા કોચરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

line

માર્ચ-24, 2018

સિક્યુરીટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) એ આઈસીઆઈસીઆઈ બૅન્ક અને તેના એમડી-સીઈઓ ચંદા કોચરને કારણદર્શક નોટિસ ફટકારી.

line

મે-30, 2018

આઈસીઆઈસીઆઈ બૅન્કે કહ્યું કે તે ચંદા કોચર સામેના આક્ષેપો મામલે સ્વતંત્ર તપાસ કરશે.

પ્રાથમિક અહેવાલો અનુસાર બૅન્કે ચંદા કોચરને તપાસ હાથ ધરવામાં આવે તે દરમિયાન દરમિયાન અમુદતી રજા પર મોકલી દીધા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પણ આઈસીઆઈસીઆઈએ બાદમાં આવા દાવાઓનો ઇન્કાર કરી દીધો અને કહ્યું,"ચંદા કોચર તેમની વાર્ષિક રજા પર છે જે અગાઉથી પ્લાન હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો