You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક ચૂંટણી પરિણામ Live : કોંગ્રેસના સમર્થનથી જેડીએસ સરકાર બનાવશે
કર્ણાટકમાં 12 મેના રોજ 224 બેઠકોની વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં 222 બેઠકો માટે મતદાન થયું હતું.
ચૂંટણી પરિણામના વલણ પ્રમાણે, ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નથી.
કોંગ્રેસના નેતા ગુલામ નબિ આઝાદે જાહેરાત કરી હતી કે પાર્ટી દ્વારા જેડીએસને સમર્થન આપવામાં આવશે. જેડીએસ સત્તાના સૂત્ર સંભાળશે.
મંગળવારે સાંજે જેડીએસ તથા કોંગ્રેસના નેતા રાજ્યપાલ સમક્ષ જશે અને સરકાર રચવા માટે દાવો કરશે.
ભાજપને અહીં સરકાર બનાવવા માટે 112 ધારાસભ્યોની જરૂર પડશે. આગામી 31 મે સુધીમાં રાજ્યમાં નવી સરકાર સત્તાનું સુકાન સંભાળશે.
05.00 PM :
કર્ણાટક વિધાનસભાની 222 બેઠકોમાંથી 173ના પરિણામ આવી ગયા છે. જેમા ભાજપના ફાળે 85, કોંગ્રેસના ફાળે 55 અને જનતા દળ સેક્યલરના ફાળે 31 બેઠકો આવી છે. ભાજપ હજુ પણ 19 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 23 અને જેડીએસ 6 બેઠકો પર આગળ ચાલી રહી છે.
4.45 PM કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 178 સીટો પર મતગણતરી થઈ ચૂકી છે. જેમાં ભાજપ 87, કોંગ્રેસ 60, જેડીએસને 29 અને બે બેઠકો અન્ય પાર્ટીઓ અને અપક્ષોને મળી છે.
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 112 સીટોની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
3.30 PM વલણ ધીમે ધીમે પરિણામમાં બદલાઈ રહ્યા છે. ભાજપ 68 બેઠકો જીતી ચૂક્યો છે જ્યારે કોંગ્રેસે અત્યારસુધી 39 બેઠકો જીતી છે. સરકારની રચના માટે જે પક્ષ પર સૌથી વધુ મહત્ત્વનો છે એ છે જેડીએસ. જેડીએસના પક્ષમાં અત્યાર સુધી 16 બેઠકો આવી ચૂકી છે.
2.50PM કર્ણાટકમાં સરકારની રચના માટે કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં જેડીએસ સાથે સરકાર બનાવવા અંગે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, ''અમારી દેવગૌડાજી અને કુમારાસ્વામી સાથે વાત થઈ છે. મુખ્ય મંત્રીના પદ માટે જેડીએસ જેને પણ ચૂંટશે કોંગ્રેસ એને સમર્થન આપશે.''
1.30 PM - સિદ્ધારમૈયા હાર્યા
ચામુંડેશ્વરી વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્વારમૈયાનો પરાજય થયો. જોકે, તેઓ બદામી બેઠક પરથી જીતી ગયા છે.
01. 01 PM
કર્ણાટક વિધાનસભાની તમામ 222 બેઠકોનું પરિણામ આવી ગયું છે. ભાજપ 10 બેઠકો પર વિજય, 99 પર આગળ, કોંગ્રેસનો બે બેઠકો પર વિજય અને 69 પર આગળ તો જેડીએસ 39 બેઠકો પર આગળ. કેપીજેપી અને અપક્ષ એકએક બેઠક પર આગળ
12.50 PM
222માંથી 221 બેઠકોના વલણ આવી ગયા છે. જેમાં ભાજપ 108, કોંગ્રેસ 70 અને બીએસપી, કેપીજેપી તેમજ અપક્ષ એકએક બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
12.30 PM
કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી કર્ણાટક ચૂંટણીના પરિણામ પર કહ્યું, ''અહીં પણ કમળ ખીલ્યું. ભાજનો કેવો ભવ્ય વિજય! હવે કર્ણાટકના લોકો સુશાન જોશે. આદરીયણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અને ભાજપના કાર્યકરોની અથાક મહેનતને સલામ''
12.15PM
222માંથી 220 બેઠકોના વલણ, ભાજપ 115, કોંગ્રેસ 64, જેડીએસ 40, બીએસપી અને કેપીજેપી એક-એક બેઠક પર આગળ
12.05
કુલ 216 બેઠકોના વલણ સામે આવી ગયા છે. જેમા ભાજપ 112, કોંગ્રેસ 65, જેડીએસ 37, બહુજન સમાજ પાર્ટી અને કેપીજેપી એકએક બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
12.00
કર્ણાટકની ચૂંટણી પરિણામના વલણ પર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જો કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરી લીધું હોત તો પરિણામ કંઈક અલગ જ હોત.
11 : 40 AM
વલણો પર વાત કરતાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું, ''જો કર્ણાટકની ચૂંટણીનું પરિમાણ આ જ રહ્યું તો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા માટે અત્યંત અપમાનજનક હશે. પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પણ આ એક મોટો ઝટકો હશે. સિદ્ધારમૈયાને મતદારોએ ઉખેડી ફેંક્યા તો શું કોઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને આકરા પ્રશ્નો પૂછશે?''
11.30 AM
કર્ણાટક ચૂંટણીના પરિણામ પર ભાજપના નેતા મિનાક્ષી લેખીએ બીબીસીને જણાવ્યું, ''ભાજપ પ્રથમ દિવસથી જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. કાર્યકર્તાએ ભારે મહેનત કરી છે. આ વિજય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યોદગાન છે. અમિત શાહે 60 હજાર કિલોમિટરની મુસાફરી કરી છે. આ મોદી અને શાહની મહેનતનું પરિણામ છે.''
11. 21 AM
કર્ણાટક ભાજપમાં વિજયનો માહોલ
11.00 AM -
ભાજપ બહુમતિ તરફ આગળ, કુલ 207 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમા ભાજ 110, કોંગ્રેસ 56, જેડીએસ 38 પર આગળ છે. કેપીજેપી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ
10.51 AM
કુલ 206 બેઠકના વલણ, ભાજપ 111, કોંગ્રેસ, 54, જેડીએસ 38, કેપીજેપી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ
10.46 AM
200 બેઠકના વલણ, ભાજપ 104, કોંગ્રેસ 56 અને જેડીએસ 37 બેઠકો પર આગળ. અપક્ષ અને કેપીજેપી એકએક પર આગળ, ભાજપ વિજય તરફ
10.39 AM :
અત્યારસુધીના વલણ : ભાજપ 195, કોંગ્રેસ 53, જેડીએસ 37, કેપીજેપી 1 અને અપક્ષ 1 પર આગળ.
10.33 AM :
ભાજપ 100 અને કોંગ્રેસ 52 બેઠકો પર આગળ, જેડીએસ 37 અને અપક્ષ-કેપીજેપી એક-એક બેઠક પર આગળ. કર્ણાટક પરિણામની સચોટ અને સંપૂર્ણ સ્થિતિ આપની સમક્ષ રજૂ કરવા અમાર સંવાદદાતાની તૈયારી
10.24 AM :
ભાજપ 97 અને કોંગ્રેસ 51 બેઠકો પર આગળ. જેડીએસ 35 અને કેપીજેપી, અપક્ષ એક-એક બેઠક પર આગળ. કુલ 186 બેઠકોના વલણ સામે આવ્યા. 10.05 AM :
કુલ 168 બેઠકોની વલણ સામે આવી ચૂક્યા છે. જેમાં ભાજપ 81 અને કોંગ્રેસ 48 બેઠકો પર આગળ છે. જેડીએસ 48 બેઠકો પર આગળ છે. જ્યારે બીએસપી, કેપીજેપી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
09.57 AM :
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ 'વિજય' બદલ પક્ષ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યા છે.
09.53 AM :
અત્યારસુધી 152 બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમા ભાજપ 72 અને કોંગ્રેસ 44 બેઠકો પર આગળ છે. જનતા દળ સેક્યુલર 33 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
09.51 AM :
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમણે રાજ્યમાં ફરીથી કોંગ્રેસ સરકાર બનાવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો.
9:22 AM
ચૂંટણી પંચની માહિતી અનુસાર ભાજપ-58 બેઠકો પર, કોંગ્રેસ-27 બેઠકો અને જનતા દળ સેક્યુલર 2 બેઠકો પર આગળ છે.
9:16 AM
ચૂંટણી પંચની માહિતી અનુસાર ભાજપ-17 બેઠકો પર, કોંગ્રેસ-11 બેઠકો અને જનતા દળ સેક્યુલર 6 બેઠકો પર આગળ છે.
9:12 AM
ચૂંટણી પંચે આપેલી માહિતી અનસુાર ભાજપ -10, કોંગ્રેસ-6 અને જેડીએસ-2 બેઠકો પર આગળ છે.
9:00 AM
કર્ણાટકના ચૂંટણી પરિણામો સાથે જોડાયેલી મહત્ત્વની વાતો
- ત્રણેય પાર્ટીઓના મુખ્યમંત્રી પદના દાવેદારો પહેલાં પણ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. ભાજપથી બીએસ યેદિયુરપ્પા, જનતા દળ સેક્યુલરથી કુમારસ્વામી અને કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. પરંતુ રાજ્યના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વરાએ વોટોની ગણતરી પહેલાં કહ્યું હતું કે તેમની પાર્ટીમાં અડધા ડઝન લોકો મુખ્યમંત્રી પદના દાવેદાર છે.
- વિભાજિત જનાદેશની પરિસ્થિતિમાં બધાની નજર પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર તરફ રહેશે. ઘણાં લોકોનું કહેવું છે કે જનતા દળ સેક્યુલર અને ભાજપ વચ્ચે મૌન સહમતિ છે. પરંતુ જેડીએસએ આ વાતને વખોડી કાઢી છે.
- સોમવારના રોજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એવું કહીને બધાને ચોંકાવી દીધા હતા કે જો કોઇ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી.
- ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાને પોતાની જીતનો એટલો આત્મવિશ્વાસ છે કે તેમણે પ્રતિજ્ઞા ગ્રહણની તારીખ 17 મે જાહેર પણ કરી છે.
- કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જે સીટો પર બધાની નજર હશે તેમાં ચામુંડેશ્વરી અને બાદામી છે. આ બંને સીટ પરથી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચૂંટણી લડી રહ્યા છે. વરુણા સીટ પણ મહત્વની છે કારણ કે ત્યાંથી તેમના દીકરા યતિન્દ્ર ચૂંટણી લડી રહ્યા છે.
- રામનગર અને ચાન્નાપટનાથી કુમારસ્વામી મેદાનમાં છે. જ્યારે શિકારીપુરાથી બીએસ યેદિયુરપ્પા ચૂંટણી લડી રહ્યા છે. બેલ્લારી સીટ પરથી રેડ્ડી બંધુ મેદાનમાં છે.
- કર્ણાટકમાં વર્ષ 1985 પછીથી કોઇ પણ પાર્ટી બીજીવાર સત્તામાં આવી નથી.
- જો કર્ણાટકમાં ભાજપ ચૂંટણી જીતે, તો ફરીથી તેમને દક્ષિણ ભારતમાં પ્રવેશ મળશે. બીજી તરફ ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી માટે આ ચૂંટણી મહત્વની છે.
8:45 AM
આંકડામાં કર્ણાટકની ચૂંટણી
- કુલ વિધાનસભા બેઠકો - 224
- અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો - 36
- અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો -15
- 224માંથી 222 બેઠકો પર મતદાન યોજાયું હતું.
- એક બેઠક પર ઉમેદવારનું નિધન થયું હતું, જ્યારે અન્ય એક બેઠક પર એક ઘરમાંથી 10 હજાર ઇલેક્શન કાર્ડ્સ મળી આવ્યા હતા. આ બંને બેઠકો પર હવે પછી ચૂંટણી યોજાશે.
- કર્ણાટકની વસ્તી - છ કરોડ 40 લાખ
- કુલ મતદાતા 49,682,357
- કર્ણાટકમાં પુરુષ મતદાતા - 25,178,359
- કર્ણાટકમાં મહિલા મતદાતાઓ - 24,471,532
2013ની વિધાનસભા ચૂંટણીના પરિણામ - બેઠકો અને મતની ટકાવારી
- કોંગ્રેસ - 122 બેઠકો, મતોની ટકાવારી 36.59 %
- ભાજપ - 40 બેઠકો, મતોની ટકાવારી - 19.89 %
- જનતા દળ (સેક્યુલર) - 40, મતની ટકાવારી - 20.19 %
- કર્ણાટક જનતા પક્ષ - 6, મતની ટકાવારી - 9.79 %
- કર્ણાટકમાં કુલ લોકસભા બેઠકો - 28
લોકસભા ચૂંટણી પરિણામ
- ભાજપના સાંસદ 17
- કોંગ્રેસના સાંસદ - 9
- જનતા દળ (સેક્યુલર) - 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો