સિયાચીન ગ્લૅશિયર : ભારતનું સૌથી ખતરનાક યુદ્ધ મેદાન, જ્યાં વાતાવરણ પણ સૈનિકોનું દુશ્મન

    • લેેખક, મુકેશ શર્મા
    • પદ, સંપાદક, બીબીસી હિન્દી

13 એપ્રિલ, 1984. એક એવી તારીખ જ્યારે 34 વર્ષ પહેલાં ભારતે પોતાના સૈનિકોને સિયાચીનમાં તહેનાત કર્યા હતા.

સિયાચીનની જમીન એટલી ઉજ્જડ અને ઘાટી, જે એટલી ઊંચી કે માત્ર મિત્ર અને કટ્ટર દુશ્મન જ ત્યાં પહોંચવા ચાહે.

આ સિયાચીન છે, જે વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી યુદ્ધભૂમિ છે.

બીબીસી આ પ્રસંગે સિયાચીનની મુશ્કેલીઓ સાથે સંબંધિત એક રસપ્રદ કહાણી પ્રસ્તુત કરી રહ્યું છે.

સિયાચીન એટલે..

જો નામના અર્થ બાબતે તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો, તો 'સિયા'નો અર્થ ગુલાબ અને 'ચીન'નો અર્થ જગ્યા થાય છે. અર્થાત ગુલાબોની ઘાટી.

પરંતુ ભારત અને પાકિસ્તાનના સૈનિકો માટે આ ગુલાબ કાંટાદાર સાબિત થયા છે.

ભારતીય સેના સાથે જ ત્યાં જવાનું શક્ય છે અને મને આ યુદ્ધભૂમિની મુલાકાત લેવાની તક થોડાં વર્ષ પહેલાં મળી હતી.

શિયાળામાં સિયાચીનનું તાપમાન શૂન્યથી નીચે 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

બેઝ કૅમ્પથી ભારતની સૌથી દૂર ચોકીને 'ઇન્દ્રા કૉલ' કહેવાય છે.

સૈનિકોને ત્યાં સુધી પગે ચાલીને પહોંચ્વા આશરે 20થી 22 દિવસનો સમય લાગે છે.

આપને આ પણ વાચવું ગમશે

20-22 દિવસના કપરાં ચઢાણ

ચોકી પર જનારા સૈનિક એકબીજાની પાછળ ચાલે છે અને એક દોરડું તેમની કમર સાથે બાંધેલું હોય છે.

આમ એટલા માટે કરવામાં આવે છે, કારણ કે બર્ફીલા પહાડો ખસી જવાની (હિમસ્ખલન) સંભાવના હોય છે.

જો એવું થાય અને કોઈ પણ વ્યક્તિ ખાઈમાં પડવા લાગે તો બાકી લોકો તેમને બચાવી શકે છે.

ઑક્સિજનની અછતનાં કારણે, તેમણે ધીમે ધીમે ચાલવું પડે છે અને રસ્તો કેટલાક ભાગોમાં વહેંચાય છે.

વધુમાં આ સમયે, સૈનિકો એ વાત પણ નિશ્ચિત કરી લે છે કે અમુક સ્થળે તેમને ક્યાર સુધીમાં પહોંચવું જોઈએ અને ત્યાં કેટલો સમય માટે રોકાયા બાદ ક્યાં આગળ વધવું જોઈએ.

હજારો ફૂટ ઊંચા પર્વતો અથવા હજારો ફુટ ઊંડી ખાઈ. એ પણ વૃક્ષો, પ્રાણીઓ કે પક્ષીઓ વિનાની.

યુદ્ધભૂમિ એટલી બરફથી ભરેલી છે કે જો સૂર્યની ઝળક દિવસ દરમિયાન આંખો પર પડે, તો દૃષ્ટિહીન થઈ જવાનું જોખમ અને જો તમે ઝડપી ગતિથી ફૂંકાતા પવન દરમિયાન રાત્રે બહાર નીકળો તો, ચહેરા પર હજારો સોઈની જેમ, હવામાં ઉડાન ભરનારા બરફના કણ.

આવી પરિસ્થિતિમાં સૈનિકો એકની ઉપર એક ઘણાં કપડાં પહેરે છે અને સૌથી ઉપર જે કોટ પહેરે છે, તેને 'સ્નો કોટ' કહેવાય છે.

એવી રીતે સૈનિકોને કપડાંનો બોજો પણ સહન કરવો પડે છે.

ત્યાં ટૅન્ટને ગરમ રાખવા માટે એક ખાસ પ્રકારની સગડીનો ઉપયોગ થાય છે જેને સ્થાનિક ભાષામાં 'બુખારી' કહેવાય છે.

જેમાં લોખંડના સિલિન્ડરમાં કેરોસીન તેલ નાખીને તેને સગળવામાં આવે છે.

પરિણામે સિલિન્ડર ખૂબ જ ગરમ થઈ જાય છે જેના કારણે ટૅન્ટની અંદરનું તાપમાન ગરમ રહે છે.

સૈનિકો લાકડાની ચોકી પર 'સ્લીપિંગ બૅગ'માં સૂએ છે, પરંતુ જોખમ નિદ્રાવસ્થામાં પણ હોઈ શકે છે, કારણ કે ઑક્સિજનના અભાવે ક્યારેક સૈનિકોનાં મૃત્યુ થઈ જાય છે.

આવી પરિસ્થિતિમાં બચાવવા માટે ઉભા રહેલા સંત્રી (પ્રહરી) સૈનિકોને સમયાંતરે ઊંઘમાંથી ઉઠાડે છે અને સૈનિકો સવારે છ વાગ્યે ઉઠી જાય છે.

ત્યાં નહાવાનો વિચાર અઘરો છે અને સૈનિકોને દાઢી કરવાની નિષેધ છે, કારણ કે ત્યાં રહેતા લોકોની ત્વચા એટલી નાજુક બની જાય છે કે જખમનું જોખમ વધી જાય છે.

જો એક વાર ત્વચા જખમી થઈ જાય તો ઘા ભરવા માટે ઘણો સમય લાગે છે.

સિયાચીનમાં સૈનિકો આશરે ત્રણ મહિના સુધી તહેનાત રહે છે અને આ સમયગાળા દરમિયાન, ફરવા માટે વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોય છે.

યુદ્ધવિરામનાં કારણે સૈનિકો પાસે વધુ કામ નથી થતું અને તેમને માત્ર સમય વિતાવવો પડે છે.

પરિણામે દરેક દિશામાં જો માત્ર બરફ અથવા ખાઈ હોય, તો અસ્વસ્થતાનો અનુભવ પણ થાય છે.

સિયાચીનમાં સૈનિક ચોકીઓ ઉપર ઍરફોર્સ પણ સઘન રીતે રીતે કામ કરે છે.

જે ચોકીઓ પર ચિત્તા હેલિકૉપ્ટર દ્વારા સામાન અને બીમાર સૈનિકોની હેરફેર કરે છે.

સેનાનું કહેવું છે કે તેઓ જે ઊંચાઈ પર રહે છે, ત્યાં માત્ર ચિત્તા જ કામ કરી શકે છે.

સૌથી ઊંચાઈ પર પહોંચીને ત્યાં હેલિપૅડ ઉપર લૅન્ડ કરવાની સિદ્ધિ હેલિકૉપ્ટર ચિત્તાને જ મળી છે.

યુદ્ધવિરામ થયા પહેલાં સરહદની નજીક ચોકીઓ સુધી હેલિકૉપ્ટરને લઈ જવામાં સાવચેતીનું પાલન કરવું પડે છે.

ચિત્તા હેલિકૉપ્ટર ચોકીઓ ઉપર માત્ર 30 સેકંડ સુધી જ રહી શકે છે.

સંઘર્ષકાળમાં દુશ્મન દેશના નિશાનથી હલેકૉપ્ટરને બચાવવા માટે આમ કરવામાં આવતું હતું.

હાલમાં પણ એ જ પ્રક્રિયા ચાલે છે જેથી સેના કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહે.

જ્યારે સૈનિકો અન્ય વિસ્તારોમાંથી સિયાચીનમાં તહેનાત થાય છે, એ પહેલાં તેમને નીચા તાપમાન માટે સજ્જ કરવામાં આવે છે.

સૈનિકોથી અપેક્ષા રાખવામાં આવે છે, આવા સંજોગોમાં તેઓ માત્ર એક સૈનિકની જેમ નહીં, પરંતુ એક પર્વતારોહક તરીકે તેમનું કામ કરી શકશે.

મનોરંજનના સાધન એક પણ નથી. જેનો અર્થ એ છે કે પર્વતો વચ્ચે પહાડની સમસ્યાઓ સાથે સૈનિકોનું જીવન પોતાનું જીવન વિતાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો