You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવે, સાઉદી અરેબિયામાં નહીં થઈ શકે ગુપ્ત રીતે તલાક
સાઉદી અરેબિયામાં હવે મહિલાઓ પોતાના તલાકથી અજાણ નહીં રહે કેમ કે તેમને તલાકની લેખિત જાણ કરવી અનિવાર્ય ગણાશે.
આ કાયદાની શરુઆત આજથી થઈ રહી છે. આ કાયદા મુજબ કોઈ મહિલાના તલાકને મંજૂર કરતી નોટિસ અદાલતે મહિલાને મોકલવી પડશે.
સ્થાનિક મહિલા વકીલનું કહેવું છે કે આ પગલાંથી ગુપ્ત તલાકનો અંત આવશે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ગુપ્ત તલાકના એવા ઘણા મામલા સામે આવે છે જેમાં પતિ તલાક આપી દેતા હોય છે પણ તેની જાણ તેમનાં પત્નીને હોતી નથી.
આ નવા કાયદા થકી હવે મહિલાઓ પોતાનાં લગ્નની સ્થિતિ શું છે તે વાતથી વાકેફ રહેશે અને લગ્નજીવન ભોગવી શકશે.
જોકે, હજુ પણ સાઉદી અરેબિયા મહિલાઓ પર પુરુષ વાલીપણાંના કાયદાને આધીન છે.
આ નવી જોગવાઈથી તલાક વખતે મહિલાઓના ભરણપોષણની રકમની ખાતરી મળશે એમ સાઉદી અરેબિયાના વકીલ નિસરીન અલ-ઘમાદીએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું.
આને લીધે તલાક અગાઉ પાવર ઑફ એટર્નીના દુરુપયોગ ઉપર પણ રોક લાગશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકીલ સમીઆ-અલ-હિન્દી એ સ્થાનિક સમાચાર પત્ર ઓકાઝને કહ્યું હતું કે સાઉદી અરેબિયાની અનેક મહિલાઓએ એદાલતમાં એવી અરજી કરી હતી કે તેમને પોતાના તલાક અંગે જાણ કરવામાં નથી આવતી.
આ નવી જોગાવાઈને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાનના આર્થિક અને સામાજિક સુધારાઓનો એક ભાગ ગણવામાં આવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સાઉદી અરેબિયાની મહિલાઓ પાસે આ અધિકારો નથી
એવી અનેક બાબતો છે જે સાઉદી અરેબિયામાં મહિલા પોતાની મરજીથી કરી શકે.
કાયદા મુજબ પુરુષને મહિલાનો વાલી ગણવામાં આવે છે અને અનેક એવી બાબતો છે જે તેઓ પોતાના પતિ, પિતા કે પુત્રની પરવાનગીથી જ કરી શકે છે.
આવી કેટલીક બાબતો આ મુજબ છે. જોકે, આ અહીં સુધી જ સીમિત નથી.
- પાસપોર્ટ માટે અરજી કરવી
- વિદેશ પ્રવાસ
- લગ્ન કરવા
- બૅન્કમાં ખાતુ ખોલાવવું
- કોઈ ચોક્કસ ધંધો શરું કરવો
- તાત્કાલિક કરાવવી પડે એવી ન હોય એવી કોઈ પણ સર્જરી
- કેદમાંથી ભાગી જવું
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો