You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે પી ચિદમ્બરમના પુત્રની સીબીઆઈએ ધરપકડ કરી?
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ પૂર્વ ગૃહ અને નાણાંમંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમની મની લૉન્ડ્રિંગ મામલે ધરપકડ કરી છે.
લંડનથી ચેન્નઈ પરત ફર્યા બાદ તુરંત તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં થોડા દિવસ પહેલા જ તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) એસ.ભાસ્કર રમનની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ચિદમ્બરમ વિરુદ્ધ શું આરોપ છે?
EDએ ગત વર્ષે મે મહિનામાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો જેમાં ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની કાયદેસર લિમિટથી વધારે વિદેશી રોકાણ પ્રાપ્ત કરવા માટે INX મીડિયાને મંજૂરીમાં અનિયમિતતાઓનો આરોપ લગાવાયો હતો.
આ INX મીડિયામાં 300 કરોડના વિદેશી રોકાણનો મામલો હતો જ્યારે પી ચિદમ્બરમ કેન્દ્રીય નાણાંમંત્રી હતા.
EDના અનુસાર કાર્તિ ચિદમ્બરમ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.
INX મીડિયા દ્વારા કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર પેમેન્ટ વિશે જાણકારીના આધારે CBIએ ચિદમ્બરમ અને અન્ય લોકો વિરુદ્ધ એક અલગ કેસ દાખલ કર્યો છે.
સીબીઆઈએ પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની મીડિયા કંપની પાસેથી કથિત રૂપે ધન પ્રાપ્ત કરવાના મામલે ચાર શહેરોમાં ચિદમ્બરમના ઘર તેમજ કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં પણ સીબીઆઈ ઘણી વખત કાર્તિ ચિદમ્બરમ સાથે પૂછપરછ કરી ચૂકી છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ સિવાય સપ્ટેમ્બર 2017માં EDએ કાર્તિ ચિદમ્બરમની દિલ્હી અને ચેન્નઈ સ્થિત સંપત્તિઓ જપ્ત કરી હતી.
ભારતીય મીડિયાની માહિતી અનુસાર તપાસ દરમિયાન EDને ખબર પડી હતી કે 2G કૌભાંડ સાથે જોડાયેલા એરસેલ મેક્સિસ કેસમાં FIPB અપ્રૂવલ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના કાર્યકાળમાં મળ્યું હતું.
સાથે જ EDને એ જાણકારી પણ મળી હતી કે કાર્તિ અને પી.ચિદમ્બરમનાં ભત્રીજીની કંપનીને મેક્સિસ ગ્રુપ પાસેથી કિકબૈક મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી એરસેલ-મેક્સિસ ડીલમાં પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની ભૂમિકા પર તપાસ કરી રહી છે.
વર્ષ 2006માં મલેશિયાની કંપની મેક્સિસ દ્વારા એરસેલમાં 100 ટકા ભાગીદારી મેળવવાના મામલે પરવાનગી આપવા માટે ચિદમ્બરમ પર અનિયમિતતાઓ વર્તવાનો આરોપ છે.
પરંતુ પી.ચિદમ્બરમે હંમેશાં પોતાના તેમજ પોતાના દીકરા વિરુદ્ધ બધા આરોપોને ફગાવી દીધા છે.
ચિદમ્બરમના આધારે તેમની વિરુદ્ધ લાગેલા આરોપો રાજકીય બદલો લેવાની કવાયત છે.
કાર્તિ ચિદમ્બરમની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સંસદનું નવું અધિવેશન શરૂ થવાનું છે અને કહેવામાં આવે છે કે વિપક્ષ સરકારને પીએનબી કૌભાંડ મામલે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો