સોશિયલ: ગુડ મૉર્નિંગ, રાધે- રાધે! ઇન્ટરનેટ પર ટ્રાફીક જામ છે

ગુડ મૉર્નિંગ, રાધે રાધે, સુપ્રભાત, તમારો દિવસ શુભ રહે.... અને કોણ જાણે બીજા કેવા કેવા પ્રકારના સંદેશ!

આ એ મેસેજ છે કે જે સવારે આંખ ખોલવાની સાથે જ તમને તમારા ફોન પર જોવા મળે છે. આ એ મેસેજીસ છે કે જેના કારણે દર બીજા દિવસે તમારા ફોનની મેમરી ફુલ થઈ જાય છે.

હાથ જોડીને ઊભેલી કોઈ સુંદર મહિલા, ફૂલોની પાંખડીઓ વચ્ચે સૂતેલું કોઈ બાળક. આવી ઘણી તસવીરો દરરોજ તમને મેસેજમાં મળે છે કે જેના કારણે તમારો ફોન વારંવાર હેંગ થઈ જાય છે.

ઇન્ટરનેટ પર ટ્રાફીક જામ

આ વાતો હવામાં કરી શકાતી નથી. આ કહેવું છે સિલિકન વૈલીમાં ગૂગલના સંશોધકોનું.

તેમણે એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે ભારતમાં લોકો ઘણી વખત ફોન હેંગ થઈ જવાની ફરિયાદ કેમ કરે છે.

સંશોધકોએ જણાવ્યું કે ભારતીયો રોજ લાખો આ પ્રકારના 'ગુડ મૉર્નિંગ' વાળા સંદેશ એકબીજાને મોકલે છે. આ મેસેજ ટેક્સ્ટ, વીડિયો, ઑડિયો અને GIFના ફૉર્મેટમાં હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેનાથી પરિસ્થિતિ એવી સર્જાય છે જાણે ઇન્ટરનેટ પર ટ્રાફીક જામ થઈ ગયો હોય.

પરંતુ ભારતીયો ગુડ મૉર્નિંગના મેસેજીસ કેમ મોકલે છે?

'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'માં પ્રકાશિત રિપૉર્ટના આધારે છેલ્લા 10 વર્ષમાં ગૂગલમાં 'ગુડ મૉર્નિંગ' વાળી તસવીરોની શોધમાં 10 ગણો વધારો નોંધાયો છે.

એવું શા માટે કરે છે ભારતીયો?

સંશોધકોનું માનવું છે કે સ્માર્ટફોનની પહોંચ અને સોશિયલ મીડિયાની સારી જાણકારી ન હોવી આ વાતનું મોટું કારણ છે.

આજના સમયમાં દરેક તબક્કા અને દરેક ઉંમરની વ્યક્તિ પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ડેટા છે.

એવા લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે કે જેઓ પહેલી વખત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

કદાચ તેમને એ વાતની ખબર હોતી નથી કે તેમના આ પ્રકારના મેસેજના કારણે અન્ય લોકોને પરેશાની થઈ શકે છે.

ટ્વિટર અને ફેસબુક પર આ રિપોર્ટ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે.

સત્યમે ટ્વીટ કર્યું, "હું સમજી શકું છું. મારા ઘરમાં ઘણાં લોકો છે કે જેમણે હાલ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખ્યું છે."

કૉલેજમાં અભ્યાસ કરતાં નંદિતાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "મારા ફેમિલી વૉટ્સએપ ગૃપ પર દરરોજ આ પ્રકારના મેસેજ આવે છે. મુશ્કેલી તો ત્યારે આવે છે જ્યારે જવાબ ન આપી શકવા પર સંબંધીઓ નારાજ થઈ જાય છે."

25 વર્ષીય આકાંક્ષાનો અનુભવ પણ કંઈક આવો જ છે.

તેમણે કહ્યું, "મેં તો બધા જ ગૃપને મ્યૂટ રાખી દીધા છે અને તસવીરો ડાઉનલોડ કર્યા વગર હું તેમને ડિલીટ કરી દઉં છું. ફોનમાં બિનજરૂરી તસવીરોથી હું પરેશાન થઈ જઉં છું."

એક આઈટી કંપનીમાં કામ કરતા જય હસીને કહે છે કે લોકોએ એટલું તો સમજવું જોઈએ કે તેમના આ મેસેજીસથી લોકોને કેટલી અગવડ પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો