You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટૂંક સમયમાં વૉટ્સઍપમાં આવશે પરિવર્તન!
તમે વિચારતા હશો કે જો તમે તમારા ધોબીને વૉટ્સઍપ પર મેસેજ કરીને પૂછી શકો કેકપડાં ઇસ્ત્રી થઈ ગયા કે નહી? અને જો તરતજ જવાબ પણ મળી જાય તો કેવું સારું લાગે?
અથવા તો તમે એક નાના વ્યવસાયી છો અને ઇચ્છો છો કે તમારા બધા ગ્રાહકોની માગણીઓ તરત અને સરળતાથી તમને વૉટ્સઍપ પર મળે અને આપ એને સરળતાથી જવાબ પણ આપી શકો.
આવી નાની નાની જરૂરિયાતોને ધ્યાને લઈને વૉટ્સઍપે નાના વેપારીઓ માટે એક નવું વોટ્સએપ બિઝનેસ લૉન્ચ કર્યું છે.
કારોબારી આમાં પોતાનું એકાઉન્ટ બનાવી શકે છે અને સાથે પોતાના વેપારનો વ્યાપ પણ વધારી શકે છે.
સાથે સાથે તેઓ ગ્રાહકો સાથે સીધી વાતચીત પણ કરી શકે છે અને લોકો આ માધ્યમ દ્વારા ઓર્ડર પણ આપી શકે છે.
વૉટ્સઍપનું આ ફીચર અધિકારીક રૂપે અમેરિકા, બ્રિટન, ઇટાલી, ઇન્ડોનેશિયા અને મેક્સિકો માટે લૉન્ચ કરવામાં આવ્યું છે.
આવનારા સપ્તાહોમાં વૉટ્સઍપ પર આ નવું ફીચર ભારત માટે પણ ઉપલબ્ધ થઈ જશે.
આ નવું વૉટ્સઍપ ઍન્ડ્રોઇડ ફોન પર ડાઉનલોડ કરી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કરે છે એપ?
આ ઍપમાં અનેક પ્રકારની સુવિધાઓ છે જેના દ્વારા તમે તમારા બિઝનેસને નવી ઓળખ આપી શકો છો.
તમને આ પણ વાંચવું ગમશે
આ વિશે અમે તમને અહીં વિસ્તૃતે માહિતગાર કરીએ છીએ.
- બિઝનેસ પ્રોફાઈલ : તમે તમારા ખાતાની બિઝનેસની વિગતો આપી શકો છો જેમ કે ઈ-મેલ આઈડી, સ્ટોરનું સરનામું અને વેબસાઇટ અથવા માત્ર ફોન નંબર.
- મેસેજિંગ ટૂલ્સ : આમાં ઑટોમૅટિક મેસેજ મોકલવા માટે પણ વિકલ્પ છે જેમાંથી સામાન્ય પ્રશ્નોના જવાબોને ઝડપભેર આપી શકાય છે. તહેવારો અથવા ખાસ અવસરો પર ગ્રાહકોને આપોઆપ મેસેજ મોકલી શકાય છે.
- મેસેજ સ્ટેટેસ્ટિક્સ : કેટલા મેસેજીસ વંચાયા છે અને તેનું પરફોર્મન્સ કેવું રહ્યું છે તે વિશે પણ આ બાબતે સ્ટેસ્ટિકસ મળી રહે છે.
- વૉટ્સઍપ વેબ : સામાન્ય વૉટ્સઍપની જેમ તમે વૉટ્સઍપ બિઝનેસને પણ તમારા ડેસ્કટોપ કમ્પ્યુટર પર ઉપયોગ કરી શકો છો.
- વેરિફાઈડ એકાઉન્ટ : થોડા સમય પછી તમે ફેસબુક અને ટ્વિટરની બ્લ્યુ ટિક જેવી તમારા વ્યવસાયની વિશ્વસનીયતા કરવા માટે ગ્રીન ચેક માર્ક પણ મેળવી શકો છો.
- ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, આ એપની શ્રેષ્ઠ વાત એ છે કે ગ્રાહકોને કોઈ અલગ ઍપપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તે તેના સામાન્ય વૉટ્સઍપ એકાઉન્ટથી જ કોઈ વૉટ્સઍપ બિઝનેસ એકાઉન્ટ પર કોન્ટૅક્ટ કરી શકે છે. જો કોઈ બિઝનેસની વિગતો ગ્રાહકના મોબાઇલ પર સંગ્રહિત કરવામાં ન આવી હોય તો ગ્રાહકને તે બિઝનેસનો નંબર નથી દેખાતો પરંતુ તેના બદલે તેને બિઝનેસનું નામ દેખાય છે.
એપ પર ઉઠ્યા પ્રશ્નો
આ ઍપ્લિકેશનથી કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે.
ટેક ક્રન્ચ વેબસાઇટ સાથે ગયા વર્ષે વૉટ્સઍપે એ વાતની પુષ્ટિ કરી હતી કે વ્યવસાયીઓ માત્ર તે લોકો સુધી જ પહોંચી શકે છે જે લોકોને તેઓએ પોતાનો નંબર આપ્યો હોય અને જે વ્યવસાયી ઈચ્છે કે માત્ર થોડા લોકો જ એમનો સંપર્ક કરે.
એપ સંદર્ભે આવેલા અલગ અલગ રીવ્યૂ આ પ્રકારના છે અમેરિકામાં કેટલાક વેપારીઓની ફરિયાદ છે કે એકાઉન્ટ બનાવવા માટે ફક્ત નંબરની જરૂર છે નહીં કે સલામત ઈ-મેલ આઇડી અથવા પાસવર્ડ કી ની.
તેમ છતાં, ઇન્ડોનેશિયા અને મેક્સિકોથી કેટલાક સકારાત્મક પ્રતિભાવો મળ્યા છે. હાલ તો આ એપ બિઝનેસ માટે મફત છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઇડેએ જણાવ્યું હતું કે, "અમે ભવિષ્યમાં આ એપ માટે નાણાં કે ચુકવણું વસુલ કરી શકીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો