You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિયલ: 'વિરોધ કરનારાંઓ એ તો ટિકિટો બુક કરાવી લીધી છે'
સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત ફિલ્મ પદ્માવાત પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી.
ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે જ્યારે સીબીએફસીએ ફિલ્મ રજૂ કરવા માટેનું પ્રમાણપત્ર આપી દીધું છે, ત્યારે તેને રજૂ થવા દેવામાં આવે.
લોકોએ સોશ્યિલ મીડિયા પર આ અંગે શું કહ્યું?
ટ્વિટર યૂઝર અમરૂદ આદમીએ લખ્યું, "કરણી સેના દ્વારા ફિલ્મ 'પદ્માવત'ના વિરોધનું કારણ એ છે કે તેને ઇતિહાસનો એ ભાગ ગમ્યો નથી.
"જેમાં ઇબ્રાહિમ લોધીએ રાજપૂતોને હરાવ્યા હતા. તેઓ આ ઇતિહાસને દફનાવવા ઇચ્છે છે. તે ફક્ત બહાના બનાવી રહ્યા છે."
અર્પિત લોક મિશ્રા કહે છે, "અત્યાર સુધી વાત લાગણીઓની હતી, પરંતુ હવે વાત જિદ્દની છે."
ટ્વિટર યૂઝર વિજય સિંહ યાદવે આ અંગે તેમની પ્રતિક્રિયા જણાવી અને લખ્યું, "હરિયાણામાં ત્રણ દિવસની અંદર પાંચ દુષ્કર્મની ઘટના થઈ ચૂકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેમાં ચાર સગીર છોકરીઓ, વધુમાં ત્રણ વર્ષની બાળકી પણ છે. હરિયાણાની ભાજપ સરકારનું ધ્યાન #Padmaavat પર પ્રતિબંધ મુકવાનું વધારે છે."
ચિન્મય રાજન સામાએ આ અંગે ટ્વિટ કરીને લખ્યું, "આ દિવસની સૌથી ઉત્તમ ખબર છે.
"આ ચુકાદાએ લોકશાહીમાં આપણો વિશ્વાસ પુન: સ્થાપિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા ફિલ્મ પદ્માવતની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.
"વધુમાં અદાલતે અન્ય રાજ્યોને સમાન પ્રકારના આદેશો આપતા અટકાવ્યાં છે."
અંકિત #officialએ લખ્યું, "મારો વિશ્વાસ કરો, પદ્માવતીનાં વિરોધ કરનારાં લોકો પહેલાં જ તેમની ટિકિટો બુક કરાવી લીધી છે."
ટ્વિટર યૂઝર વિવેક તિવારી #HMP લન્ડન અધ્યક્ષે ટ્વીટમાં લખ્યું છે, "હું ફિલ્મ પર પ્રતિબંધની માગણી કરનારાં લોકોને એક સરળ પ્રશ્ન પૂછવા માંગુ છું:
"તમે રાણી અને તેમની બહાદુરીની યાદોને બચાવવા માટે શું કર્યું છે? તેમનો કિલ્લો જીર્ણ-શીર્ણ અવસ્થામાં છે. તેના પર એક નજર કરો.
"એમ કરવાથી વધારે ઉપયોગી થશે, પરંતુ કોઈને પણ આમાં રસ નથી કારણ કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વધારે મહત્વપૂર્ણ છે."
જયંત દાસે કહ્યું, "મને આંચકો લાગ્યો છે. જો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા આ ફિલ્મની રિલિઝના કારણે કોઈને ઈજા પહોંચે તો જનતાની જવાબદારી કોણ લેશે?
"એક ભારતીય નાગરિક થવાથી, હું આ નિર્ણયથી અસંમત છું."
વધુમાં બ્રોડ વિટે લખ્યું, "દુર્ભાગ્યે સંજય લીલા ભણસાળીની (SLB) વાર્તાઓ, દંતકથાઓ અને ઇતિહાસને વેરવિખેર કરવા માટે કુખ્યાત છે.
"તે દુઃખની વાત છે કે SLBના કારણે, 'પદ્મવત' ફિલ્મ લોકોમાં વધુ અશાંતિ ઊભી કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો