પદ્માવત ફિલ્મ તમામ રાજ્યોમાં થશે રિલીઝ : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, VIACOM18 MOTION PICTURES
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ સામેના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
કોર્ટે ફિલ્મ સાથે જોડાયેલી બધી જ અરજીઓને ફગાવી દીધી છે. જેથી ફિલ્મ હવે દેશભરમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
કોર્ટે કહ્યું કે હિંસક તત્વોને પ્રોત્સાહન ના આપી શકાય, કાયદો વ્યવસ્થા જાળવવી રાજ્યોની જવાબદારી છે.
જોકે, આ પહેલાં ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાના પ્રમુખે કહ્યું હતું કે અમે અમારી વાત લઈને જનતાની અદાલતમાં જઈશું.
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા અન્ય રાજ્યોમાં ફિલ્મ સામે વિરોધ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો આ વિરોધ હિંસક બન્યો હતો.
કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારોએ ફિલ્મની રિલીઝને રોકવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
આ પહેલાં સુપ્રિમ કોર્ટે 18 જાન્યુઆરીએ ફિલ્મને રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો જેની સામે બંને રાજ્યોએ પુનઃવિચારણાની અરજી કરી હતી.
હવે કોર્ટના આદેશ બાદ તમામ રાજ્યોમાં ફિલ્મ 'પદ્માવત'ના રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












