You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રકાશ આંબેડકર : ચૂંટણીમાં જિગ્નેશ ઝીરો હતો, અમારા કારણે જીત્યો
ભારતીય રીપબ્લકન પક્ષ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરી છે.
આંબેડકરનું કહે છે કે જો જિગ્નેશ હવામાં નહીં ઊડે તો તેઓ ચોક્કસપણે ભવિષ્યના નેતા છે. નહીંતર હવામાં ઊડી જશે.
તેમનું કહેવું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી ઝીરો હતા અને તેમના કારણે વિજય થયો છે.
ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશે દાવો કર્યો હતો કે, તેમના ત્રણ હજાર કાર્યકરોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન છ મહિના મહેનત કરી હતી.
જોકે, કોંગ્રેસે લડત ન આપી, અન્યથા ભાજપનો પરાજય થયો હોત.
તમને આ પણ વાંચવું ગમશે
મંગળવારે ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નવી દિલ્હીની પાર્લમેન્ટ સ્ટ્રીટમાં 'યુવા હુંકાર રેલી' સંબોધી હતી.
જેમાં તેમણે પૂછ્યું હતું, "મારા એક હાથમાં 'બંધારણ' છે અને એક હાથમાં 'મનુ સ્મૃતિ' છે. આપને શું જોઇએ છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિગ્નેશ ઝીરો હતો
ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરના કહેવા પ્રમાણે, "ગુજરાત ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી ઝીરો હતા. તેમને અમે જીતાડ્યા.
મારા જેવા ત્રણ હજાર કાર્યકરોએ ગુજરાત ચૂંટણીના છ મહિના અગાઉ કામ કર્યું હતું. જેઓ સંઘ કે ભાજપ નહીં પરંતુ મોદીની કાર્યશૈલીના વિરોધી હતા.
તેમાંથી 90 ટકા લોકો કોઈ પક્ષ સાથે સંકળાયેલા ન હતા. કોંગ્રેસે બરાબર રીતે ગુજરાતની ચૂંટણી લડી ન હતી. જો લડી હોત તો ભાજપને માંડ 70 બેઠકો આવી હોત."
...તો જિગ્નેશ ભવિષ્યના નેતા
અખબારવાળાઓ જે કહે તે કહે. જો કોઈએ નેતા બનવું હોય તો વિચારધારાથી મજબૂત બનવું.
હવામાં ઊડતા અનેક નેતા આવ્યા અને જતા રહ્યા. મારી આશા છે કે, તેઓ હવામાં ન ઉડે. તેમની સાથે વાત કરીને જમીન સાથે ગ્રાઉન્ડ કરી શકાય.
જો સફળ થઈશું તો તેઓ ચોક્કસપણે ભવિષ્યના નેતા છે અને જો સફળ નહીં થઈએ તો તે પણ હવામાં ઊડી જશે.
આંબેડકરના કહેવા પ્રમાણે, "જો કોઈએ નેતા બનવું હોય તો વિચારધારા અને જમીન સાથે જોડાઈને મજબૂત બનવું પડે.
"મારી આશા છે કે તેઓ હવામાં ન ઊડે. અમે તેમની સાથે વાત કરીને જમીન પર લાવવા પ્રયાસ કરીશું. "જો સફળ થઈશું તો તેઓ ચોક્કસપણે ભવિષ્યના નેતા છે.
"જો સફળ નહીં થઈએ તો જિગ્નેશ પણ હવામાં ઊડી જશે. અનેક નેતા હવા આવ્યા અને ગયા.
"જિગ્નેશ કોરી પાટી છે. જો તેની ઉપર કંઇક 'આડું અવળું' લખશે, તેના આધારે લોકો તેની સાથે આવશે. આડઅવળી વાતો કરશે તો લોકો તેની સાથે નહીં આવે.
"મેવાણી રાજકારણમાં તાજો ચહેરો છે, તેની સામે કોઈ 'કિંતું, પરંતુ' નથી."
રાજકીય અનામત સમાપ્ત થાય
પ્રકાશ આંબેકરે ગુજરાત ચૂંટણી દરમિયાન બીબીસી સાથે વાત કરી હતી. જેમાં તેમણે ચૂંટણીમાં અનામત વ્યવસ્થાને નાબૂદ કરી દેવાની હિમાયત કરી હતી.
આંબેડકરના કહેવા પ્રમાણે, "અત્યારે દલિતો માટે અનામત બેઠકો છે. જે ઉમેદવારો ચૂંટાય છે, તે તેમના પક્ષને વફાદાર રહે છે.
"આ ઉમેદવારો પક્ષના ગુલામો છે. તેઓ દલિતો માટે કામ કરતા નથી. આથી હું માનું છું કે આ રાજકીય અનામત વ્યવસ્થા દૂર કરવી જોઇએ.
"જો આમ થશે, તો દલિતો, કોમન મુદ્દાઓ પર હાંસિયામાં ધકેલાયેલા વર્ગો સાથે હાથ મિલાવશે અને એક નવો મોરચો ખોલશે.
"આ મોરચો જ્ઞાતિ કે વર્ગના આધારે નહીં પણ મુદ્દા આધારિત રાજનીતિ કરશે. દેશમાં આંદોલનો પણ મુદ્દા આધારિત થશે."
પ્રકાશ આંબેડકરના આ નિવેદનો મામલે પ્રતિક્રિયા માટે જિગ્નેશ મેવાણી અને તેમના સાથીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમની પ્રતિક્રિયા મળ્યા બાદ અહીં જણાવવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો