'મોદી મશરૂમ ખાઇને ગોરા થયા તો માઇકલને ફૂડ પોઇઝનિંગ થયું હશે.'

ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણી માટે ગુરુવારે મતદાન થઈ રહ્યું છે, પણ અંતિમ દિવસે પણ સોશિઅલ મીડિયામાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે.

મોદી ગોરા થવા માટે તાઇવાનના મશરૂમ ખાય છે એવા કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરના દાવાથી બીજા દિવસે પણ સોશિઅલ મીડિયા પર ચર્ચામાં રહ્યું.

અલ્પેશના નિવેદનના બીજા દિવસે ટ્વિટર પર #MashroomEffect ટ્રેન્ડમાં રહ્યો હતો.

પિયુષ શાહીએ લખ્યું, 'રોહિત શર્મા પહેલા શૂન્ય પર આઉટ થઈ જતા ત્યારબાદ મોદીએ તેમને 80 હજારવાળા મશરૂમ અંગે જણાવ્યું.'

આપને આ વાંચવું ગમશે :

એ બાદ શું થયું?

યોગેશ સાધુ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે

'કેટલાકને એવું લાગે છે કે રોહિત શર્મા આજે મશરૂમ ખાઈને બેટિંગ કરવા આવ્યો હતો. '

લક્ષ્મી નામનાં ટ્વિટર યુઝરે લખ્યું, 'જો મોદી મશરૂમ ખાઈને ગોરા થયા હોય,

તો માઇકલ જેકસનને તો ચોક્કસથી મશરૂમનું ફૂડ પોઇઝનિંગ થયું હશે.'

@rolf_gandhi નામના એકાઉન્ટ પરથી ટ્વીટ કરાયું

'ખાવ તાઇવાનનું, તેલ લગાવો ડાબરનું અને નામ ભૂંસી નાખો બાબરનું.'

@ હિંગળાજદાન ચારણના ટ્વિટર હેન્ડલ પરથી ઓબામાની ફોટોશોપ્ડ તસવીર ટ્વીટ કરવામાં આવી.

@prakash_baagi હેન્ડલ પરથી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની બે તસવીરો પોસ્ટ કરવામાં આવી.

@gabbar_nn નામના હેન્ડલ પરથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહને પૂછવામાં આવ્યું,

@NilinBDas નામના એકાઉન્ટ પરથી પૂછાયું, 'આઇફોન એક્સ અને આયાતી મશરૂમમાંથી શું ખરીદું? '

ગિતાંજલી_ડી.એસના હેન્ડલ પરથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની બે તસવીરો પોસ્ટ કરવામાં આવી.

પ્રિતેશ સોલંકીએ લખ્યું, 'નોકરી છોડો અને મશરૂમની ખેતી કરો. લોકોને ગોરા કરીને પૈસા કમાવો.'

ધર્મેન્દ્ર પંચકારે લખ્યું, 'પહેલા વડા પ્રધાનના સ્વિસ બેંકના આંકડાઓ આવતા હતા કે કેટલા જમા કરાયા છે.

આજકાલ વડા પ્રધાને શું ખાધું છે એની વાત કરવામાં આવે છે.'

સત્યમ બર્નાવલે અલ્પેશ ઠાકોરની બે તસવીર પોસ્ટ કરીને પૂછ્યું, 'અલ્પેશે કયા મશરૂમ ખાધાં છે?'

વિષ્ણુ મહેતાએ અલ્પેશના નિવેદનને 'જુમલો' ગણાવતાં લખ્યું કે

શું મશરૂમ ખાવાથી ગોરા થવાય?

મશરૂમ ખાવાથી ગોરા થવાય કે નહીં, એ જાણવા બીબીસી ન્યૂઝ ગુજરાતીએ અમદાવાદમાં રહેતા ડાયટિશિયન કોમલ પટેલ સાથે વાત કરી.

કોમલ પટેલ કહે છે, "મશરૂમ ખાવાથી ત્વચા ગોરી થાય છે તેવું ન કહી શકાય. મશરૂમમાં ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે.

"જેની સાથે અમુક ખોરાક લેવાય અને ચોક્કસ દિનચર્યા પળાય તો ત્વચાને ફાયદો થાય.

"મશરૂમ ત્વચા માટે ફાયદાકારક છે, પરંતુ તેના કારણે ત્વચા ગોરી થાય તેવું તારણ આપી ન શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો