You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોહિત શર્માની વિરાટ ડબલ સૅન્ચુરી
ધર્મશાળા વનડેની માઠી યાદોને ભૂલીને ભારતીય બૅટ્સમૅને મોહાલી ખાતેની મેચમાં શ્રીલંકા સામે જબદરસ્ત પર્ફૉર્મ કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેઓ સૌથી વધુ બેવડી સદી ફટકારનારા બૅટ્સમૅન બની ગયા છે.
રોહિતે 151 બૉલમાં બેવડી સદી ફટકારી હતી. તેઓ 208 રન પર અણનમ રહ્યા. પોતાની મૅરેથૉન ઇનિંગમાં રોહિતે 13 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.
રોહિતે સમય પ્રમાણે, પોતાની ઇનિંગની ગતિ બદલી હતી. રોહિતે પહેલી સદી ફટકારવા માટે 115 બૉલ રમ્યા હતા, જ્યારે વધુ 100 રન માત્ર 36 બૉલમાં ફટકાર્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
વન ડેમાં સૌથી મોટો સ્કોર રોહિતના નામે
રોહિત શર્માએ આ પહેલા બે વખત વન ડેમાં સૌથી વધુ બેવડી સદીઓ ફટકારી છે. તેમના નામે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત રન સ્કોર કરવાનો રેકોર્ડ છે.
2014માં કોલકતાના ઇડન ગાર્ડન મેદાન ખાતે 264 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી.
એ પહેલા વર્ષ 2013માં રોહિતે બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે 209 રનની ઇનિંગ રમી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પહેલા વર્ષ 2013માં રોહિતે બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે 209 રનની ઇનિંગ રમી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી મેચ મોહાલી ખાતે રમાઈ રહી છે.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. બીજી ઇન્ટરનેશનલ વન ડે રમી રહેલા શ્રેયર ઐય્યરે 70 બૉલમાં 88 રન ફટકાર્યા હતા.
બંને બૅટ્સમૅને બીજી વિકેટ માટે 213 રનની પાર્ટનરશિપ કરી હતી. ઉપરાંત શિખર ધવને પણ 68 રન નોંધાવ્યાં હતાં.
ભારતના ઓપનિંગ બૅટ્સમૅને સંયમપૂર્વક ઇનિંગની શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શિખર ધવને 115 રનની ભાગીદારી નોંધાવી હતી.
ચાલુ વર્ષે ભારતના ઓપનિંગ બેટ્સમૅને નવમી વખત સૅન્ચુરીની પાર્ટનરશિપ કરી હતી. ચાલુ વર્ષે અન્ય કોઈ પણ ટીમના ઑપનર્સ ત્રણથી વધુ શતકીય પાર્ટનરશિપ કરી શક્યા ન હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો