You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિટકૉઇન કેવી રીતે મેળવવા અને ખર્ચવા એ જાણો છો?
વર્ચ્યુઅલ કરન્સી બિટકૉઇનનો પરપોટો ફૂટવાની તૈયારીમાં હોવાની ચેતવણી છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણીવાર આપવામાં આવી છે, પણ બિટકૉઇનની કિંમત સતત વધી રહી છે.
ગત એક અઠવાડિયામાં બિટકૉઇનના ભાવ બમણા થયા છે. એક વર્ષ પહેલા બિટકૉઇનનો ભાવ 753 ડોલર પર હતો. એ હવે 16 હજાર ડોલર એટલે કે લગભગ સાડા દસ લાખ રૂપિયા થયો છે.
તેનો મતલબ એ છે કે બિટકૉઇનના ભાવમાં 2100 ટકાનો ઉછાળો નોંધાયો છે અને હજુ વધારો થવાની શક્યતા છે.
બિટકૉઇનના વધતા ભાવને પગલે તેમાં લોકોનો રસ પણ ખૂબ વધી રહ્યો છે.
જોકે, ઘણા લોકોને ખબર નથી કે બિટકૉઇન શું છે અને તેમાંથી લોકો કેવી રીતે કમાણી કરી રહ્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
શું છે બિટકૉઇન?
બિટકૉઇન કમ્પ્યૂટર કોડથી બનેલી ડિજિટલ કરન્સી કે વર્ચ્યુઅલ કરન્સી છે. લોકો તેને ઓનલાઇન કેશ તરીકે પણ ઓળખે છે.
એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બિટકૉઇન એક કમ્પ્યુટર ફાઇલ છે, તેનો સંબંધ કોઈ બેંક કે સરકાર સાથે નથી. આ મુદ્રા કોઈ બેંકે બહાર પાડી ન હોવાથી તેના પર કોઈ ટેક્સ લાગુ નથી થતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિટકૉઇન ગુપ્ત કરન્સી છે અને તેને સરકારથી છૂપાવીને રાખી શકાય છે.
બિટકૉઇનની મદદથી તમે સામાન કે સર્વિસ માટે ચૂકવણી કરી શકો છો.
જોકે, બિટકોઈન બહુ ઓછી બાબતો માટે વાપરી શકાય છે. કેટલાક દેશોમાં તો બિટકૉઇનનો વપરાશ પ્રતિબંધિત છે.
કેવી રીતે કરશો બિટકૉઇનનો ઉપયોગ?
તમે ટેક્નોલૉજીને સારી રીતે સમજી શકતા ન તો પણ તમે બિટકૉઇનનો ઉપયોગ કરી શકો છો.
એક નવા ઉપયોગકર્તા તરીકે બિટકૉઇનને તમારા કમ્પ્યૂટર કે મોબાઇલ ફોન પર બિટકૉઇન વૉલેટ ઍપ્લિકેશન મારફત ઇન્સ્ટૉલ કરી શકો છો.
તમે તમારા મિત્રોને પણ વૉલેટના માધ્યમથી બિટકૉઇન મોકલી શકો છો અથવા તમારા મિત્ર પાસેથી એ મેળવી શકો છો. લેવડદેવડની તમામ વિગત 'બ્લોક ચેઇન'માં નોંધાય છે.
બ્લોક ચેઇન એક ડેટાબેઝ સિસ્ટમ છે અને તેમાં તમામ વિગતની નોંધવામાં આવે છે.
પૈસાની લેવડદેવડ માટે બેંકની જરૂર નથી રહેતી. બિટકૉઇનના બધા જ વપરાશકારો બ્લૉક ચેઇનથી જોડાયેલા હોય છે.
આ કરંસી માત્ર કોડમાં જ રહે છે, જેથી તેને જપ્ત પણ નથી કરી શકાતી અને તેનો નાશ પણ નથી થતો.
કેવી રીતે મેળવશો બિટકૉઇન?
બિટકૉઇન ત્રણ રીતે મેળવી શકાય છે.
- પૈસા આપીને બિટકૉઇન ખરીદો.
- કોઈ સામાન વેંચી બિટકૉઇનના સ્વરૂપમાં પેમેન્ટ મેળવો.
- કમ્પ્યૂટરના માધ્યમથી બિટકૉઇન મેળવો.
- અત્યારસુધી ઐયરે કરેલી મોદી અંગે ટિપ્પણીઓ
- ચૂંટણી પ્રચારના અંતે વિકાસ 'ધાર્મિક' થઈ ગયો
કેવી રીતે બિટકૉઇન જનરેટ કરશો?
બિટકૉઇનને લોકો માઇનિંગ તરીકે પણ ઓળખે છે. કેમ કે, આ મુદ્રા સરકારે બહાર પાડેલી નથી.
બિટકૉઇનને જનરેટ કરવા માટે કમ્પ્યૂટરની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની કમ્પ્યૂટર સિસ્ટમ અન્ય લોકોને ટ્રેડિંગ માટે આપી શકે છે.
કેટલીક કમ્પ્યૂટર ટેકનિકનો ઉપયોગ કર્યા બાદ એક બ્લોક બને છે જેમાં વેચાણની માહિતી રેકોર્ડ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઇનામ તરીકે બિટકૉઇન મળી શકે છે.
વધુને વધુ લોકો બિટકોઈન મેળવવા માટે સુપરકમ્પ્યૂટર તૈયાર કરી રહ્યા છે અને મોટા કમ્પ્યુટર્સ વડે તેનું ધંધાદારી ધોરણે માઇનિંગ કરી રહ્યા છે.
જો તમે હાલ માઇનિંગ શરૂ કરો તો તમારે એક બિટકૉઇન મેળવવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડે એવું બની શકે.
તમારે એક બિટકૉઇન મેળવવા માટે બિટકૉનની કિંમત કરતા પણ વધારે નાણાં ચૂકવવાં પડે એવું પણ બને.
બિટકૉઇનની કિંમત
બિટકૉઇનથી સામાન અને સેવાની લેવડદેવડ કરી શકાય છે. રોકડના બદલામાં પણ બિટકૉઇન મેળવી શકાય છે.
બધી લેવડદેવડની નોંધ ચોક્કસરૂપે લેવાય છે, તે છતાં કોઈ વ્યક્તિ બિટકૉઇનના માલિક કે તેના અકાઉન્ટ નંબરની જાણકારી નથી મેળવી શકતી.
જાણકારી મેળવવા માટે તમારૂં પણ બિટકૉઇન માટે અકાઉન્ટ હોવું જરૂરી છે.
સુરક્ષા
બધી લેવડ-દેવડનો રેકોર્ડ હોય છે, તેથી બિટકૉઇનની ચોરી કે ડુપ્લિકેશનનું જોખમ નહીવત છે.
જોકે, બિટકૉઇન જેમાં સ્ટોર કરવામાં આવ્યા હતા એ ઇલેક્ટ્રોનિક પર્સ ગૂમ થયાની કે ભૂલથી ડિલિટ થઈ ગયાની એક ઘટના બની હતી.
બિટકૉઇન રાખતી વેબસાઇટ હેક પણ થઈ શકે છે. 2009માં શરૂઆત બાદ બિટકૉઇનના ભાવમાં સતત વધારોઘટાડો થતો જોવા મળ્યો છે. એ કારણે તેમાં જોખમ વધી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો