You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિટકૉઇનનું રોકાણ ભારતમાં કેટલું સલામત?
ડિજિટલ કરન્સી બિટકૉઇનનું ચલણ વિશ્વમાં વધી રહ્યું છે. તેમાં આવેલા ઉછાળાથી વૈશ્વિક બજારમાં તેની અસર જોવા મળી છે.
બિટકૉઇન અંગે ભારતની પ્રતિક્રિયા પર બીબીસી સંવાદદાતા ડેવિના ગુપ્તાનો ખાસ અહેવાલ.
ઘણા દેશોએ બિટકૉઇનના ચલણને આવકાર્યું છે. પણ કેટલીક ઊભરતી અર્થવ્યવસ્થાઓ બિટકૉઇનના પ્રવાહ અને તેની થીયરીને સમજવાનો માર્ગ શોધી રહ્યા છે.
ચીનની સેન્ટ્રલ બેંકે દેશમાં બિટકૉઇનના વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે.
તમને આ પણ વાંચવું ગમશે
ભારત સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે બિટકૉઇન દેશનું સત્તાવાર ચલણી નાણું નથી.
પણ બિટકૉઇનના ટ્રેડિંગ અંગે ભારત પાસે કોઈ માર્ગદર્શિકા જ નથી.
આ માટે કોઈ ચોક્કસ કાનૂની માળખું નહીં હોવાથી બિટકૉઇનના 'ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ' મુક્તપણે કાર્ય કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી, આ કારણે ભારતીય રિઝર્વ બેંક પણ ચિંતાતુર છે.
આ સપ્તાહમાં રિઝર્વ બેંકે બિટકૉઇન અંગે તેની ત્રીજી ચેતવણી જાહેર કરી છે.
જેમાં બેંક દ્વારા બિટકૉઇન સહિતની ડિજિટલ કરન્સીના વપરાશકર્તા, ધારણકર્તા અને તેનો વેપાર કરનારાઓને આર્થિક, નાણાકીય, 'ઑપરેશનલ' અને કાનૂની સંબંધિત ગ્રાહક સુરક્ષા સહિતની સલામતી મામલેનું જોખમ હોવાનું કહેવાયું છે.
શું રિઝર્વ બેંકની ચેતવણીને કોઈ ગંભીરતાથી લઈ રહ્યું છે?
નિષ્ણાતોનો દાવો છે કે ભારતમાં માંગની સામે સપ્લાય ઓછો હોવાથી દેશમાં બિટકૉઇનના ભાવમાં ઉછાળો આવ્યો છે.
અને આ જ કારણોસર આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ભારતમાં બિટકૉઇનના ભાવમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
હાલ એકંદરે બિટકૉઇનનું ઓનલાઈન ટ્રેડિંગ કરતા 11 ભારતીય પ્લેટફોર્મ છે.
જેમાં યુનોકોઈન, ઝેબપે, કોઈનસિક્યોર, બિટકૉઇન એટીએમનો સમાવેશ શાય છે.
જેના દાવા મુજબ કોઈ પણ સમયે 30,000થી વધુ ગ્રાહકો સક્રિયપણે બિટકૉઇનનું ટ્રેડિંગ કરતા હોય છે.
માત્ર એક ક્લિકથી કોઈપણ રોકાણકાર તેનું ખાતું ખોલાવી શકે છે.
ખાતું ખોલાવીને તે નક્કી કરી શકે છે કે તેણે બિટકૉઇન કે તેનો એક ભાગ ખરીદીને વેપાર કરવો છે કે કેમ.
બિટકૉઇન બેંક કરતાં વધારે સુરક્ષિત છે?
ડિરો લેબ્સના સહ-સ્થાપક વિશાલ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું, "બિટકૉઇનને સુરક્ષિત રાખવાનું કોઈ માળખું નથી આથી હાલ લોકો માત્ર તેની પ્રિન્ટ-આઉટ લઈને તેને લૉકરમાં રાખે છે."
"પણ સરકાર એક વૈશ્વિક વૉલેટની રજિસ્ટ્રી બનાવી શકે છે. આનાથી સરકારને કોણ બિટકૉઇનની લે-વેચ કરે છે અને ક્યાંથી કરે છે તેના અંગે જાણકારી મળી શકે છે."
"જો મારા બિટકૉઇન ચોરાઈ જાય છે તો આ વૉલેટથી તેનું પગેરું પણ મેળવી શકાય છે."
પણ શું આ ફક્ત ચેતવણીથી કામ ચલાવી લેવાનો સમય છે?
બિટકૉઇનની લોકપ્રિયતાને પગલે અન્ય ડિજિટલ કરન્સી જેવી કે ઈથીરિઅમ અને લાઈટકૉઇન પણ ભારતીય રોકાણકોરાને આકર્ષી રહ્યા છે.
શુંસરકારે આ મામલે સ્પષ્ટ નીતિ બનાવવાનો સમય પાકી ગયો છે?
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે બીબીસીને જણાવ્યું, "આ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યા છે અને તેમાં પ્રગતિદાયક પગલાં પણ લેવાયા છે."
" ટેક્નૉલોજિ હંમેશા સરકારથી આગળ ચાલતી હોય છે અને આ મોટો વિક્ષેપ સર્જતી હોય છે."
"તેની ઝડપ સાથે લય જાળવવો મહત્વનું છે અને તેના નિયમનમાં પણ ફેરફારો કરવા પણ એટલું જ મહત્વનું છે."
"આ મુદ્દે નાણાં મંત્રાલયે ચર્ચા કરવી પડશે. આ બાબતે પગલાં લેવા માટે અન્ય મંત્રાલયો વચ્ચે આંતરિક ચર્ચા વિચારણાઓ પણ કરવી પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો