You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પગપાળા અજમેર જઈ હાર્દિક માટેની માનતા પૂર્ણ કરશે એક મુસ્લિમ
'સંદેશ'ના અહેવાલ પ્રમાણે, પાસ કન્વીનર હાર્દિક પટેલની સરકારે રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં બંધ કરી દીધા હતા.
સુરતમાં હજીરા રોડ કવાસ ગામમાં રહેતા મોહમ્મદભાઈ હુસેનભાઈ શેખે હાર્દિકની જેલમુક્તિ માટે પગપાળા સુરતથી અજમેર શરીફ જવાની માનતા રાખી હતી.
વ્યવસાયે બસ ડ્રાઇવર મોહમ્મદભાઈ હાર્દિક પટેલની જેલમુક્તિ પર માનતા પૂર્ણ કરવા એકલા પગપાળા અજમેર જવા નીકળ્યા છે.
માનતા પૂર્ણ કરવા એક મહિનાની રજા લઈને નીકળેલા મોહમ્મદભાઈ આશરે 20થી 22 દિવસ પગપાળા ચાલીને અજમેર શરીફ પહોંચશે.
તમને આ પણ વાંચવું ગમશે
ચૂંટણી ઢંઢેરાના અણસાર નહીં
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે જૂજ દિવસો બાકી રહ્યાં છે. તેમ છતાં ભાજપા અને કોંગ્રેસ તેમના ચૂંટણી ઢંઢેરાને જનતા સમક્ષ મુકવામાં મોડું કરી રહ્યાં છે.
અગાઉની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રથમ તબક્કાના 13 ડિસેમ્બરના રોજ થનારા મતદાનના 10 દિવસ પહેલાં પોતાનો મૅનિફેસ્ટો(ચૂંટણી ઢંઢેરો) સંકલ્પપત્રના સ્વરૂપે જાહેર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે કોંગ્રેસે તો બીજા જ દિવસે જાહેર કર્યો હતો. આ વખતે કોંગ્રેસ પોતાનો મૅનિફેસ્ટો 5મી ડિસેમ્બર સુધીમાં જાહેર કરશે જ્યારે ભાજપ તરફથી કોઈ દિવસ નક્કી થયો હોવાની જાણકારી મળી નથી.
ઓખીવાવાઝોડાથી તમિલનાડુ અને કેરળમાં આઠ લોકોનાં મૃત્યુ
'ગુજરાત સમાચાર'નાં અહેવાલ મુજબ, તમિલનાડુ અને કેરળમાં 'ઓખી' વાવાઝોડું ત્રાટક્યા બાદ ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું.
બંને રાજ્યામાં કુલ મળીને આઠ લોકોનાં મૃત્યુ થયા હતા. વાવાઝોડાના પગલે બંને રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાનું મુખ્ય કારણ બંગાળના ઉપસાગર પર ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનને માનવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો