You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીને રાહુલ ગાંધીના ત્રણ સવાલ
ગુજરાતની પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર અભિયાનના અંતિમ સપ્તાહમાં તમામ રાજકીય પાર્ટીઓએ તેમની બધી જ તાકાત લગાવી દીધી છે.
ગુરૂવારે હુલ ગાંધીએ ગુજરાતના બોટાદ, વલ્લભીપુર અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓમાં સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધીના ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેઓ બોટાદના ગોપીનાથ મંદિર પણ ગયા હતા.
રાહુલ ગાંધીના ભાષણમાં નર્મદાનાં પાણીના સવાલથી માંડીને નેનો પરિયોજના અને નોટબંધીની નિષ્ફળતા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, "નોટબંધીની સત્ય એ છે કે લક્ઝરી ગાડીઓમાં ફરનારા લોકોએ પોતાનું કાળું નાણું સફેદ કરી લીધું, લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી અને મહિલાઓ તેમની બચતના પૈસા ગુમાવ્યા છે."
તમને આ પણ વાંચવું ગમશે
સંસદના શિયાળુ સત્રને ટાળવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું, "મોદીજી સંસદમાં જય શાહ અંગે કોઈ ચર્ચા નથી કરવા માગતા. સંસદ સત્રને ટાળવાનું મુખ્ય કારણ એ જ છે અને બીજું કારણ રાફેલ ડીલ છે."
બોટાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, "ગુજરાતમાં નેનો પરિયોજના પર નરેન્દ્ર મોદીએ 33 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. ટાટા કંપનીને આપવા માટે ગરીબો પાસેથી વીજળી અને જમીન છીનવી લેવાયાં, છતાંય રસ્તા પર એક પણ નેનો કાર જોવા નથી મળતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોટાદમાં જ રાફેલ ડીલ પર કોંગ્રેસ ઉપાધ્યક્ષે ટિપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સામે આ ડીલ વિશે ત્રણ સવાલ પૂછ્યા અને ઉમેર્યું કે નરેન્દ્ર મોદી આ સવાલોના જવાબ નહીં આપે.
મોદી સમક્ષ રાહુલના ત્રણ સવાલ
- પહેલો સવાલ, મોદીજી જ્યારે તમે આ ડીલ રદ કરી તો તમારા નવા કોન્ટ્રેક્ટમાં વિમાનના ભાવ વધ્યાં કે ઓછા થયાં?
- બીજો સવાલ, તમે આ કોન્ટ્રેક્ટ જે ઉદ્યોગપતિને આપ્યો છે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય વિમાન નથી બનાવ્યાં. HAL કંપની 70 વર્ષથી વિમાન બનાવી રહી છે.
શું કારણ હતું કે, તમે HAL કંપની પાસેથી કોન્ટ્રેક્ટ છિનવી ઉદ્યોગપતિ મિત્રને આપી દીધો ?
- ત્રીજો સવાલ, ડિફેન્સના દરેક કોન્ટ્રેક્ટમાં કેબિનેટની સુરક્ષા કમિટી પાસેથી મંજૂરી લેવી પડે છે. આપણી સેના, વાયુ સેના અને નેવિ કંઈ પણ ખરીદે, પહેલા પરવાનગી લેવી પડે છે.
જ્યારે તમે હજારો કરોડનો આ કોન્ટ્રેક્ટ બદલ્યો, તો શું તમે તેની પરવાનગી લીધી હતી? જવાબ 'હા કે ના'માં આપો.
તમને આ પણ વાંચવું ગમશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં 9 અને 14 ડિસેમ્બરના રોજ યોજાવાની છે.
182 વિધાનસભા સીટ માટે મતગણના 18 ડિસેમ્બરે હાથ ધરાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો