You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મલેશિયાને હરાવી ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો
ભારતે મલેશિયાને 2-1થી હરાવીને એશિયા કપ મેન્સનું હોકી ટાઇટલ જીતી લીધું છે.
રવિવારે ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે મલેશિયાને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
આકાશદીપ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
તમને આ વાંચવું પણ ગમશે :
દસ વર્ષ પછી ભારતે એશિયા કપ જીત્યો છે. અગાઉ 2003 અને 2007માં ભારતે એશિયા કપ જીત્યો હતો.
આ રીતે ત્રીજી વખત ભારતે એશિયા કપ જીતીને પાકિસ્તાનની બરાબરી કરી છે.
બંન્ને રાષ્ટ્રોએ ત્રણ વખત એશિયા કપ કબજે કર્યો છે.
દક્ષિણ કોરિયાએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે.
મેચના પહેલા ક્વાટરની ત્રીજી મિનિટમાં રામાનંદસિંહે પ્રથમ ગોલ કરી મલેશિયા વિરુદ્ધ ભારતને લીડ અપાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમે શરૂઆતથી આક્રમક રમત દર્શાવી હતી.
રમત શરૂ થયાની પાંચમી મિનિટે જ ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નરની તક મળી હતી.
29મી મિનિટે લલિત ઉપાધ્યાયે ભારત માટે બીજો ગોલ કર્યો હતો.
પ્રથમ ક્વાર્ટરમાં ભારત વિરુદ્ધ મલેશિયા એક પણ ગોલ કરી શક્યું ન હતું.
આ રીતે બીજા ક્વાર્ટરના અંત સુધી ભારત 2-0ના સ્કોરથી આગળ હતું.
ત્યારબાદ મલેશિયન ટીમે પુરી તાકાત લગાડી દીધી હતી અને રમતની 50મી મિનિટે ભારત સામે પોતાનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો