વિદેશમાં વસતાં ભારતીયોએ દિવાળીમાં કર્યો જલસો

દુબઈના ગરમ રણથી લઈ અલાસ્કાનાં ઠંડા પ્રદેશોમાં ખૂણેખૂણે પથરાયેલાં ભારતીયો જ્યાં પણ છે, ત્યાં આગવું ભારત ઊભું કરી દે છે.

વાત દિવાળીની હોય તો દુનિયાનાં દરેક ખૂણે વસેલા NRI (Non Resident Indian) માટે આ તહેવાર મેળાવડા જેવો બની જાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અહીં જુઓ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયેલાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કેવી રીતે તેમની દિવાળી ઉજવી હતી.

અમેરિકા

અમેરિકાના અલાસ્કાથી લઈને કેલિફોર્નિયા સુધી દિવાળીની રંગત જામી હતી, જ્યાં ભારતીયોના બિન-ભારતીય મિત્રોએ પણ આ સાંસ્કૃતિક ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.

ઇંગ્લેન્ડ

લંડનના સ્વામિનારાયણ ગાદી મંદિરમાં દિવાળી નિમિતે અન્નકૂટની ખાસ તૈયારી કરવામાં આવી હતી.

આફ્રિકા

આફ્રિકાના વિવિધ દેશોમાં વસતાં ગુજરાતીઓએ દિવાળીની ઉજવણી કરી. જેમાં ઉત્તર આફ્રિકામાં આવેલા સુદાનમાં અને નૈરોબીમાં ખાસ દ્રશ્યો જોવાં મળ્યાં હતાં.

સ્ટ્રેલિયા

હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા 'દીપાવલી ફેસ્ટિવલ 2017'નું સિડનીમાં આયોજન થયું હતું, જુઓ તેનો વીડિયો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો