વિદેશમાં વસતાં ભારતીયોએ દિવાળીમાં કર્યો જલસો

દુબઈના ગરમ રણથી લઈ અલાસ્કાનાં ઠંડા પ્રદેશોમાં ખૂણેખૂણે પથરાયેલાં ભારતીયો જ્યાં પણ છે, ત્યાં આગવું ભારત ઊભું કરી દે છે.

વાત દિવાળીની હોય તો દુનિયાનાં દરેક ખૂણે વસેલા NRI (Non Resident Indian) માટે આ તહેવાર મેળાવડા જેવો બની જાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અહીં જુઓ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયેલાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કેવી રીતે તેમની દિવાળી ઉજવી હતી.

line

અમેરિકા

અમેરિકાના અલાસ્કાથી લઈને કેલિફોર્નિયા સુધી દિવાળીની રંગત જામી હતી, જ્યાં ભારતીયોના બિન-ભારતીય મિત્રોએ પણ આ સાંસ્કૃતિક ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.

ડાન્સ ફ્લોર પર નાચી રહેલા અલાસ્કાવાસી અને ભારતીયોની તસવીર

ઇમેજ સ્રોત, JR Ancheta

ઇમેજ કૅપ્શન, અમેરિકાના અલાસ્કામાં આવેલા ફેરબેન્ક્સ શહેરમાં ભારતીય સમુદાય સાથે સ્થાનિકો પણ દિવાળીની ઊજવણીમાં શામેલ થયાં
ગ્રૂપ તસવીર માટે સાથે ભારતીયોની તસવીર

ઇમેજ સ્રોત, JR Ancheta

ઇમેજ કૅપ્શન, અલાસ્કાની યુનિવર્સિટીના કૅમ્પસમાં પારંપરિક રીતે દિવાળીની ઊજવણી થઈ
ફોટો લેતી મહિલા

ઇમેજ સ્રોત, FACEBOOK MOHAN KUMAR CHAKRAVARTHY

ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયામાં ભારતીયોએ મિત્રોનાં ઘરે એકઠાં થઈને દિવાળીનો તહેવાર ઉજવ્યો
ફોટો

ઇમેજ સ્રોત, FACEBOOK MEET THAWRANI

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં આ હિંદુ મંદિરને શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું, ભારતીયોએ મોટી સંખ્યામાં દિવાળીના સમયે મંદિરે પ્રાર્થના કરી
line

ઇંગ્લેન્ડ

લંડનના સ્વામિનારાયણ ગાદી મંદિરમાં દિવાળી નિમિતે અન્નકૂટની ખાસ તૈયારી કરવામાં આવી હતી.

પૂજા કરતાં લોકો

ઇમેજ સ્રોત, SGADI

ઇમેજ કૅપ્શન, લંડન ખાતેના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં દિવાળી નિમિતે પૂજા કરવા માટે લોકો એકઠાં થયાં હતાં
દિવાળી નિમિતે ભવ્ય આયોજન

ઇમેજ સ્રોત, SGADI

ઇમેજ કૅપ્શન, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં લોકોએ એકઠા થઈ દિવાળીની ભવ્ય ઊજવણી કરી હતી
line

આફ્રિકા

આફ્રિકાના વિવિધ દેશોમાં વસતાં ગુજરાતીઓએ દિવાળીની ઉજવણી કરી. જેમાં ઉત્તર આફ્રિકામાં આવેલા સુદાનમાં અને નૈરોબીમાં ખાસ દ્રશ્યો જોવાં મળ્યાં હતાં.

કામ કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, SGADI

સુદાનમાં દિવાળીની ઊજવણી

ઇમેજ સ્રોત, EKTA MITHANI

ઇમેજ કૅપ્શન, ઉત્તર આફ્રિકામાં આવેલા સુદાનમાં પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. સુદાનની રાજધાની ખોરતુમ નજીકના ઓમદુરમાન શહેરની ઇન્ડિયન ક્લબ ઑફ સુદાનમાં દિવાળીની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો
પૂજા કરતા લોકો

ઇમેજ સ્રોત, FACEBOOK ROHIT SHARMA

ઇમેજ કૅપ્શન, આફ્રિકાના સુદાનમાં લોકોએ પોતાનાં ઘરમાં દિવાળીના તહેવારમાં પૂજા-અર્ચના કરી
line

સ્ટ્રેલિયા

હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા 'દીપાવલી ફેસ્ટિવલ 2017'નું સિડનીમાં આયોજન થયું હતું, જુઓ તેનો વીડિયો

વીડિયો કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં દિવાળીના દિવસે એકઠા ભારતીયોએ ડાન્સ અને રાસ-ગરબાનો આનંદ માણ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો