ઘોઘા-દહેજ રો-રો ફેરી વિષે જાણવા જેવી 10 બાબતો

ઇમેજ સ્રોત, PIB
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે એક સભાને પણ સંબોધી હતી. જે બાદ મોદીએ ખુદ રો-રો ફેરીમાં મુસાફરી કરી હતી.
આ પ્રકલ્પને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડવાના પ્રયાસરૂપે જોવાઈ રહ્યો છે.
તમને આ વાંચવું પણ ગમશે :
મોદીએ અહીં જનસભાને સંબોધતા કહ્યું હતું કે નવા સંકલ્પ સાથે નવા ભારત, નવા ગુજરાતની દિશામાં અણમોલ ઉપહાર સમગ્ર દેશને મળી રહ્યો છે.

ઇમેજ સ્રોત, PIB
મોદીએ આ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો.
આ સમયે મોદી મનમોહનસિંહની નેતૃત્વવાળી યુપીએની સરકાર પર પ્રહાર કરવાનું પણ ચૂક્યા ન હતા.
તેમણે કહ્યું હતું કે પર્યાવરણના નામ પર આ પ્રોજેક્ટમાં અડચણો ઊભી કરવામાં આવી હતી.
ઉપરાંત તેમણે આ સર્વિસને મુંબઈ સુધી લઈ જવાની વાત પણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઘોઘા-દહેજ રો-રો ફેરી વિશે જાણવા જેવી 10 બાબતો

ઇમેજ સ્રોત, PIB
- ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક નગરો - ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે.
- દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમીટર-આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાશે.
- આ ફેરી સર્વિસમાં મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે.
- બે ફેરી સેવાઓ-એમ.વી. જય સોફિયા 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે.
- ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ શકાશે.
- હાલ માત્ર ફેઝ-1 કાર્યરત થયો છે જેમાં માત્ર મુસાફરોને લઈ જઈ શકાશે.
- ફેઝ-2 શરૂ થતા હજી અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે.
- દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
- આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે.
- યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












