You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ કરવાની મહિલા અને પુરુષને ક્યારે ઇચ્છા ન થાય? ચાર કારણ જાણો
- લેેખક, ગિઉલિયા ગ્રાંચી
- પદ, બીબીસી સંવાદદાતા
સેક્સ કરવાની ઈચ્છામાં ઘટાડો, કામેચ્છામાં કમી એ સામાન્ય સમસ્યા છે.
યુકેની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ કામેચ્છામાં ઘટાડો એ દર પાંચમાંથી એક પુરુષમાં જોવા મળે છે. અને જેનાથી મહિલાઓને પણ અસર થઈ શકે છે.
આ સમસ્યાનાં અનેક કારણો હોઈ શકે છે. અને તેનો અર્થ એવો નથી કે આ એક ગંભીર સમસ્યા છે. જેમાં સ્ટ્રેસ, જીવનના તબક્કા જેમ કે ગર્ભાવસ્થા, બાળકનો જન્મ, સ્તનપાન જેવાં કારણો હોઈ શકે છે.
જોકે, કામેચ્છામાં સતત અતિશય ઘટાડો થાય તો તે નુકસાનકારક છે. અને તેથી તેની પાછળનાં કારણોની તપાસ કરાવવી જરૂરી છે.
કેટરિના ડી મોરેસ બ્રાઝીલના એસોસિએશન ઑફ સેક્સુઅલ મેડિસિનનાં સચિવ છે અને વ્યવસાયે મનોચિકિત્સક છે. તેઓ જણાવે છે કે "પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ખરેખર કામેચ્છામાં કેટલી કમી આવી છે."
તેમણે ઉમેર્યું, "કેટલીકવાર, શિશ્નના ઉત્થાનમાં મુશ્કેલી, સેક્સનું પ્રદર્શન, સંતુષ્ટિ અને કામેચ્છામાં ઘટાડો વચ્ચે મોટી મૂંઝવણ હોય છે. જે કામેચ્છા ન હોવાની વાતથી અત્યંત જુદી બાબત છે."
ઍન્ડોક્રાઇનોલૉજીસ્ટ ડિએગો ફોંસેકો અનુસાર મેડિકલની દૃષ્ટીએ કામેચ્છામાં ઘટાડો હોવાની વાતની પુષ્ટિ કરવા વ્યક્તિમાં રહેલાં લક્ષણો ઓછામાં ઓછા છ મહિના સુધી રહેવા જરૂરી છે.
જોકે, મહિલા હૉસ્પિટલના તજજ્ઞ રિબેરો મારિસ્કાનું માનવું છે કે "આ સમયગાળો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે. તે પ્રત્યેક દર્દીની સ્થિતિ પર નિર્ભર કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તજજ્ઞો સાથે વાત કરીને અમે નીચેનાં ચાર કારણો શોધ્યાં છે જેનાથી કામેચ્છામાં ઘટાડો થઈ શકે છે.
1. દિનચર્યામાં ફેરફાર અને જીવનના કેટલાક તબક્કાઓ
કેટલીક વાર કામેચ્છામાં ઘટાડા માટે કેટલાંક સામાન્ય કારણો જવાબદાર હોય છે. જેમ કે સ્ટ્રેસ, ટેન્શનમાં વધારો, થાક, નિયમિત જીવન શૈલીમાં પરિવર્તન અને જે સમયે તમે સેક્સ કરવા ટેવાયેલા હોય તે સમય બીજું કોઈ કાર્યમાં જતો રહે તો કામેચ્છામાં ઘટાડો થઈ શકે છે. ક્યારેય બાળકોનું ધ્યાન રાખવાની વાતનો પણ આ કારણોમાં સમાવેશ થાય છે.
કેટરિના ડી મોરેસ મુજબ "આવાં કારણોથી જો કામેચ્છામાં ઘટાડો થાય તો તેનો અર્થ એવો નથી કે તમને કોઈ રોગ છે. ક્યારેક એકને એક પાર્ટનર સાથે સેક્સ કરવાથી પણ સમય જતાં કામેચ્છામાં ઘટાડો થાય છે."
જોકે તેમનું માનવું છે કે સેક્સની ઇચ્છામાં ઘટાડો થાય તો પણ તમે સેક્સ માણો અને તે વખતે સંતોષનો અનુભવ થતો હોય તો ગભરાવાની જરૂર નથી.
"છતાં પણ વ્યક્તિમાં જાતીય સુખની ઇચ્છા તો હોય જ છે. જો તમને જાતીય સંતોષ થતો હોય તો અને તમારી કામેચ્છામાં ઘટાડો થતો હોય તો તેમાં તમને કોઈ જ પ્રકારના ટૅસ્ટની જરૂર નથી."
2. માનસિક રોગ
માનસિક રોગો જેમ કે ડિપ્રેશન, ઍન્ગઝાયટી કામેચ્છા અથવા સેક્સ કરવાની ઇચ્છા પર ઘણી બધી અસર કરી શકે છે.
મનોચિકિત્સક મુજબ "ડિપ્રેશનના દર્દીઓમાં મગજના કેમિકલ સેરોટોનિન અને ડોપામાઇન કે જે મૂડ અને લાગણી સાથે જોડાયેલા છે, તેમના અસંતુલનના કારણે સેક્સની ઇચ્છામાં ઘટાડો થઈ શકે છે. "
તેમણે ઉમેર્યું "આવા કેસમાં સારવાર કરવાથી સેક્સ કરવાની ઇચ્છા, કામેચ્છામાં સુધારો થઈ શકે છે."
બીજી બાજુ ડિપ્રેશન અને ઍન્ગઝાયટી ઘટાડવાની કેટલીક દવાઓની પણ કામેચ્છા પર આડ અસર થતી હોય છે.
જોકે, સારવારમાં ઘણા વિકલ્પો છે. અને તેની ચોક્કસ પદ્ધતિ છે. આડઅસરને ઘટાડવા ડૉક્ટર્સ દવાઓમાં પરિવર્તન કરે છે. દવાના ડોઝમાં ફેરફાર કરે છે. દર્દીના વ્યવહાર અને વર્તનને લગતી કસરતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ડૉક્ટર્સ દર્દીને ચેતવે છે કે જો આવાં કોઈ લક્ષણો તેમને દેખાતા હોય તો તેમણે અધવચ્ચે સારવાર ન છોડવી જોઈએ. કારણ કે ડિપ્રેશનની સારવાર ન કરવામાં આવે તો તે પણ કામેચ્છા પર અસર કરી શકે છે. અને અધવચ્ચે દવા છોડવાથી પણ કામેચ્છા પર અસર થઈ શકે છે.
મનોચિકિત્સકે ઉમેર્યું કે "દર્દીએ સેક્સને લગતી કોઈ પણ સમસ્યાની ડૉક્ટર સાથે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ."
3. હૉર્મોનને લગતા પરિવર્તન
જો દર્દીને કોઈ માનસિક બીમારી ન હોય, તેની જીવન શૈલીમાં કોઈ પરિવર્તન ન હોય કે જેનાથી કામેચ્છામાં ઘટાડો આવે તેમ છતાં આ સ્થિતિ હોય તો તેમણે હૉર્મોન્સ પરિવર્તનને લગતી તપાસ અંગે વિચારવું જોઈએ.
સાઓ કેમિરો હૉસ્પિટલના ઍન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉક્ટર કેરોલિન કાસ્ત્રો જણાવે છે કે મહિલાઓમાં ઍસ્ટ્રોજેન્સ અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન કામેચ્છાનું નિયમન કરે છે.
ઍસ્ટ્રોજન ગુપ્તાંગના કોષોના સ્વાસ્થ્ય, યોનિમાર્ગના લુબ્રિકેશન અને લાગણીના આનંદ સાથે સંકળાયેલું છે.
ટેસ્ટોસ્ટેરોન વીર્યના ઉત્પાદન, જાતીય ઇચ્છા સાથે જોડાયેલું છે. જે માનસિક સ્વાસ્થ્ય, કામેચ્છામાં વધારો કરવાને સીધી અસર કરે છે.
ડિએગો ફોંસેકા મુજબ આવા કેસમાં સમસ્યાનું નિદાન ખૂબજ જટિલ હોય છે.
"ઉદાહરણ તરીકે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું છે કે નહીં. સાથે જ અમે એની પણ તપાસ કરીએ છીએ કે હૉર્મોન્સમાં પરિવર્તન માટે કોઈ મેડિકલ હિસ્ટ્રી છે કે નહીં."
ડૉક્ટર્સ ગર્ભાવસ્થા, સ્તનપાન, મેદસ્વીતા જેવાં અન્ય કારણોની પણ તપાસ કરે છે જેનાથી હૉર્મોન્સમાં પરિવર્તન આવી શકે છે.
ઍન્ડોક્રોનોલૉજિસ્ટ કેલોરિના કાસ્ત્રો કહે છે કે" આવા દર્દીઓને દવાની જરૂર હોઈ પણ શકે છે અને નહીં પણ. તેને દવાની જરૂર છે કે નહીં તે દર્દીની માનસિક અને શારીરિક સ્થિતિ પર આધારિત હોય છે. તે પ્રત્યેક દર્દીએ અલગ હોઈ શકે છે. કેટલાક કેસમાં શરીરમાં આવતાં પરિવર્તન અંગે માર્ગદર્શન અપાય છે. તેથી તેનું નિદાન અત્યંત ધ્યાનપૂર્વક કરવું જરૂરી છે."
4. વ્યક્તિમાં રહેલા અન્ય રોગો
અન્ય ખૂબ જ સામાન્ય કારણો ડૉક્ટર્સ દર્શાવે છે કે જે દર્દીમાં રહેલા અન્ય રોગો અને લક્ષણો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વ્યક્તિની કામેચ્છા પર અસર કરે છે. ઉદાહરણ તરીકે
મગજને લગતા રોગોમાં જેમ કે સ્ક્લેરોસિસ, ધ્રુજારીને લગતી બીમારી, કરોડરજ્જુની ઈજાઓ અથવા તો પેરિફેલન ન્યૂરોપથી જેવી સ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા રોगो સીધી રીતે શરીરની ચેતાઓ અને કામેચ્છાને અસર કરે છે. આવા રોગો ધરાવતા દર્દીઓને પણ સેક્સ માટેની યોગ્ય ઈચ્છા, ઉત્તેજના જાળવી રાખવામાં અને સંતોષ મેળવવામાં સમસ્યા પડી શકે છે.
હૉર્મોનલ પરિવર્તનના કારણે, ડાયાબિટીસ હોવાના કારણે પણ કામેચ્છામાં ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિ ન્યૂરોપેથી અથવા થાકનું કારણ બની શકે છે. આવા રોગમાં ચેતાઓને નુકસાન થાય છે. જેનાથી સંવેદનશીલતામાં ઘટાડો આવી શકે છે. તે પ્રત્યક્ષ અવથા પરોક્ષ રીતે સેક્સની ઇચ્છા પર અસર કરી શકે છે.
હાર્ટ પેશન્ટને પણ સેક્સને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. હાર્ટની શરીરમાં લોહી પહોંચાડવાની ક્ષમતામાં ઘટાડો થાય તેના કારણે દર્દીને થાક લાગી શકે છે. અને આવી સ્થિતિમાં પણ સેક્સની ઈચ્છામાં ઘટાડો થઈ શકે છે. ત્યા સુધી કે હૃદયને લગતી સમસ્યામાં ઘટાડો કરવાની દવાઓની પણ આડ અસર હોય છે. જેનાથી કામેચ્છા પર અસર પડી શકે છે.
સંવાદ અને સારવાર
બીબીસી સંવાદદાતાએ ડૉક્ટર સાથે કરેલી વાત ઉપરથી તેમના ઇન્ટરવ્યૂ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે કામેચ્છાને લગતી સમસ્યામાં ઘટાડો કરવાની કોઈ એક જ દવા નથી. કે તેના માટેનો જાદુઈ ઉપચાર પણ નથી.
પ્રત્યેક કેસ અલગ હોઈ શકે છે. અને તેની સારવાર પણ વ્યક્તિગત સ્થિતિ અને તેના દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે.
દરેક ડૉક્ટર્સ યુગલોને સલાહ આપે છે કે કામેચ્છા ઘટવા માટે જવાબદાર કારણો અંગે પોતાના પાર્ટનર સાથે વાત કરો.
ડિએગો ફોન્સેકા કહે છે કે '' આ અંગે ખુલીને વાત કરવાની જરૂર છે. ભલે આ અગવડતા ઊભી કરે તેવો વિચાર છે. પણ ઘટતી કામેચ્છા અંગે વાત કરવાથી ગેરસમજ દૂર થવામાં મદદ મળશે. બન્નેને સ્થિતિને સમજવાની અને સમાધાન શોધવાની તક મળશે.''