આપણે 'ચુંબન' કેમ કરીએ છીએ અને 'કિસ'નો ટ્રેન્ડ ક્યારે શરૂ થયો?

અટકી અટકીને ઊંડા શ્વાસ લેવા, હૃદયનું જોરજોરથી ધબકવું અને આંખોની પૂતળીઓનું ફેલાવું. આ બધું ત્યારે થાય છે જ્યારે તમે એકબીજાના હોઠ પર કિસ કરો છો.

સવાલ એ છે કે કિસ કરવાથી શરીરમાં ઉત્તેજના કેમ આવે છે? આ બાબતને સમજવાની જરૂર છે.

જ્યારે બે વ્યક્તિ એકબીજાને હોઠ પર ચુંબન કરે છે, ત્યારે સૌ પહેલાં તો સ્પર્શની એક અનોખી અનુભૂતિ થાય છે.

આવું થવાનું કારણ એ છે કે હોઠ ખૂબ જ સંવેદનશીલ હોય છે.

જનનેન્દ્રિયોના અમુક ભાગો સિવાય, આપણા હોઠ પર જેટલા ચેતાકોષો હોય છે તેટલા શરીરના અન્ય કોઈ ભાગોમાં નથી હોતા. હોઠનો પોતાનો સ્વાદ પણ છે.

દરેક વ્યક્તિના હોઠ પર એક વિશેષ સ્વાદ હોય છે. કેટલાક લોકોની રસાસ્વાદની ક્ષમતા અન્યો કરતાં વધુ સારી હોય છે. વળી, દરેક વ્યક્તિના હોઠની પોતાની ગંધ પણ હોય છે.

આપણે ચુંબન કેમ કરીએ છીએ તેને લઈને અનેક સિદ્ધાંતો છે. ચુંબન પાછળના કેટલાક સિદ્ધાંતો પૃથ્વી પરના આપણા પ્રારંભિક અનુભવો સાથે જોડાયેલા હોઈ શકે છે.

જ્યારે આપણે નાના બાળક હોઈએ છીએ ત્યારે આપણાં માતાપિતા આપણને ચુંબન કરે છે. બાળક તરીકે માતાપિતા ઉપરાંત અન્ય ઘણા લોકો આપણને ચુંબન કરે છે.

અનેક હોઠના ચુંબનથી ઉત્પન્ન થતી ઉત્તેજના આપણા મગજમાં ઘણા હકારાત્મક તરંગો મોકલે છે.

આ કારણે, આપણું મગજ બાળપણથી જ પ્રેમ અને રક્ષણની લાગણી તરીકે 'કિસ' કે ચુંબનને અને ઉત્તેજના માટે હોઠને આગળ ધરે છે.

તેથી જ તો, બાલ્યાવસ્થામાંથી જીવનપથમાં આગળ વધેલી દરેક વ્યક્તિ પોતાના જાતની અભિવ્યક્તિનું સાધન મોટેભાગે મુખને ગણે છે.

હવે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે પ્રથમ માનવ ચુંબન ક્યારે, ક્યાં અને કેવી રીતે થયું હશે?

આપણે જાણીએ છીએ કે અન્ય જાતિના નર તેમની માદાના મદ ચક્ર દરમિયાન વયસ્ક માદાના શરીરના નીચેના ભાગ તરફ આકર્ષાય છે.

હોઠ તરફ પુરુષોના આકર્ષણનું કારણ

કેટલાક નૃવંશશાસ્ત્રીઓ માને છે કે હોઠ 'જનનાંગોની પ્રતિકૃતિ' જેવા છે. હોઠની બનાવટમાં સ્ત્રી જનનાંગોના દેખાવ, આકાર, બંધારણ અને રંગની નકલ સમાયેલી છે અને તેના મારફતે સંકેત મળે છે કે સ્ત્રી ક્યારે સમાગમ માટે તૈયાર છે.

બ્રિટિશ જીવવિજ્ઞાની ડેસમન્ડ મોરિસે લિપસ્ટિક પર સંશોધન કર્યું છે. તેમણે પુરુષોને સ્ત્રીઓના ચહેરાની કેટલીક તસવીરો બતાવી અને પૂછ્યું કે તેમાંથી સૌથી આકર્ષક કયાં મહિલા છે. તેમને વારંવાર એક જ જવાબ મળ્યો. પુરુષોએ એવાં જ સ્ત્રીઓને પસંદ કર્યાં કે જેમના હોઠ સૌથી વધુ ગુલાબી, સૌથી વધુ રંગીન હતા.

આમ કંઈક એવું છે જે આપણું ધ્યાન હોઠ તરફ ખેંચે છે અને ઘણી પ્રજાતિઓ તેમની જાતિના સંકેત તરીકે લાલ રંગનો ઉપયોગ કરે છે.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ચુંબનનાં સૌથી પ્રાચીન ઉદાહરણો આશરે 2,500 અથવા 3,500 વર્ષ પહેલાં જોવા મળે છે.

જે દર્શાવે છે કે આંખની નીચે રહેલી સિબેસિયસ ગ્રંથીઓ (તેલ ગ્રંથીઓ) દરેક વ્યક્તિ માટે અનોખી ગંધ ઉત્પન્ન કરે છે.

ચુંબન સંસ્કૃતિ

પ્રાચીન ઉત્તર ભારતમાં લોકો એકબીજાને સૂંઘતા હતા અને તેઓ એકબીજાના નાકને ગાલ પર લઈ જતા હતા, જે ક્યારેક હોઠ સુધી સરકી જતા હતા. હોઠ એટલા બધા સંવેદનશીલ હોય છે કે તેઓને સમજાયું હશે કે સૂંઘવા કરતાં ચુંબન વધુ આનંદદાયક છે.

પરંતુ જો આપણે આવી પ્રથમ ચુંબન સંસ્કૃતિ અથવા કિસિંગ કલ્ચરની વાત કરવી હોય તો તેના માટે આપણે રોમ જવું પડશે.

રોમને કદાચ ચુંબન સંસ્કૃતિની શરૂઆત તરીકે જોઈ શકાય. રોમ પાસે ત્રણ અલગ અલગ ચુંબન હતાં.

આમાંથી એક હતું સૈવિયમ ચુંબન. તે સલાવા શબ્દ પર આધારિત હતું અને આપણે આજે પણ તેનો ઉપયોગ 'ફ્રેન્ચ કિસ' તરીકે કરીએ છીએ. અલબત્ત, રોમન લોકોને હંમેશાં આવી કિસ કરવાનું ગમતું હતું.

દુનિયામાં એવાં પણ કેટલાંક સ્થળો છે જ્યાં લોકો ચુંબનને ખરાબ માને છે. એમાં નવાઈ પામવા જેવું નથી. કારણ કે તે સમયે લોકો આજની જેમ દાંતે બ્રશ નહોતા કરતા કે નહોતા આજની જેમ માઉથવોશનો ઉપયોગ કરતા.

હવે આજે કેટલુંક એવું થઈ રહ્યું છે કે જે પહેલાં નહોતું થતું. આજે આપણે એકબીજાના શરીરને સૂંઘીએ છીએ, થપથપાવીએ છીએ, ચાટીએ છીએ, ચૂસીએ છીએ અને દાંતથી બચકું ભરીએ છીએ.

આપણે આ બધું એકબીજાના શરીર સાથે સંબંધ સ્થાપિત કરવા માટે કરી રહ્યા છીએ અને એમ કરતા આપણે એકબીજાના સંગાથમાં જકડાયેલા રહીએ છીએ. તે આપણા સંબંધને વધુ મજબૂત બનાવવા માટેનું સાધન છે.

તે આપણા શરીરના વિવિધ અંત:સ્ત્રાવો અને ન્યુરોટ્રાન્સમીટર (શરીરમાં હાજર એક પ્રકારનું રાસાયણિક સંદેશવાહક) ને ઉત્તેજિત કરવા માટે પણ જરૂરી છે. તેના દ્વારા આપણે આપણા મહત્વપૂર્ણ સંબંધો જાળવી રાખીએ છીએ. આપણા સંબંધો જળવાઈ રહે છે તેમાં પણ ચુંબનનું મોટું યોગદાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો