સદ્દામ હુસૈનના લશ્કરે વિશ્વનું ‘સૌથી મોટું’ જહાજ કેવી રીતે ડુબાડ્યું હતું?

ઇમેજ સ્રોત, AUKEVISSER
પોતાના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન 'સીવાઈઝ જાયન્ટ' નામનું જહાજ, વિશ્વના સૌથી મોટા માનવનિર્મિત જહાજ અને સૌથી વધુ ઑઇલ વહન કરવાની ક્ષમતા ધરાવતા જહાજ તરીકે ઓળખાતું હતું.
આ જહાજને હેપ્પી જાયન્ટ, જાહરે વાઈકિંગ, નૉક નૉવિસ અને મૉન્ટ ઉપરાંત સુપર ટેન્કર પણ કહેવામાં આવતું હતું.
આ જહાજ લાખો લીટર ઑઇલ વહન કરવાની ક્ષમતા ધરાવતું હોવા છતાં તેના વિશાળ કદને કારણે ઘણાં બંદરે જઈ શકતું ન હતું. તેના વિશાળ કદને લીધે સુએઝ કેનાલ અને પનામા કેનાલ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર તેનું મુસાફરી કરવાનું અશક્ય બનતું હતું.
આ વિશાળ જહાજ પર સદ્દામ હુસૈનનાં લશ્કરી દળોએ હુમલો કર્યો હતો અને તેને સળગાવી દીધું હતું. પરિણામે આ જહાજ ડૂબી ગયું હતું.
જોકે, દરિયામાંનાં દરેક જહાજના કાટમાળની કથાની માફક આ જહાજની કથા તેના ડૂબવાથી અટકી ન હતી.
કયા દેશમાં થયું હતું નિર્માણ?

ઇમેજ સ્રોત, AUKEVISSER/TOBY YOUNG
આ સુપર ટેન્કરનું નિર્માણ જાપાનના ઓપામામાં સુમિતોમો હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડમાં 1979માં કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્રોતોના જણાવ્યા અનુસાર, એક ગ્રીક ઉદ્યોગપતિએ આ જહાજ બનાવવાનો ઑર્ડર આપ્યો હતો, પરંતુ એ તૈયાર થયું પછી તેને ખરીદ્યું ન હતું. આખરે હૉંગકૉંગના ઉદ્યોગપતિ ટીંગ ચાઓ ચિંગે 1981માં તેને ખરીદ્યું હતું. તેઓ ઑરિએન્ટ કન્ટેનર લાઈન નામની એક શિપિંગ કંપનીના માલિક હતા.
હૉંગકૉંગ મેરીટાઈમ મ્યુઝિયમના જણાવ્યા મુજબ, નવા માલિક આ જહાજને ખરીદ્યા પછી વધુ મોટું કરવા ઇચ્છતા હતા. તેથી જહાજમાં વધુ એક ભાગ ઉમેરવામાં આવ્યો હતો. એ પછી તેની ઑઇલ વહન ક્ષમતા વધીને 1,40,000 ટનની થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપર ટેન્કરની લંબાઈ 458.45 મીટર હતી, જે એક રેકૉર્ડ છે. તે મલેશિયાના પેટ્રોનાસ ટાવર અને ન્યૂયૉર્કના ઍમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતાં ઊંચું હતું.
ઑઇલ પરિવહન ક્ષમતા

ઇમેજ સ્રોત, AUKEVISSER/TOBY YOUNG
આ જહાજ ચાર અબજ બેરલ (લગભગ 159 લીટરનું એક બેરલ અને તેવા 40 કરોડ બેરલ) ઑઇલના વહનની ક્ષમતા ધરાવતું હતું. આટલું ઑઇલ સામાન્ય કારમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે 10 વખત મુસાફરી કરવા માટે પૂરતું છે.
આ જહાજ દુનિયાના સૌથી મોટા જહાજ ‘આઈકન ઑફ ધ સી’ કરતાં 100 મીટર લાંબુ અને ટાઈટેનિક કરતાં 200 મીટર ઊંચું હતું.
આ જહાજને સંપૂર્ણપણે ભરી દેવામાં આવે તો તેનું વજન 6 લાખ, 57 હજાર ટન થાય. આ વિશાળ જહાજને ચલાવવા માટે રોજ 220 ટન ઈંધણની જરૂર પડતી હતી.
બીબીસીએ 1998માં આ જહાજની મુલાકાત લીધી ત્યારે તેના કૅપ્ટન સુરેન્દ્રકુમાર મોહને જણાવ્યું હતું કે સુપર ટૅન્કર પ્રતિ કલાક 16 નૉટિકલ માઇલની એટલે કે લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે.
આ વિશાળ જહાજ કેવી રીતે મુસાફરી કરતું હતું?

ઇમેજ સ્રોત, AUKEVISSER/TOBY YOUNG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅપ્ટને આપેલી વિગત મુજબ, કોઈ સ્થળે આ જહાજને રોકવા માટે એ સ્થળથી આઠ કિલોમીટર દૂર આવેલા સ્થળે બ્રેક મારવી પડે.
જહાજ જે દિશામાં જઈ રહ્યું હોય એ દિશામાંથી વિરુદ્ધ દિશામાં ફેરવવાનું બહુ મુશ્કેલ હતું. એ માટે લગભગ 3 કિલોમીટરનો વિસ્તાર જરૂરી હતો.
જોકે, બીબીસીએ સમારકામ અને પુનનિર્માણ પામેલા જહાજની મુલાકાત લીધી હતી.
આ સુપર ટૅન્કર વિશ્વભરમાં ઑઇલનું વહન જ નહીં, પરંતુ મધ્યપૂર્વ અને પશ્ચિમ વચ્ચે ઑઇલના વ્યાપારમાં તેજી દરમિયાન તરતા ગોદામ તરીકે પણ કામ કરતું હતું.
આ જહાજ 1988માં ઈરાનમાં લાંગરવામાં આવ્યું ત્યારે તેની અંતિમ સફર સમાપ્ત થઈ હતી. એ વખતે ઈરાન-ઈરાક વચ્ચેનું અખાતી યુદ્ધ તેના અંતિમ તબક્કામાં હતું.
સદ્દામ હુસૈનના લશ્કરે ચેતવણી આપ્યા વિના જહાજ પર બૉમ્બમારો કર્યો હતો. વહાણમાં આગ લાગી હતી અને તે ડૂબી ગયું હતું.
યુદ્ધ પછી નૉર્વેની શિપિંગ કંપની નૉર્મન ઇન્ટરનેશનલને આ જહાજમાં રસ પડ્યો હતો. લગભગ 3,700 ટન લોખંડનો ઉપયોગ કરીને આ જહાજને રિપેર કરવામાં આવ્યું હતું અને 1991માં ફરી તરતું મૂકવામાં આવ્યું હતું.
જોકે, તેનું જૂનું નામ સીવાઈઝ જાયન્ટ હતું. તેને બદલીને હેપ્પી જાયન્ટ કરવામાં આવ્યું હતું.
એ છેલ્લો તબક્કો

ઇમેજ સ્રોત, AUKEVISSER/TOBY YOUNG
સમારકામ પછી સુપર ટેન્કર પૂર્વવત થઈ ગયું હતું. તેને શિપિંગ કંપની કેએસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. જાહરે હવે વાઈકિંગ તરીકે જાણીતું થયું હતું.
શિપિંગ ઉદ્યોગે 1990ના દાયકામાં ઈંધણની દૃષ્ટિએ કાર્યક્ષમ હોય તેવા ટેન્કરોનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમને આ જહાજમાં બહુ રસ પડ્યો ન હતો.
બીજું કારણ એ હતું કે આ જહાજ તેના જંગી કદને કારણે સુએઝ કેનાલ અને પનામા કેનાલના માર્ગ પર પ્રવાસ કરવા અસમર્થ હતું.
નૉર્વેની કંપની નૉર્વેજીયન ફર્સ્ટ ઑસ્લેન ટૅન્કર્સે 2004માં આ જહાજ ખરીદી લીધું હતું અને તેને તરતા ગોદામમાં રૂપાંતરિત કર્યું હતું. તેને નૉર્ક નૉવિસ નામ આપવામાં આવ્યું હતું અને કતારના દરિયા કિનારે રાખવામાં આવ્યું હતું.
2009થી તેનો ઉપયોગ બંધ થયો હતો. પાછળથી તેનું નામ બદલીને મૉન્ટ કરવામાં આવ્યું હતું. એ પછી તેને તોડવા માટે ભારત લઈ જવામાં આવ્યું હતું.
દુનિયાના સૌથી મોટા જહાજ તરીકે ઓળખાતું સીવાઈઝ જાયન્ટ આખરે તે સ્થળે એટલે કે હૉંગકૉંગ બંદરે પહોંચ્યું હતું, જ્યાંથી તેની યાત્રા શરૂ થઈ હતી. તેનું 36 ટનનું ઍન્કર હૉંગકૉંગના મેરિટાઇમ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.












