અમેરિકાએ જન્મથી નાગરિકતા આપવાનું બંધ કર્યું છે, પરંતુ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને કૅનેડામાં કેવી રીતે નાગરિકતા મળે છે?

અલગ- અલગ દેશમાં નાગરિકત્વ કેવી રીતે મળે, શું ટ્રમ્પ જન્મસિદ્ધ અધિકાર નાબૂદ કરી શકશે, અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ગુજરાતીઓને શું અસર થશે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લુઇસ બારૂચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

યુએસમાં જન્મસિદ્ધ નાગરિકતા સમાપ્ત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઍક્ઝિક્યુટિવ ઑર્ડરે વ્યાપક કાનૂની પડકારો ઊભા કર્યા છે. આ ઑર્ડરે ઇમિગ્રન્ટ પરિવારોને અનિશ્ચિતતામાં ગરકાવ કરી દીધા છે.

લગભગ 160 વર્ષથી યુએસ બંધારણને 14મો સુધાર એ દેશમાં જન્મેલી કોઈપણ વ્યક્તિ આપોઆપ નાગરિકતા આપે છે.

જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ આનું અલગ અર્થઘટન કરી તેને બદલી ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા અથવા કામચલાઉ વિઝા પર રહેનારાઓનાં બાળકોને યુએસની નાગરિકતા નહીં આપવાની વાત કરે છે.

આ નીતિ ફક્ત 19 ફેબ્રુઆરી 2025 ના રોજ અથવા તે પછી જન્મેલાં બાળકો પર જ લાગુ પડે છે. આ તારીખ પહેલાં જન્મેલાં બાળકોને આ કોઈ અસર કરતી નથી.

વિશ્વભરમાં નાગરિકતા કાયદાઓ કેવા છે અને અમેરિકા સાથેની તેની તુલના શું કહે છે?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વિશ્વભરમાં જન્મસિદ્ધ નાગરિકતા

અલગ- અલગ દેશમાં નાગરિકત્વ કેવી રીતે મળે, શું ટ્રમ્પ જન્મસિદ્ધ અધિકાર નાબૂદ કરી શકશે, અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ગુજરાતીઓને શું અસર થશે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

જન્મસિદ્ધ નાગરિકતા, અથવા રાઇટ ઑફ ધ સોઇલ(જે ધરતી પર જન્મ્યા ત્યાં તેનો અધિકાર) વૈશ્વિક સ્તરે બધા લાગુ નથી.

યુએસ લગભગ 30 દેશોમાંનો એક છે કે જે તેમની સરહદમાં જન્મેલી કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિક બનાવે છે.

તેનાથી વિપરીત એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ઘણા દેશો રાઇટ ઑફ બ્લડ(લોહીનો અધિકાર) સિદ્ધાંતનું પાલન કરે છે. જ્યાં બાળકોનાં જન્મસ્થળને ધ્યાનમાં લીધા વગર માતાપિતા પાસેથી તેમની રાષ્ટ્રીયતા વારસામાં મેળવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલાક દેશોમાં આ બંને સિદ્ધાંતોનું મિશ્રણ પણ જોવા મળે છે, જે કાયમી રહેવાસીઓનાં બાળકોને નાગરિકતા પણ આપે છે.

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, સાન ડિએગો ખાતે સમાજશાસ્ત્રના પ્રોફેસર જોન સ્ક્રેન્ટની માને છે કે, જન્મસિદ્ધ નાગરિકતા સમગ્ર અમેરિકામાં સામાન્ય છે, "દરેક રાષ્ટ્ર-રાજ્ય તેનો અનોખી રીતે પાલન કરતુ હતું."

પ્રો. સ્ક્રેન્ટ ઉમેરે છે, "ઉદાહરણ તરીકે કેટલાક ગુલામો અને ભૂતપૂર્વ ગુલામોનો તેમાં સમાવેશ કરતા હતા, કેટલાક નહોતા પણ કરતા. ઇતિહાસ જટિલ છે."

યુ.એસ.માં મુક્ત થયેલા ગુલામોની કાનૂની સ્થિતિ માટે 14મો સુધારો કરવામાં આવ્યો હતો. જોકે સ્ક્રેન્ટની દલીલ કરે છે કે લગભગ બધામાં એક સમાનતા હતી અને તે હતી "ભૂતપૂર્વ વસાહતમાંથી એક રાષ્ટ્ર બનાવવું."

પ્રો. સ્ક્રેન્ટ આ વાતને સમજાવતા કહે છે, "કોને સમાવવા અને કોને બાકાત રાખવા અને રાષ્ટ્ર-રાજ્યનું શાસન કઈ રીતે ચલાવવું તે માટે તેમણે વ્યૂહાત્મક રહેવું પડ્યું હતું."

"ઘણા લોકો માટે પ્રદેશમાં જન્મના આધારે નાગરિકતા તેમના રાજ્ય નિર્માણનાં ધ્યેયો માટે હતી.

"કેટલાક લોકો માટે તે યુરોપથી સ્થળાંતરને પ્રોત્સાહન આપતું હતું; અન્ય લોકો માટે તે સુનિશ્ચિત કરતું હતું કે સ્વદેશી વસ્તી અને ભૂતપૂર્વ ગુલામો અને તેમનાં બાળકોને સંપૂર્ણ સભ્યો તરીકે સમાવવામાં આવશે અને તેમને રાજ્યવિહીન છોડી નહીં દેવાય."

"આ ચોક્કસ સમય માટેની એક ખાસ વ્યૂહરચના હતી અને તે સમય હવે પસાર થઈ ગયો છે."

બદલાતી નીતિઓ, વધતા પ્રતિબંધો

વીડિયો કૅપ્શન, Donkey route : દસ હજારની વસ્તી વાળા આ ગામને કેમ 'અમેરિકા' તરીકે પણ ઓળખવામાં આવે છે?

તાજેતરનાં વર્ષોમાં ઘણા દેશોએ તેમના નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. ઇમિગ્રૅશન, રાષ્ટ્રીય ઓળખ અને કહેવાતા "બર્થ ટૂરિઝમ" અંગેની ચિંતાઓને કારણે આ દેશોએ જન્મસિદ્ધ નાગરિકતાને વધુ કડક બનાવી છે અથવા તો રદ કરી છે.

લોકો આવા દેશોમાં બાળકોને જન્મ આપવા માટે જ ત્યાંની મુલાકાત લેતા હોય છે.

ઉદાહરણ તરીકે ભારતે એક સમયે તેની ધરતી પર જન્મેલા કોઈપણ વ્યક્તિને આપોઆપ નાગરિકતા આપી હતી. પરંતુ સમય જતાં ગેરકાયદેસર સ્થળાંતર ખાસ કરીને બાંગ્લાદેશથી થતી ચિંતાઓને કારણે પ્રતિબંધો ઊભા થયા છે.

ડિસેમ્બર 2004 પછી ભારતમાં જન્મેલું બાળક ફક્ત ત્યારે જ નાગરિક બને છે જો તેનાં માતાપિતા બંને ભારતીય હોય, અથવા તો બે માંથી એક નાગરિક હોય સાથે જ તેનો પતિ કે પત્ની ગેરકાયદેસર નિવાસી ના હોય.

ઘણાં આફ્રિકન રાષ્ટ્રો કે જે ઐતિહાસિક રીતે સંસ્થાનવાદની કાનૂની પ્રણાલીઓ હેઠળ જન્મસિદ્ધ નાગરિકતાનું પાલન કરતાં હતાં. તેમણે પણ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી તેનો ત્યાગ કર્યો હતો.

આજે મોટાભાગના લોકોએ નાગરિક બનવા માટે તેમનાં માતા કે પિતામાંથી કોઈ એક કાયમી નિવાસી હોવું જરૂરી છે.

મોટાભાગના એશિયન દેશોમાં નાગરિકતા અંગેના પ્રતિબંધ વધુ છે. જ્યાં તે મુખ્યત્વે વંશ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જેમ કે, ચીન, મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં આ પ્રકારની જોવા મળે છે.

અલગ- અલગ દેશમાં નાગરિકત્વ કેવી રીતે મળે, શું ટ્રમ્પ જન્મસિદ્ધ અધિકાર નાબૂદ કરી શકશે, અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ગુજરાતીઓને શું અસર થશે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જન્મસિદ્ધ નાગરિકત્વના કાયદામાં ફેરફાર કરવા ટ્રમ્પ માટે સરળ નહીં હોય

યુરોપમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. આયર્લૅન્ડ આ યુરોપનો છેલ્લો દેશ હતો જેણે અનિયંત્રિત જન્મસિદ્ધ નાગરિકતાને મંજૂરી આપી હતી. જૂન 2024 ના જનમત સંગ્રહ પછી તેણે આ નીતિ રદ કરી.

એ સમયે 79% મતદારોએ બંધારણીય સુધારાને મંજૂરી આપી જેમાં ઓછામાં ઓછાં એક માતા કે પિતા નાગરિક, કાયમી નિવાસી અથવા કાયદેસર કામચલાઉ નિવાસી હોવું જરૂરી હતું.

સરકારે કહ્યું કે આ પરિવર્તન જરૂરી હતું કારણ કે વિદેશી મહિલાઓ તેમનાં બાળકોનાં EU પાસપૉર્ટ માટે તેમને જન્મ આપવા માટે આયર્લૅન્ડની મુસાફરી કરતી હતી.

સૌથી ગંભીર ફેરફારોમાંનો એક ડોમિનિકન રિપબ્લિકમાં થયો હતો. જ્યાં 2010 માં એક બંધારણીય સુધારાએ દસ્તાવેજ વગરનાં સ્થળાંતર કરનારાઓનાં બાળકોને બાકાત રાખવા માટે નાગરિકતાને ફરીથી વ્યાખ્યાયિત કરી હતી.

2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આને 1929 ના પૂર્વવર્તી બનાવ્યું. જેમાં હજારો - મોટાભાગે હૈતિયન વંશના – પાસેથી ડૉમિનિકન રાષ્ટ્રીયતા છીનવી લેવામાં આવી.

માનવાધિકાર જૂથોએ ચેતવણી આપી હતી કે આનાથી ઘણા લોકો રાજ્યવિહીન થઈ શકે છે, કારણ કે તેમની પાસે હૈતીયન કાગળો પણ નહોતા.

આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંગઠનો અને ઇન્ટર-અમેરિકન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સ દ્વારા આ પગલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.

જાહેર વિરોધનાં પરિણામે ડૉમિનિકન રિપબ્લિકે 2014 માં એક કાયદો પસાર કર્યો જેમાં ઇમિગ્રન્ટ્સના ખાસ કરીને હૈતિયન વંશનાં જન્મેલાં બાળકોને નાગરિકતા આપવાની પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી.

પ્રો. સ્ક્રેન્ટની આ ફેરફારોને વ્યાપક વૈશ્વિક વલણના ભાગ રૂપે જુએ છે. "આપણે હવે સાત સમંદર પાર સામૂહિક સ્થળાંતર કરી શકીએ એવા સરળ પરિવહનના યુગમાં છીએ. હવે વ્યક્તિઓ પણ નાગરિકતા અંગે વ્યૂહાત્મક બની શકે છે. તેથી જ આપણે હવે આ ચર્ચા યુએસમાં જોઈ રહ્યા છીએ."

કાનૂની પડકારો

અલગ- અલગ દેશમાં નાગરિકત્વ કેવી રીતે મળે, શું ટ્રમ્પ જન્મસિદ્ધ અધિકાર નાબૂદ કરી શકશે, અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, ગુજરાતીઓને શું અસર થશે, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની સરહદ પાસે ભારતીયો

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ થોડા જ કલાકોમાં 22 ડેમૉક્રેટિક-શાસિત રાજ્યો જેવા કે સાન ફ્રાન્સિસ્કો શહેર, કૉલંબિયા ડિસ્ટ્રિક્ટ અને નાગરિક અધિકાર જૂથોએ ફેડરલ સરકાર સામે દાવો માંડી આ પગલાંને પડકાર્યું છે.

ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના ચોથા દિવસે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જોન કોફેનરે તેને "સ્પષ્ટપણે ગેરબંધારણીય" ગણાવીને અસ્થાયી રૂપે અટકાવતા આ ઍક્ઝિક્યુટિવ ઑર્ડરને પ્રારંભિક ફટકો પડ્યો છે.

મોટાભાગના કાનૂની વિદ્વાનો માને છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઍક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા જન્મસિદ્ધ નાગરિકત્વનો અંત લાવી નહી શકે.

બંધારણીય નિષ્ણાત અને યુનિવર્સિટી ઑફ વર્જિનિયા લૉ સ્કૂલના પ્રોફેસર સાંઈકૃષ્ણ પ્રકાશે જણાવ્યું હતું. તેઓ કહે છે, "તેઓ કંઇક એવું કરી રહ્યા છે જે ઘણા લોકોને નારાજ કરશે, પરંતુ આખરે આનો નિર્ણય કોર્ટ દ્વારા જ લેવામાં આવશે."

પ્રો. સાંઈકૃષ્ણ પ્રકાશ ઉમેરે છે, "આ કોઈ એવી વસ્તુ નથી જે તેઓ પોતાની જાતે નક્કી કરી શકે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઍક્ઝિક્યુટિવ ઑર્ડર બંધારણમાં થયેલા સુધારાનું પુનઃઅર્થઘટન કરવાનું કહી રહ્યો છે. તેને બદલવા માટે કૉંગ્રેસનાં બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી અને ત્રણ-ચતુર્થાંશ યુએસ રાજ્યો દ્વારા મંજૂરીની જરૂર પડશે.

રાષ્ટ્રપતિના આદેશને હવે આગળની કાનૂની કાર્યવાહી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે, પરંતુ ફેડરલ સરકારના વકીલોએ જણાવ્યું હતું કે તેઓ ચુકાદા સામે અપીલ કરશે. તેઓ અપેક્ષા રાખે છે કે આ કેસ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.