You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધોની પણ જેમના પ્રશંસક છે એ ચેન્નઈ સુપરકિંગ્સના નવા કપ્તાન ઋતુરાજ ગાયકવાડ કોણ છે?
મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી દીધી છે અને તેમની જગ્યાઓ ઋતુરાજ ગાયકવાડને નવા કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
ઋતુરાજ ગાયકવાડ 2019થી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ છે. તેમણે 52 આઈપીએલ મૅચ રમ્યા છે. ઋતુરાજ ગાયકવાડે આઈપીએલની 14 સીઝનમાં સૌથી વધારે રન બનાવીને ઑરેંજ કેપ મેળવી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીના ભરોસાપાત્ર બની ચુકેલા ઋતુરાજ ગાયકવાડના કરિયરની સમીક્ષા.
ઋતુરાજને એ રણજી ટ્રૉફી મૅચ સારી રીતે યાદ છે. 2015-16 રણજી સીઝનમાં મહારાષ્ટ્રનો મુકાબલો ઝારખંડ સાથે દિલ્હીમાં હતો. મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડની ટીમના મેન્ટર હતા.
ઋતુરાજનો ઇરાદો ધોનીની હાજરીમાં સારું પરફૉર્મન્સ કરવાનો હતો. જોકે, આ મૅચમાં ઝારખંડના વરુણ ઍરોનની એક બૉલ ઋતુરાજની આંગળી પર લાગ્યો. મહારાષ્ટ્રના અનુભવી ખેલાડી કેદાર જાદવે ઋતુરાજને કહ્યું કે શું તે રમી શકશે?
ઋતુરાજે ઈજાગ્રસ્ત આંગળી હોવા છતાં બૅટિંગ કરવાની કોશિશ કરી. જોકે, થોડા સમય પછી દુ:ખાવો વધી ગયો. ઋતુરાજ એક આક્રમક શૉટ મારવાની કોશિશમાં આઉટ થયા. ત્યારપછી જે થયું તેને ઋતુરાજ ક્યારેય નહીં ભૂલે.
લંચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઋતુરાજની ઈજા વિશે પુછવા આવ્યા. ધોનીએ ઋતુરાજના બેટ પર ઑટોગ્રાફ આપ્યો અને તેમની આંગળી પર લાગેલા પ્લાસ્ટરમાં "ગેટ વેલ સૂન"નો સંદેશ લખ્યો.
2019માં ચેન્નઈએ ઋતુરાજને 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેન્દ્રસિંહ ધોનીને મળ્યા પછી ઋતુરાજે તે મુલાકાત વિશે પુછ્યું. "જેવી રીતે ધોનીએ કહ્યું કે મને સારી રીતે યાદ છે. તમે એક પ્રતિભાવાન ખેલાડી છો અને ઘરેલુ ક્રિકેટમાં રન બનાવતા રહો."
ભારતીય ક્રિકેટના આધુનિક મહારથીઓમાંના એક મહેન્દ્રસિંહ ધોની જેના પ્રશંસક છે તેવા ઋતુરાજ હવે દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોના પસંદગીના ખેલાડી બની રહ્યા છે.
ઋતુરાજની સીધા બેટ સાથે રમવાની આવડત, પરંપરાગત રીતે તેની ઇનિંગને આગળ વધારવાની કળા, બૉલને હવામાં મારવાને બદલે ગ્રાઉન્ડ શૉટ રમવાની કોશિશ અને પાર્ટનરશિપ કરવાની ક્ષમતા. આ ઉપરાંત તેમની ફિલ્ડીંગ અને સફળતાના જશ્ન સમયે પણ શાંત અને સંયમ ઉજવણી, ઋતુરાજ હવે ક્રિકેટ પ્રશંસકોના એક પસંદગીના ખેલાડી બની ગયા છે.
ઋતુરાજની કહાણી
ઋતુરાજનું પૈતૃક ગામ મહારાષ્ટ્રમાં આવેલા પુરંદર તાલુકાનું પરગાંવ મેમાને છે. જોકે ઋતુરાજ પૂણેના રહેવાસી છે. તેઓ વેરૉક-વેંગસકર એકેડમી, થેરગાંવના વિદ્યાર્થી છે.
માર્ચ મહિનામાં ચેન્નઈમાં લાગેલા આઈપીએલ કેમ્પમાં ઋતુરાજના પ્રદર્શનથી ધોની ઘણા પ્રભાવિત થયા હતા. ઋતુરાજને એક એવા બૅટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે જે સતત રન બનાવે છે. તેમને 2018-19ની સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન ફટકાર્યા હતા.
ઇન્ડિયા એ તરફથી રમતી વખતે વેસ્ટઇન્ડિઝ એ વિરુદ્ધ ઋતુરાજ ચાર મૅચમાં 207 રન બનાવ્યાં જ્યારે શ્રીલંકા એ ટીમ વિરુદ્ધ રમાયેણી શ્રેણીમાં 470 રન ફટકાર્યા.
2019માં ઇન્ડિયા એ તરફથી રમતા તેમણે શ્રીલંકા એ અને વેસ્ટઇન્ડિઝ એ વિરુદ્ધ 187, 125, 94, 84, 73, 3, 85, 20, અને 99 રન બનાવ્યા.
તેમણે વિજય હજારે ટ્રૉફી ટુર્નામેન્ટના સાત મૅચમાં 63.32ની સરેરાશથી 444 રન ફટકાર્યા.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં સ્થાન
2019ની સીઝનમાં કોવિડને કારણે આઈપીએલ યુએઈમાં યોજાઈ હતી. યૂએઈમાં પ્રવેશ કર્યા પછી ચેન્નઈ કેમ્પના 14 લોકોને કોવિડ થયો હતો, જેમાં ઋતુરાજ પણ સામેલ હતા. ઋતુરાજે ફરી વખત કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તે પણ પૉઝિટિવ આવતા તેઓ લાંબા સમય સુધી રમી ન શક્યા.
તેમનો રિપોર્ટ કોવિડ પૉઝિટિવ આવ્યા પછી તેમણે ક્વોરન્ટાઇનમાં રહેવુ પડ્યું. જોકે ઋતુરાજે કહ્યું કે તેમને સકારાત્મક રહેવા માટે ટીમના લોકોએ મદદ કરી.
ડેબ્યુ અને ત્રણ અડધી સદી
મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડને 22 સપ્ટેમ્બરે ડેબ્યુ કરવાનો મોકો આપ્યો. જોકે ત્યારે ટીમનું નસીબ પલ્ટયું અને ટીમની હાર થઈ.
થોડાક દિવસો પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે યુવાઓમાં ચમક નથી. ઋતુરાજની અડધી સદીએ સંકેત આપ્યો કે તેઓ ટીમની ભવિષ્યની યોજનાઓનો ભાગ બની શકે છે.
પહેલી ત્રણ ઇનિંગ્સમાં 0, 5, 0ની ખરાબ શરૂઆત માટે ઋતુરાજની ટીકા પણ થઈ હતી. જોકે સતત એક પછી એક ત્રણ અડધી સદી ફટકારીને ઋતુરાજે આલોચકોને જવાબ પણ આપ્યો.
2020ની સીઝનમાં ઋતુરાજે છ મૅચમાં 51ની સરેરાશ સાથે 204 રન બનાવ્યા.
ભારત માટે ડેબ્યુ
જ્યારે મુખ્ય ખેલાડીવાળી ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટૂર કરી ત્યારે અન્ય એક ભારતીય ટીમ શ્રીલંકા ટૂર પર ગઈ હતી.
આ ભારતીય ટીમમાં ઋતુરાજને સામેલ કરવામાં આવ્યા. 28 જૂલાઈના રોજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલા ટી-20 મૅચ પહેલાં ઋતુરાજને ભારતીય ટીમની કૅપ આપવામાં આવી.
તેમણે પહેલી મૅચમાં 21 અને બીજીમાં 14 રન બનાવ્યા.
"વાત ન કરવી એ પણ એક સમસ્યા છે"
ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 2020ની સીઝન દરમિયાન ઋતુરાજ વિશે એક ટિપ્પણી કરી હતી.
"અમે ઋતુરાજને નેટ્સમાં રમતા જોયા છે. જોકે તેમને પછી કોવિડ થઈ ગયો. તેમને 20 દિવસ માટે ક્વૉરન્ટાઇન કરવા પડ્યા. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. તેમને બાકીની મૅચમાં મોકો મળ્યો. આ તેમના માટે એક યાદગાર સીઝન રહેશે."
"ઋતુરાજ એવા ખેલાડીઓમાંથી એક છે જે ખૂબ જ પ્રતિભાશાળી છે. પરંતુ તે ખૂબ ઓછું બોલે છે. આના કારણે ટીમ મૅનેજમેન્ટ માટે તેને સમજવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે. અમે બધાંએ જોયું છે કે એકવાર તેઓ પિચ પર સ્થિર થઈ જાય પછી તે કેટલા બહુમુખી બની શકે છે."