IPL : ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચે એવું તો શું થયું કે જેની ચર્ચા થઈ રહી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, બીબીસી, મુંબઈ ઇન્ડિયન્સ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે. પોથીરાજ
    • પદ, બીબીસી તમિલ

ગઈ કાલે અમદાવાદમાં રમાયેલી IPL T20 ટુર્નામેન્ટની નવમી લીગ મૅચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું.

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. 197 રનના લક્ષ્યાંક હાંસલ કરવા મેદાન પર ઊતરેલી મુંબઈની ટીમે છ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા. અને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સે 2023થી અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી તમામ ચાર મેચ જીતી છે.

ગુજરાત ટીમની જીતનું મુખ્ય કારણ ફક્ત બે જ લોકો છે. સૌપ્રથમ, તમિલનાડુના બૅટ્સમૅન સાઈ સુદર્શન કે જેમણે 41 બૉલમાં 61 રન બનાવ્યા, જ્યારે પ્રસિત કૃષ્ણાએ ચાર ઓવર ફેંકી અને 18 રન આપીને બે વિકેટ લીધી હતી. આ જોડીએ જીતમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. મેન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ પ્રસિત કૃષ્ણાને આપવામાં આવ્યો હતો.

આ મૅચમાં ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા રોહિત શર્મા સાથે જે રીતે વર્તન કર્યું તેના વિશે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ચાહકો ચર્ચા કરી રહ્યા છે.

ગિલ, સાઈએ પાવરપ્લેનો ઉપયોગ કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, બીબીસી, મુંબઈ ઇન્ડિયન્સ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના ઓપનર્સ, કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને, રન ઉમેરવા માટે પાવરપ્લે ઓવરનો સારો ઉપયોગ કર્યો. બંનેએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 32-32 રન ઉમેર્યા. બંનેએ ઓપનર તરીકે બેટિંગ કરી છે અને 1,300થી વધુ રન બનાવ્યા છે.

પાવરપ્લેમાં ગુજરાતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવ્યા. ફિલ્ડિંગ પ્રતિબંધો હળવા થયા પછી, મુંબઈએ સાતમીથી દસમી ઓવર સુધી કસાયેલી બૉલિંગ કરી, જેના કારણે ગુજરાત ફક્ત 13 રન જ બનાવી શક્યું.

હાર્દિક પંડ્યાએ ડીપ સ્ક્વેર લેગ પર શૉર્ટ બૉલ ફેંક્યો. હાર્દિકની યોજનાના કારણે શુભમન ગિલ 38 રન બનાવીને આઉટ થયા. બંનેએ પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી.

આ પછી જોસ બટલર મેદાનમાં આવ્યા અને તેમણે ચોગ્ગા અને છગ્ગાની મદદથી રન બનાવ્યા. એક તરફ સુદર્શન અને બીજી તરફ બટલર ઝડપથી રન બનાવી રહ્યા હતા. બટલર 39 રને મુજીબુર રહેમાનના બૉલ પર બોલ્ડ થયા.

200 રનન ન બનાવી શકી ગુજરાત ટાઇટન્સની ટીમ

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, બીબીસી, મુંબઈ ઇન્ડિયન્સ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ત્યાર બાદ શાહરુખ ખાન આવ્યા અને પંડ્યાના બૉલ પર નવ રન બનાવીને આઉટ થયા. સારી બેટિંગ કરનારા સુદર્શને 33 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આગળ આવેલા રુધરફોર્ડે બે છગ્ગા ફટકાર્યા. 18મી ઓવરથી ગુજરાત ટીમની માઠી દશા બેઠી.

18મી ઓવરના છેલ્લા બૉલ પર, બોલ્ટે સુદર્શનને યૉર્કર ફેંક્યો અને તેઓ 63 રન બનાવીને આઉટ થયા. દીપક ચહર દ્વારા ફેંકાયેલી આગામી 19મી ઓવરમાં, રાહુલ દ્વિવેદી એક પણ બૉલનો સામનો કર્યા વિના રન આઉટ થઈ ગયા, અને બીજા બૉલમાં, રુધરફોર્ડે 18 રન બનાવીને સેન્ટનરને કૅચઆઉટ કરાવ્યા.

સત્યનારાયણ રાજે દ્વારા ફેંકાયેલી છેલ્લી ઓવરમાં, રાશિદ ખાન છગ્ગા ફટકારીને પંડ્યાના હાથે કેચઆઉટ થયા, અને છેલ્લા બૉલ પર સાઈ કિશોર એક રન બનાવીને રન આઉટ થયા.

ગુજરાતનો સ્કોર 179 રન પર ચાર વિકેટે મજબૂત દેખાઈ રહ્યો હતો અને તેઓ સરળતાથી 200 રનના સ્કોર સુધી પહોંચે તેવી અપેક્ષા હતી. જોકે, છેલ્લા 17 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ગુજરાતની ટીમ આવું ન કરી શકી. ગુજરાત તરફથી હાર્દિકે બે વિકેટ લીધી, જ્યારે બોલ્ટ, દીપક ચહર, રાજુ અને રહેમાને એક-એક વિકેટ લીધી.

રોહિત શર્મા નિરાશ થયા

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્રિકેટ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈની ઇનિંગની વાત કરીએ તો મુંબઈની ટીમ જીત માટે 197 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઊતરી હતી. રોહિત શર્માએ આવતાંવેત બે ચોગ્ગા ફટકાર્યા. બે ચોગ્ગા ખાધા બાદ સિરાજે લેન્થ થોડી ખેંચી અને ઇનસ્વિંગ બૉલ ફેંક્યો.

રોહિત શર્માએ તેને સામાન્ય બૉલ સમજીને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા.

સિરાજે આઇપીએલમાં પહેલી વાર રોહિતની વિકેટ લીધી. રોહિત શર્મા સતત બીજી મૅચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા.

સૂર્યકુમાર અને તિલક વર્માની જોડી

રબાડાએ તિલક વર્માને ઝડપી બૉલ નાખીને બોલ્ડ કર્યા, તિલક પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.

બીજી બાજુ, સિરાજની બૉલિંગમાં રેકલેટન છ રન બનાવીને બોલ્ડ થયા.

તે બાદ આવેલા સૂર્યકુમારે તિલક વર્મા સાથે જોડી બનાવી. બંને ઝડપથી સ્કોર વધારતા ગયા.

પાવરપ્લે ઓવરના અંતે, મુંબઈએ બે વિકેટ ગુમાવીને 48 રન બનાવ્યા હતા.

સૂર્યકુમારે ફટકાબાજી શરૂ કરતાંની સાથે જ કે તરત જ તિલક વર્માએ પોતાની ગતિ ધીમી કરી દીધી.

સિરાજે એક સબ-પાર શોટ ફેંક્યો અને સ્કાયે તેને સિક્સર ફટકારી, સ્કાયે ઇશાંતની ઓવરમાં પણ એવી જ સિક્સર ફટકારી,

સૂર્યકુમાર યાદવે પોતાની પ્રતિભાનો પરચો આપતાં સિરાજ, ઇશાંત અને સાઇ કિશોર સહિતના બૉલરોને ફટકાબાજીથી હંફાવી દીધા.

સૂર્યકુમાર અને તિલક વચ્ચેની ભાગીદારી 42 બૉલમાં 62 રન સુધી પહોંચી. મુંબઈને છેલ્લી નવ ઓવરમાં જીતવા માટે 100 રનની જરૂર હતી.

પ્રસિત કૃષ્ણાએ પાસું પલટી નાખ્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્રિકેટ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રસિત કૃષ્ણાને બૉલિંગ માટે બોલાવ્યા પછી મુંબઈનો સ્કોર ઘટવા લાગ્યો. પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘણા બધા ધીમા બોલ ફેંકીને મુંબઈના બેટ્સમેનોને હતાશ કર્યા.

પ્રસિત કૃષ્ણાને બૉલિંગ તક મળતાં જ મુંબઈની રન બનાવવાની ગતિ ધીમી પડવા લાગી. તેમણે સ્લોઅર બૉલ ફેંકીને મુંબઈના બૅટ્સમૅનો ખિન્ન કરી મૂક્યા.

તિલક વર્મા 39 રન બનાવીને પ્રસિત કૃષ્ણા સ્લોઅરના બૉલનો શિકાર બન્યા.

એ બાદ મેદાન પર આવેલા નવોદિત રોબિન મીન્સે સાઈ કિશોરના બૉલ પર ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી.

સૂર્યકુમાર યાદવ ઝડપથી પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેઓ પણ પ્રસિત કૃષ્ણાના 97 કિમીની ગતિથી ફેંકાયેલા બૉલ પર શુભમન ગિલના હાથે કૅચઆઉટ થઈ ગયા. તેઓ 48 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા.

11 રનના વ્યક્તિગત સ્કોરે રમી રહેલા હાર્દિક પંડ્યાએ રબાડાની ઓવરમાં શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સિરાજને કૅચ આપી બેઠા. એક સમયે 97 રનના સ્કોરે બે વિકેટ ગુમાવીને મજબૂત સ્થિતિમાં જણાઈ રહેલી મુંબઈની ટીમ માત્ર 27 રનમાં ચાર વિકેટ ગુમાવીને હવે પડી ભાંગી હતી.

મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યા ગત વર્ષે આ જ મેદાન પર ગુજરાતની ટીમ વતી રમ્યા હતા. જોકે, આ વખત તેઓ પીચની પ્રકૃતિ મુજબ પોતાની બેટિંગને ઢાળવામાં અસફળ રહ્યા. આ તબક્કા સુધી મુંબઈને ત્રણ ઓવરમાં 73 રનની દરકાર હતી.

સેન્ટનર 18 રન અને નમન દીર 18 રન બનાવીને અણનમ રહ્યા. આમ, મુંબઈ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને માત્ર 160 રન બનાવી શકી. ગુજરાત તરફથી સિરાજ અને પ્રસિત કૃષ્ણાએ બબ્બે વિકેટ લીધી, જ્યારે રબાડા અને સાઈ કિશોરને એક-એક વિકેટ મળી.

ગુજરાત ટાઇટન્સ માટે અનુકૂળ પીચ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્રિકેટ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત ટાઇટન્સ માટે વિજયનું મુખ્ય કારણ અમદાવાદની અનુકૂળ પીચ બની રહી. મુંબઈની ટીમ લાલ માટીની પીચો પર રમવા માટે ટેવાયેલી છે, અને એવી પીચ પર બેટિંગ કરવાનું સરળ બની રહે છે.

જોકે, ગઈ કાલે અમદાવાદમાં રમાયેલી મૅચમાં ઉપયોગમાં લેવાયેલી પીચ એ જ કાળી માટીની હતી, જે 2023ના વર્ડ કપ ફાઇનલમાં ભારત-ઑસ્ટ્રેલિયા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. આ પીચ પર બૉલ ધીમી ગતિએ બૅટ્સમૅન સુધી આવે છે અને થોડો અટકી જાય છે.

તમે ફક્ત નવા બૉલથી જ મોટા શોટ મારી શકો છો, અને જો બૉલ થોડો ઘસાઈ ગયો હોય તો મોટા શોટ મારવા મુશ્કેલ બની જાય છે.

જો કોઈ આ પીચ પર 180 રન બનાવી દે તો પણ, વિરોધી ટીમને રન બનાવવામાં મુશ્કેલી પડશે. આમ, 196 રનનો લક્ષ્યાંક એક અશક્ય લક્ષ્ય હતું.

કાળી માટીની પીચ પર રમતી વખતે શું મુશ્કેલી થાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્રિકેટ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

વિજય પછી, ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે કહ્યું, "અમે પહેલી મૅચ પહેલાં જ આ કાળી માટીની પીચ પર રમવા માંગતા હતા. પીચની પસંદગી પ્રતિસ્પર્ધી કોણ છે તેના આધારે કરવામાં આવી હતી. લાલ માટીની પીચ કરતાં બેટિંગ અને બૉલિંગ માટે આવી પીચ અમારા માટે વધુ સારી રીતે કામ કરશે."

તેમણે આગળ વાત કરતાં કહ્યું કાળી માટીની પીચ પર રમતી વખતે મોટા શોટ રમવાનું મારવા મુશ્કેલ હોય છે, અને જ્યારે બૉલ ઢીલો હોય ત્યારે શોટ મારવા વધુ મુશ્કેલ હોય છે.

શુભમન ગિલે કહ્યું, "જ્યાં સુધી અમને ચિંતા છે, આપણે યોજનાઓની ચર્ચા કરીએ છીએ અને તેનો અમલ કરીએ છીએ, ક્યારેક તે યોજના મુજબબધું થાય છે, ક્યારેક ન પણ થાય. મને ખબર નથી કે રાશિદ ખાને આ મૅચમાં બે જ ઓવર કેમ ફેંકી. આવું તેમણે ટી20 મૅચમાં પહેલી વાર કર્યું છે. હું સામાન્ય રીતે રાશિદ ખાનને છેલ્લે ઉતારું છું, પરંતુ ઝડપી બૉલરો સારી બૉલિંગ કરી રહ્યા હોવાથી, મેં બૉલિંગ ક્રમ બદલ્યો નહીં, કારણ કે હું નહોતો ઇચ્છતો કે મૅચ હાથમાંથી નીકળી જાય. પ્રસિત કૃષ્ણાએ શાનદાર બૉલિંગ કરી. "આગામી મૅચોમાં, આરસીબી અને સનરાઇઝર્સ સામે, એક મોટો પડકાર હશે."

ચાહકોએ કર્યાં રોહિતનાં વખાણ

ગત સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે કૅપ્ટન બદલ્યો હોવા છતાં, ગઈ કાલની રમત પછીની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ સૂચવે છે કે ટીમના કેટલાક ચાહકો હજુ પણ આ ફેરફાર સ્વીકારવા તૈયાર નથી.

મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોનો એક વર્ગ રોહિત શર્માને જ શ્રેષ્ઠ માને છે. તેમણે ગઈ કાલની હાર બાદ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી હતી.

ખાસ કરીને, જ્યારે ગુજરાત ટાઇટન્સ સારી બેટિંગ કરી રહી હતી અને રન બનાવી રહી હતી, ત્યારે હાર્દિક પંડ્યા ઘણી વાર રોહિત શર્મા પાસેથી સલાહ લેતા જોવા મળતા હતા.

મુંબઈ ઇન્ડિયન્સના કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા પર વીડિયો અને સ્ક્રીનશોટ શૅર કરીને રોહિત શર્માને 'કૅપ્ટન ફોરેવર' ગણાવ્યા છે.

તેમણે હાર્દિક પંડ્યાની ફિલ્ડિંગ રણનીતિઓ અને ગુજરાત ટીમ સામે બૉલરો બદલવાની રીતની ટીકા કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.