IPLમાં સૌથી વધુ ચર્ચામાં રહેતાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનાં કાવ્યા મારન કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, કાવ્યા મારન, સનરાઇઝર્સ હૈદરાબાદ, ક્રિકેટ, ટી20 ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાવ્યા મારન
    • લેેખક, બલ્લા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"આવતી વખતે, કૃપા કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે સારા ક્રિકેટરો પસંદ કરો. હૈદરાબાદ ટીમ રમી રહી હોય છે ત્યારે કાવ્યા મારનના ચહેરાના હાવભાવ જોઈને મારું બ્લડ પ્રેશર વધી જાય છે."

આ વાત અભિનેતા રજનીકાંતે કહી હતી. તેમણે 2023 માં ફિલ્મ જેલરના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન આ વાત કહી હતી.

ફક્ત રજનીકાંત જ નહીં, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ જ્યારે મૅચમાં રમતી હોય છે ત્યારે આ મૅચ જોનાર લગભગ દરેક વ્યક્તિ સ્ટેડિયમમાં ટીમને ઉત્સાહિત કરવા આવતાં કાવ્યા મારનના ચહેરાના હાવભાવ અંગે કંઈક આવી જ પ્રતિક્રિયા આપે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, કાવ્યા મારન, સનરાઇઝર્સ હૈદરાબાદ, ક્રિકેટ, ટી20 ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

સનરાઇઝર્સ હૈદરાબાદનાં સીઈઓ તરીકે પસંદગી થયા પછી તેમનું નામ દેશભરના આઈપીએલ ચાહકોમાં લોકપ્રિય બન્યું છે.

હૈદરાબાદની ટીમ પર ગુસ્સો કરતા અને ઉજવણી કરતા એમન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

કાવ્યા મારન એટલાં લોકપ્રિય થઈ ગયાં છે કે જેઓ ક્રિકેટ નથી જોતા તેઓ પણ તેમને ઓળખે છે.

કાવ્યા મારન કોણ છે? તેઓ કઈ જવાબદારીઓ સંભાળી રહ્યાં છે? બીજી કઈ કંપનીઓ તેમના નિયંત્રણ હેઠળ છે? જાણો અહીં.

કાવ્યા મારન કોણ છે?

1991માં ચેન્નાઈમાં જન્મેલાં કાવ્યા મારન સન ગ્રૂપના સ્થાપક અને ચૅરમૅન કલાનિધિ મારનનાં એકમાત્ર પુત્રી છે.

કાવ્યા મારનના દાદા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારન છે. કાવ્યા તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કરુણાનિધિનાં પ્રપૌત્રી પણ છે.

કાવ્યાએ ચેન્નાઈની સ્ટેલા મેરિસ કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને બાદમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે વિદેશ ગયાં હતા. તેમણે સન ગ્રૂપના એક ભાગ, સન મ્યુઝિક અને રેડિયો વિભાગોનું પણ સંચાલન કર્યું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, આઇપીએલ, કાવ્યા મારન, સનરાઇઝર્સ હૈદરાબાદ, ક્રિકેટ, ટી20 ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમજ સન નેક્સ્ટ ઓટીટી પ્લૅટફૉર્મ બનાવવામાં તેમની મુખ્ય જવાબદારી છે. કાવ્યા મારન 2018થી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનું સંચાલન કરી રહ્યાં છે.

કાવ્યા મારન 2019 માં સન ગ્રૂપના ડિરેક્ટર બોર્ડમાં જોડાયાં હતાં. કાવ્યા મારન હાલમાં સન ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

હૈદરાબાદ ટીમનું સંચાલન 2008 થી 2012 સુધી ડેક્કન ક્રોનિકલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના માલિક ટી. વેંકટરામ રેડ્ડીનાં પુત્રી ગાયત્રી રેડ્ડી ટીમના સંચાલનની જવાબદારી સંભાળતાં હતાં.

તે સમયે, ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ હતું. આ ટીમને 2012માં તામિલનાડુના સન ગ્રૂપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

સનરાઇઝર્સ ટીમના મૅનેજમેન્ટની સંભાળ રાખવા ઉપરાંત, કાવ્યા દક્ષિણ આફ્રિકામાં યોજાનારી SA20 ક્રિકેટ મૅચોમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમનું પણ સંચાલન કરે છે.

આ ટીમ દક્ષિણ આફ્રિકાના ક્વેકવે (અગાઉ પોર્ટ એલિઝાબેથ) શહેરનું પ્રતિનિધિત્વ કરે છે. સન ગ્રૂપે આ ટીમ 2022 માં લૉન્ચ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.