ડ્રાઇવર વિના ગાડી દોડે, કૅશિયર વિનાની માર્કેટ, ડિજિટલ કોડથી દરવાજા ખૂલે... આ શહેરોનું જીવન કેટલું અલગ છે?

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લિન્ડસે ગેલોવે
    • પદ, બીબીસી ટ્રાવેલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંચાલિત પરિવહનથી માંડીને અડચણવિહોણી કૅશલૅસ જીવનશૈલી સુધીની સુવિધાઓ ધરાવતાં આ પાંચ શહેરી ક્લસ્ટર્સ તેમની અદ્યતન ટૅક્નૉલૉજી અને રોજિંદી કુશળતા માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચ પર છે.

એઆઇના ઝડપી ઉદય, સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સ અને ગ્રીન ઍનર્જી મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે ત્યારે નાવીન્ય અગાઉ કરતાં વધુ ઝડપે આગળ ધપી રહ્યું છે.

વિશ્વભરનાં દેશો અને શહેરોમાંથી નવી શોધો તથા પેટન્ટ્સ ઊભરી રહી છે, પરંતુ કેટલાંક સ્થળો પ્રગતિની હરણફાળનું કારણ બન્યાં છે.

વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુઆઇપીઓ) દ્વારા વાર્ષિક ધોરણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (જીઆઇઆઇ) પ્રકાશિત કરવામાં આવે છે. આ જીઆઇઆઇમાં રોકાણની પૅટર્ન, ટૅક્નૉલૉજિકલ પ્રગતિ, ઍડોપ્શન રેટ્સ અને એકંદર સામાજિક-આર્થિક પ્રભાવ સહિતના માપદંડોને આધારે ટોચના દેશો તથા મેટ્રો-સિટી ક્લસ્ટર્સને રેન્કિંગ આપવામાં આવે છે.

વૈશ્વિક પૅટન્ટ અને વેન્ચર કૅપિટલ ઍક્ટિવિટીમાં સાન ફ્રાન્સિસ્કોથી માંડીને શેનઝેન સુધીનાં 100 અગ્રણી ક્લસ્ટર્સ 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ટૅક્નૉલૉજી દૈનિક જીવનને કેવી રીતે આકાર આપે છે અને તેમના અદ્યતન વિચારો વિશ્વના બાકી ભાગોમાં પહોંચે તે પહેલાં મુલાકાતીઓ તેનો કેવી રીતે અનુભવ કરી શકે છે એ જાણવા માટે અમે ટોચના પાંચ ઇનોવેશન ક્લસ્ટર્સના રહેવાસીઓ સાથે વાત કરી હતી.

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

શેનઝેન – હૉંગકૉંગ – ગુઆંગઝોઉ

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચીને આ વર્ષે પ્રથમ વખત જીઆઇઆઇના ટૉપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તેનું મુખ્ય કારણ પૅટન્ટની વધતી સંખ્યા, વૈજ્ઞાનિક રોકાણ અને વેન્ચર કૅપિટલમાં વૃદ્ધિ છે.

તે અહેવાલમાંના 100 અગ્રણી ક્લસ્ટર્સ પૈકીના 24માં સમાવિષ્ટ છે, જેમાં દક્ષિણ ચીનનું શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ ટૅક સેન્ટર પ્રથમ ક્રમે છે.

આ પ્રદેશમાં ટૅક્નૉલૉજી રોજિંદા જીવનમાં વણાયેલી છે અને સંસ્કૃતિમાં નાવીન્ય જોડાયેલું છે. હૉંગકૉંગના રહેવાસી જેમી રિવર જણાવે છે કે તમે એવા સ્ટ્રીટ માર્કેટમાં જઈ શકો છો, જ્યાં વિક્રેતાઓ હસ્તલિખિત ભાવની બાજુમાં ચુકવણી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરે છે, જ્યારે નાના દુકાનદારો ત્રણ અલગ-અલગ ઍપ્લિકેશન્શ દ્વારા તેમના ડિલિવરી ઓર્ડરનું વ્યવસ્થાપન કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં ત્રણ વર્ષથી રહેતા જેમી રિવર કહે છે, "જૂના અને નવાના સંયોજનથી એક વિચિત્ર ઊર્જા સર્જાય છે. અહીં કોઈ અજમાયશ કરવાથી ડરતું નથી."

હૉંગકૉંગનું ઑક્ટોપસ કાર્ડ 1997માં મૂળ રૂપે જાહેર પરિવહનમાં ચુકવણી પદ્ધતિ તરીકે શરૂ થયું હતું. તે હવે એક પ્રિય રોજિંદું ટૅક સૉલ્યુશન બની ગયું છે, જેનો ઉપયોગ વેન્ડિંગ મશીનોથી માંડીને પાર્કિંગ મીટર સુધીની દરેક ચુકવણી માટે કરી શકાય છે.

હૉંગકૉંગની અદ્યતન ટૅક્નૉલૉજીનો અનુભવ કરવા માટે રાત્રે સ્ટાર ફેરી પર જવાની અને સિમ્ફની ઑફ લાઇટ્સ શો જોવાની ભલામણ જેમી રિવર મુલાકાતીઓને કરે છે. એ કાર્યક્રમમાં 43 ઇમારતોમાં લાઇટ્સ, લૅસર અને એલઇડી સ્ક્રીન સાથે સંગીતનું સંયોજન કરવામાં આવે છે.

અગાઉના પોલીસ ક્વાર્ટર્સ પીએમક્યુમાં સર્જનાત્મક પરિવર્તનની ઝલક જોવા મળે છે. તેમાં હવે સ્ટુડિયો, દુકાનો અને કાફે આવેલાં છે. જેમી રિવર કહે છે, "તમને પરંપરાગત કેલિગ્રાફી સ્ટુડિયોની બાજુમાં જ થ્રીડી પ્રિન્ટિંગ વર્કશૉપ જોવા મળશે."

હુવેઈથી માંડીને ટેન્સેટ સુધી વૈશ્વિક કંપનીઓના ઘર જેવા શેનઝેનને માછીમાર ગામડામાંથી ટૅક પાવરહાઉસમાં પરિવર્તિત કરવાનું ચીની સરકારનું પગલું આયોજનપૂર્વકનું હતું.

ચીની સરકારે 1980માં શહેરને તેનું પ્રથમ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન બનાવ્યું હતું, જેમાં નાવીન્યને પ્રોત્સાહિત કરવા કરમાં છૂટ તથા અને અન્ય લાભ આપવામાં આવ્યા હતા.

2008માં યુનેસ્કો ક્રીએટિવ સિટી નામ મળ્યા પછી આ શહેરનો સર્જનાત્મકતાના કેન્દ્ર તરીકેનો દરજ્જો વધ્યો હતો. તેમાં શેનઝેન ઓપન ઇનોવેશન લેબ જેવા ઇન્વેસ્ટમેન્ટ ફંડિંગનો અવકાશ હતો.

2008થી અહીં રહેતા લિયોન હુઆંગ કહે છે, "આ સહાયક માળખું ઝડપી વિકાસ અને પ્રયોગને મદદરૂપ થાય છે. ઓસીટી લોફ્ટ અને શેકાઉ ડિઝાઇન સોસાયટી જેવી મેકરસ્પેસ બધા માટે ઉપલબ્ધ છે. તે વીઆર સેટઅપ સહિતનાં અદ્યતન સાધનોની સસ્તી સુવિધા આપે છે. આ જગ્યામાં આવતા લોકો, જેમાં શોખીનો, વિદ્યાર્થીઓ અને હુવેઈ તથા ડીજીઆઇ જેવી ટૅક્નૉલૉજી કંપનીઓના પ્રોફેશનલ્શનો સમાવેશ થાય છે. તેઓ અહીંના સર્વસમાવેશક વાતાવરણમાં ફાળો આપે છે."

મુલાકાતીઓએ શેનઝેન ટેલેન્ટ પાર્ક બે અથવા વસંત ઉત્સવ અને નૅશનલ ડે જેવી મુખ્ય ઇવેન્ટ્સ દરમિયાન યોજાયા ડ્રોન શો જોવા જોઈએ, તેવી ભલામણ હુઆંગ કરે છે. આ શહેરે વિશ્વના સૌથી મોટા ડ્રોન શોનો રેકૉર્ડ તાજેતરમાં જ બનાવ્યો હતો. જેમાં લગભગ 12,000 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ટોક્યો – યોકોહામા

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

બીજા ક્રમે ટોક્યો-યોકોહામા ક્લસ્ટર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પૅટન્ટ ફાઇલિંગમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે. વૈશ્વિક ફાઇનલિંગમાં તેનો 10 ટકાથી વધુ હિસ્સો છે. જોકે, રહેવાસીઓ અહીંની ટૅક્નૉલૉજી અને નાવીન્યની પ્રશંસા કરે છે. તેમને એ આકર્ષક નહીં, પરંતુ વ્યવહારુ લાગે છે.

ડાના યાઓએની તેમના પતિ સાથે ટોક્યોમાં પહેલી વાર મુલાકાત થઈ હતી અને હવે તેઓ જાપાન તથા અમેરિકા વચ્ચે આવ-જા કરતાં રહે છે.

તેઓ કહે છે, "જાપાનમાં ટૅક્નૉલૉજી એ ઊડતી કારની કલ્પના નથી. 2050માં એવું થવાની કલ્પના આપણે બધાએ કરી છે."

જાપાનમાં ટ્રેન કાર્ડનો ઉપયોગ બસો અને વેન્ડિંગ મશીનો માટે પણ કરી શકાય છે. કન્વીનિયર્સ સ્ટોર્સમાંના એઆઇ સેન્સર્સ સેલ્ફ-ચેકઆઉટ અને કૅશલૅસ ચુકવણીની સુવિધા આપે છે.

ડાના યાઓએ ઉમેરે છે, "તમને નાનું, પરંતુ શક્તિશાળી નાવીન્ય દરેક જગ્યાએ મળશે. તે હાઈ-ટૅક છે, પરંતુ હજુ પણ ખૂબ જ માનવીય અને ખરેખર મદદરૂપ છે."

હેનના હોટલમાં પ્રવાસીઓ આ ટૅક-ફોરવર્ડ દુનિયાનો અનુભવ કરી શકે છે, જ્યાં ચેક-ઇન સંપૂર્ણપણે સ્વયંસંચાલિત છે. કેટલોક સ્ટાફ રોબૉટિક છે અને શ્રેષ્ઠ ઊંઘ માટે 'સ્માર્ટ બેડ' તાપમાનનું સમાયોજન કરે છે.

ટોક્યો બેમાં યુરીકામોમ લાઇન પર ડ્રાઇવરલેસ ટ્રેનમાં પ્રવાસ કરવાની ભલામણ ડાના યાઓ કરે છે. તેઓ કહે છે, "તે સંપૂર્ણપણે સ્વચાલિત છે અને તેમાં તમને રેઇનબો બ્રિજનાં અદભુત દૃશ્યો જોવા મળે છે."

ડિજિટલ અજાયબીના ડોઝ માટે ટીમલેબ પ્લેન્ટ ટૅક-ઇમર્સિવ આર્ટનો અનુભવ પ્રદાન કરે છે. ડાના યાઓ કહે છે, "તમારી હિલચાલ, પ્રકાશ અને અવાજ સામે સંપૂર્ણ ઓરડો પ્રતિક્રિયા આપે છે. તે ખરેખર અદભુત છે."

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

સેન જોસ – સાન ફ્રાન્સિસ્કો

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

વિશ્વભરમાં સિલિકોન વૅલી તરીકે જાણીતું સેન જોસ – સાન ફ્રાન્સિસ્કો ક્લસ્ટર વિશ્વમાં વેન્ચર કૅપિટલમાં મોખરે છે. તમામ વૈશ્વિક સોદાઓ પૈકીના લગભગ સાત ટકા અહીં થાય છે.

જીઆઇઆઇ રિપોર્ટમાં પણ તેણે માથાદીઠ સૌથી વધુ કેન્દ્રિત નાવીન્ય પ્રવૃત્તિ ધરાવતા ક્લસ્ટર તરીકે સ્થાન મેળવ્યું છે.

ખાસ કરીને એઆઇમાં મોટી તક તોળાઈ રહી છે ત્યારે આ ક્લસ્ટર ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપને સતત આકર્ષી રહ્યું છે. ટિકિટ ફેરીના સ્થાપક અને સાન ફ્રાન્સિસ્કોના નવા રહેવાસી રીતેશ પટેલ કહે છે, "હું અત્યાર સુધી સાન ફ્રાન્સિસ્કોમાં રહેવા ઇચ્છતો ન હતો. તે મૂળમાં ડોટ કોમ બૂમ જેવું છે. ખૂબ જ સ્માર્ટ લોકો અહીં એકઠા થઈ રહ્યા છે અને અહીંથી ચાલ્યા ગયા હતા એ લોકો પણ પાછા આવી ગયા છે."

તેનો અર્થ એ છે કે દરેક જગ્યાએ નેટવર્કિંગની શક્યતા છે. તેઓ કહે છે, "તમે ડિનર લેતા હો અને સ્ટાર્ટ-અપના સ્થાપક તરીકે તમારી સામેના પડકારો વિશે વાત કરી શકો છો અને બીજી જ મિનિટે ટેબલ પરની કોઈ વ્યક્તિ કહે છે કે તેઓ તમને મદદ કરી શકે તેમ છે."

"તેઓ એક મૅસેજ મોકલે છે અને કોઈ એવી સંબંધિત વ્યક્તિ સાથે તમારી મુલાકાત કે પરિચય અચાનક થાય છે, જેનો સંપર્ક તમે ઇમેઇલ કે સોશિયલ મીડિયા મારફત ક્યારેય ન કરી શક્યા હોત. એ ખરેખર બહુ વિચિત્ર છે."

સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વૅલીના મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવાહમાં આવતા પહેલાં ટૅક્નૉલૉજીમાં પ્રયાસ કરવો જરૂરી છે.

રીતેશ પટેલ કહે છે, "અહીં તમને એવી અદ્યતન ટૅક્નૉલૉજી મળશે, જેના વિશે બાકીની દુનિયાને છ કે બાર મહિના પછી ખબર પડશે."

ઉબર અને લિફ્ટ જેવી રાઇડ-હેન્ડલિંગ સેવાઓનો ઉપયોગ, તે વૈશ્વિક કંપનીઓ બની તે પહેલાં અહીં વ્યાપકપણે થતો હતો. હવે સ્વાયત્ત ડ્રાઇવિંગ વેમો કારનું મોટું માર્કેટ છે અને ઍપ્લિકેશન ડાઉનલોડ કરનાર કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

બીજિંગ

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જીઆઇઆઇમાં ચીનની આ રાજધાનીએ સાયન્ટિફિક રિસર્ચ આઉટપુટમાં અન્ય દરેક શહેરને પાછળ છોડી દીધું છે.

વૈશ્વિક સ્તરે પ્રકાશિત તમામ રિસર્ચ પેપર્સમાં તેનો ફાળો ચાર ટકા હોય છે, પરંતુ અહીંના રહેવાસીઓ જણાવે છે કે બીજિંગની વાસ્તવિક તાકાત હાઈ-ટૅક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊંડા સાંસ્કૃતિક મૂળ વચ્ચેનું સંતુલન છે.

હાલ બીજિંગને પોતાનું ઘર ગણાવતા એઆઇ ફ્યૂચરિસ્ટ એલે ફેરેલ-કિંગ્સલી કહે છે, "અન્ય સ્માર્ટ શહેરો આધુનિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ બીજિંગ નાવીન્ય, સંસ્કૃતિ અને રહેવા લાયક પરિસ્થિતિનું મિશ્રણ કરે છે. એ તેને આધુનિક અને અનન્ય બનાવે છે."

તેમના કહેવા મુજબ, રોજિંદા જીવનમાં અલીપે અને વીચૅટ જેવી સુપર ઍપ્સનો વ્યાપક પ્રભાવ છે. તેમાં અનુવાદના વિકલ્પ, ક્યુઆર કોડ પેમેન્ટ્સ અને ફૂડ ઑર્ડરિંગ સુવિધા બંનેનો સમાવેશ થાય છે.

એઆઇ ખાસ કરીને ડીપસીક અને ડોઉબાઓ દૈનિક સેવાઓમાં એકીકૃત થઈ ગયું છે, જે અંગ્રેજી બોલતા લોકો માટે અનુવાદ સરળ બનાવે છે.

ઘરેથી રવાના થાઓ ત્યારે તમને સૌથી વધારે નિરાશા ત્યારે થાય છે, જ્યારે તમને ખબર પડે કે સર્વિસિસ બીજે ક્યાં આટલી સુલભ નથી.

એલે ફેરેલ-કિંગ્સલી કહે છે, "અહીં બધું એટલી સારી રીતે કામ કરે છે કે બહાર નીકળતાં પહેલાં આ સેવાઓ કેટલી સંકલિત અને નાવીન્યસભર હોઈ શકે તે લગભગ ભૂલી શકાય તેવું છે. મેં ટૅક્નૉલૉજી સંબંધી ગડબડનો સામનો ભાગ્યે જ કર્યો છે."

"ઘણી વાર હું અન્ય દેશમાં ગઈ હોઉં અને આવી સેવાઓ ન હોય અથવા કામકાજ સરળતાથી ચાલતું ન હોય ત્યારે હું હતાશા અનુભવું છું. અધીરી થઈ જાઉં છું."

પ્રવાસીઓ બાઇડૂની એપોલો રોબૉટૅક્સી બૂક કરીને શહેરના અદ્યતન એઆઇનો અનુભવ કરી શકે છે.

એલે ફેરેલ-કિંગ્સલી કહે છે, "તેનો અનુભવ ખાસ કરીને એટલા માટે અતિ રોમાંચક છે કે તેમાં કોઈ સ્ટીયરિંગ વ્હીલ હોતું નથી. તમારે કારમાં બેસી જવાનું અને કાર આપમેળે ચાલતી થઈ જાય છે. તે ફ્યૂચરિસ્ટિક અને આશ્ચર્યજનક રીતે સલામત લાગે છે."

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

સોલ

ચીન, બીજિંગ, શેનઝેન, હૉંગકૉંગ, ગુઆંગઝોઉ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અમેરિકા, હાઈટૅક શહેરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જીઆઇઆઇ ઇનોવેશન ક્લસ્ટર્સમાં પાંચમા ક્રમે રહેવું સોલ વૈશ્વિક પૅટન્ટ અરજીઓમાં 5.4 ટકા હિસ્સો ધરાવે છે અને વેન્ચર કૅપિટલ સોદાઓમાં એશિયામાં મોખરે છે. (સાન ફ્રાન્સિસ્કો પછી બીજા ક્રમે) અહીંના રહેવાસીઓ જણાવે છે કે દક્ષિણ કોરિયાનું નાવીન્ય માટેનું અભિયાન જરૂરિયાત પર આધારિત છે, કારણ કે આ નાના દેશમાં કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે.

2024થી સોલમાં રહેતા અને મૂવિંગ જેકમાં પોતાના પ્રવાસ વિશે લખતા ક્રિસ ઓબરમૅન કહે છે, "આ દેશે નાવીન્ય અને ટૅક્નૉલૉજી દ્વારા સ્પર્ધા કરવી પડે છે. અનેક લોકોનાં દાદા-દાદી ગરીબીમાં જીવતાં હતાં. તેથી વિકસવાની, નાવીન્યની અને પાછળ ન રહી જવાની ઝંખના જોરદાર છે."

મોટા ભાગનું નાવીન્ય અને ટૅક્નૉલૉજી રોજિંદા જીવનમાં સમાવેલાં છે. ઘરોના દરવાજા સામાન્ય રીતે ડિજિટલ કોડથી ખૂલતા હોય છે અને કૅશલૅસ પેમેન્ટ સિસ્ટમનો અર્થ એ છે કે ઘરની બહાર નીકળતી વખતે તમને તમારા ફોનની જ જરૂર હોય છે.

ક્રિસ ઓબરમૅન કહે છે, "ચાવીઓ, મારું પાકીટ, રોકડ બધું જ ઘરમાં મૂકીને હું બહાર નીકળી શકું છું."

મુલાકાતીઓ ચેઓન્ગ્યેચેઓન સ્ટ્રીમ પર શહેરના ફ્યૂચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરી શકે છે. તે ચાલવા યોગ્ય વિસ્તાર છે. જેમાં સૅલ્ફ-ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક બસો હોય છે, તેમાં તમે ગમે ત્યાંથી ચડીને ઊતરી શકો છો.

શહેરભરમાં કૅશલૅસ કન્વિનિયન્સ સ્ટોર્સ ચોવીસ કલાક કાર્યરત્ હોય છે. તેમાં ગ્રાહકો તેમની જોઈતી વસ્તુઓ ખરીદીને સ્માર્ટ મશીન દ્વારા ચુકવણી કરી શકે છે, જ્યારે એઆઇ સિસ્ટમ ઇન્વેન્ટરી પર નજર રાખે છે અને ચોરી અટકાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન