સ્મૃતિ મંધાનાએ ODIમાં રચ્યો ઇતિહાસ, વિશ્વની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છતાં ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા સામે હારી

ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ, સ્મૃતિ મંધાના સૌથી ઝડપી સદી, બીબીસી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્મૃતિ મંધાનાએ માત્ર 50 બૉલમાં સદી ફટકારી હતી.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મૅચોની વિમૅન્સ ઓડીઆઈ સિરીઝની છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ 43 રને જીત મેળવી છે. આ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીત માટે 413 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પરંતુ ભારતની ટીમ 47 ઓવરમાં 369 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભલે આ મૅચ ભારતની મહિલા ટીમ હારી ગઈ પરંતુ તેણે તેને જીતવાનો તમામ સંભવ પ્રયાસ કર્યો. આ મુકાબલામાં કુલ 781 રન બન્યા હતા. આ મૅચમાં સૌથી આકર્ષક હતી સ્મૃતિ મંધાનાની સદી.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વિમૅન્સ વન-ડે સિરીઝની ત્રીજી મૅચમાં રનોની વણઝાર જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયાનાં બૅથ મૂની અને ભારતીય ઓપનર સ્મ઼તિ મંધાનાની સદી આ મૅચમાં છવાઈ હતી.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતનાં બેટર સ્મૃતિ મંધાનાએ બેટ મારફતે શાનદાર પ્રદર્શન કર્યું. મંધાનાએ 63 બૉલમાં 125 રન ફટકાર્યાં હતાં. જેમાં 17 ચોક્કા અને 5 છક્કા સામેલ હતા.

સાથે વિમૅન્સ વન-ડેમાં કોઈ બેટરની આ બીજી સૌથી ઝડપી સદી છે. મંધાનાએ વિમૅન્સ ઓડીઆઈમાં સતત બીજી સદી ફટકારી છે.

ભારતીય ટીમની આક્રમક ઇનિંગ છતાં ટીમ મૅચને પોતાના પક્ષે કરવામાં નિષ્ફળ રહી હતી અને 369 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી.

મહેમાન ટીમે પહેલી બૅટિંગ લીધી હતી અને 413 રનનો જંગી જુમલો ખડક્યો હતો. ઑસ્ટ્રેલિયા વતી બૅથ મૂનીએ યાદગાર ઇનિંગ રમી હતી.

વિમૅન્સ ODIમાં સૌથી ઝડપી સદી

ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ, સ્મૃતિ મંધાના સૌથી ઝડપી સદી, બીબીસી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
  • 45 બૉલમાં મેગ લૅનિંગે ન્યૂઝીલૅન્ડ સામે વર્ષ 2012માં નૉર્થ સિડનીના ઓવલ મેદાનમાં સદી ફટકારી હતી.
  • 50 બૉલમાં સ્મૃતિ મંધાનાએ ઑસ્ટ્રેલિયા સામે દિલ્હીના મેદાન પર વર્ષ 2025માં સદી ફટકારી હતી.
  • 57 બૉલમાં કરેન રોલ્ટને દક્ષિણ આફ્રિકા સામે લિંકનમાં વર્ષ 2000માં સદી ફટકારી હતી.
  • 57 બૉલમાં બૅથ મૂનીએ ભારત સામે દિલ્હીમાં વર્ષ 2025માં સદી ફટકારી હતી.
  • 59 બૉલમાં સોફી ડિવાઇને આયર્લૅન્ડ સામે વર્ષ 2018માં ડબલિનમાં સદી ફટકારી હતી.
  • 60 બૉલમાં ચમારી અટાપટ્ટુએ ન્યૂઝીલૅન્ડ સામે ગૉલમાં વર્ષ 2023માં સદી ફટકારી હતી.

એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી

  • વર્ષ 2024માં સ્મૃતિ મંધાનાએ ચાર સદી ફટકારી હતી
  • વર્ષ 2025માં સ્મૃતિ મંધાનાએ ચાર સદી ફટકારી હતી.
  • વર્ષ 2025માં તજમિન બ્રિટ્સે ચાર દસી ફટકારી હતી.

વિમૅન્સ ક્રિકેટમાં સૌથી વધુ વન-ડે સદી

  • મેગ લૅનિંગે 15 સદી ફટકારી છે.
  • સૂજી બેટ્સે 13 સદી ફટકારી છે.
  • સ્મૃતિ મંધાનાએ 13 સદી ફટકારી છે.
  • ટૅમી બ્યૂમોન્ટે 12 સદી ફટકારી છે.

ભારતીય ટીમ અને રનોની આતશબાજી

ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ, સ્મૃતિ મંધાના સૌથી ઝડપી સદી, બીબીસી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, જીતવા માટે 413 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની મહિલા ટીમે પૂરી તાકત લગાવી હતી. પરંતુ તેના તમામ બેટરો 47 ઓવરમાં 369 રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 125 રન ફટકાર્યા હતા. મંધાનાએ 63 બૉલમાં 125 રન ફટકાર્યાં હતાં. જેમાં 17 ચોક્કા અને 5 છક્કા સામેલ હતા.

સ્મૃતિ મંધાનાએ આ પહેલાં માત્ર 23 બૉલમાં તેની અર્ધસદી ફટકારી હતી. આ ભારત તરફથી મહિલા વન-ડેમાં સૌથી ઝડપી અર્ધસદી રહી.

પછી મંધાનાએ તેની સદી માત્ર 50 બૉલમાં પૂર્ણ કરી. જે ભારત તરફથી વિમૅન્સ ઓડીઆઈમાં કોઈ પણ બેટરની સૌથી ઝડપી સદી છે. મંઘાનાએ પોતાનો જ રેકૉર્દ ધ્વસ્ત કર્યો.

જ્યારે કે કૅપ્ટન હરમનપ્રિતકોરે 35 બૉલમાં 52 રન ફટકાર્યા હતા. દિપ્તી શર્માએ 58 બૉલમાં 72 રન ફટકાર્યા હતા. સ્નેહ રાણા પણ છેલ્લે સુધી ઝઝૂમ્યાં હતાં. તેમણે 41 બૉલમાં 35 રન બનાવ્યા હતા.

ભારત તરફથી સૌથી સફળ બૉલર અરુંધતિ રેડ્ડી રહ્યાં હતાં. તેમણે 86 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.

રેણુકા સિંહ અને દિપ્તી શર્માએ 2-2 વિકેટો ઝડપી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનારાં કિમ ગ્રથ રહ્યાં હતાં. તેમણે 69 રનમાં ત્રણ વિકેટો ઝડપી હતી.

ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ લીધી હતી. આ જીત સાથે ત્રણ વન-ડે મૅચોની સિરીઝ ઑસ્ટ્રેલિયાએ 2-1થી જીતી લીધી છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે બનાવ્યા હતા 412 રન

ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ, સ્મૃતિ મંધાના સૌથી ઝડપી સદી, બીબીસી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાનાં બલ્લેબાજ જ્યૉર્જિયાની ફાઇલ તસવીર

આ મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 47.5 ઓવરમાં 412 રન બનાવ્યા હતા. ઑસ્ટેલિયાની ટીમનો આ વિમૅન્સ ઓડીઆઈમાં સંયુક્ત રીતે સૌથી મોટો સ્કોર છે.

ઑસ્ટ્રેલિયાએ આ પહેલાં 1997માં ડેનમાર્ક સામે ત્રણ વિકેટે 412 રન બનાવ્યા હતા. બૅથ મૂનીએ 75 બૉલમાં 138 રન બનાવ્યા હતા.

જેમાં 23 ચોક્કા અને એક છક્કો સામેલ છે. ત્યાં જ્યૉર્જિયા વૉલે 81 રન અને એલિસા પેરીએ 68 રન બનાવ્યાહતા. બૅથ મૂનીએ 57 બૉલમાં સદી ફટકારી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન