You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તરબૂચના એક ટુકડા માટે અમદાવાદથી નાના દેશમાં લડાઈ થઈ અને અમેરિકાએ વચ્ચે પડવું પડ્યું
"કિસ મી ધ ****!" આ શબ્દો સાથે એક અમેરિકને અમદાવાદથી પણ ઓછી વસતી ધરાવતા આ દેશના ઇતિહાસમાં વિદ્રોહની ચિનગારી ભડકાવી દીધી. જે દેશ માટે મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો.
આ ઉત્તર અમેરિકન વ્યક્તિ કથિત 'ફિલિબસ્ટર્સ'માંની એક હતી. જે પૈસા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત કૅરેબિયન ટાપુદેશો અને મધ્ય અમેરિકામાં સોનાની દાણચોરી કરવાનું કામ કરતા હતા.
તેઓ ન્યૂયૉર્ક અને બૉસ્ટન જેવાં શહેરોમાંથી અપ્રવાસીઓ સાથે નીકળ્યા હતા અને કેલિફૉર્નિયાના માર્ગે હજારો કિલોમિટરની યાત્રા કરીને પનામેનિયન ઇસ્થમસ પહોંચ્યા હતા. જે તે સમયે ન્યૂ ગ્રૅનેડાનો ભાગ હતો.
તમે સૌથી પહેલાં જે શબ્દો વાંચ્યા એ હતા જૅક ઑલિવર નામના એક ફિલિબસ્ટરના.
આ 'અપમાનજનક શબ્દો' તેમણે 15 એપ્રિલ, 1856ના રોજ નાનકડા દેશ પનામાના ગ્રામીણ શહેર લા સિએનેગામાં એક તરબૂચના વેપારીને કહ્યા હતા.
જૉસ મૅનુઅલ લૂના નામના તરબૂચના વેપારીએ વળતો જવાબ આપ્યો, "સાવધાન! આપણે હાલ અમેરિકામાં નથી."
હકીકતમાં જૅક ઑલિવરે તરબૂચના એક ટુકડા માટે પાંચ અમેરિકન સૅન્ટ આપવાની ના પાડી દીધી હતી. જેને કારણે વિવાદ ઊભો થયો હતો.
પ્રથમ દૃષ્ટિએ જે અપ્રાંસગિક રસ્તા પરની લડાઈ લાગી રહી હતી એ હકીકતમાં એક ઉકળતી સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ યુનિવર્સિટી ઑફ કોસ્ટા રિકામાં લૅટિન અમેરિકન સંશોધનના વિશેષજ્ઞ અને લેખક ડૉ. હરમન ગુએન્ડેલ બીબીસી મુંડોને જણાવે છે, "એ સમજવું જરૂરી છે કે તરબૂચના ટુકડાની ઘટનાનો ઊંડો અર્થ અપમાનિત લોકોને સન્માન પાછું અપાવવા માટે થયેલ પ્રથમ આંદોલનની અભિવ્યક્તિ છે. જે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે."
એક ટુકડાને લઈને શરૂ થયેલો વિદ્રોહ ત્રણ દિવસ સુધી ચાલ્યો. જેના પરિણામ સ્વરૂપે 16 અમેરિકન અને બે પનામાવાસીઓનાં મૃત્યુ થયાં. સાથે જ બંને પક્ષોએ ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા.
તરબૂચના ટુકડાની ઘટના બાદથી અમેરિકાએ પેસિફિક ઓશન અને ઍટલાન્ટિક મહાસાગર વચ્ચેના વ્યૂહાત્મક રસ્તા 'પનામા કૅનાલ' પર કબજો કરવા માટે મથામણ શરૂ કરી હતી.
એ ઘટના પહેલાં શું થયું હતું?
1840ના દાયકાથી અમેરિકાની પનામાના ઇસ્થમસ પર વ્યૂહાત્મક હાજરી હતી. આ જગ્યા એટલા માટે ખાસ હતી કારણ કે સમગ્ર ઉપખંડને પાર કર્યા વગર માત્ર ચાગાસ નદી પેસિફિક ઓશન અને ઍટલાન્ટિક મહાસાગર સુધીનો મુખ્ય માર્ગ હતો.
અમેરિકાએ વર્ષ 1846માં કોલંબિયા, વેનેઝુએલા, ઇક્વાડોર અને પનામા સાથે 'મૅલેરિનો-બિડલૅક' સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સંધિ અંતર્ગત તેણે પોતાના નાગરિકો અને આર્થિક હિતોને ઇસ્થમસમાંથી પસાર થવા પર વિશેષ ઉપચારનું આશ્વાસન આપ્યું હતું.
ડૉ. ગુએન્ડેલ કહે છે, "સૈદ્ધાંતિક રીતે તે સમયે પનામાની વસતીને એ આર્થિક વિકાસનો સોનેરી અવસર લાગ્યો. તેમને પરિવહન, આવાસ અને ભોજનની જરૂર હતી, પરંતુ એ તથ્ય હતું કે તેમણે ખુદને અમેરિકનોના ભરોસે છોડી દીધા હતા."
પનામા કૅનાલ રેલવે કંપનીના ટ્રેન રૂટને બોટ ટ્રિપ્સમાં બદલી નાખવામાં આવી હતી. કોલોન અને પનામા નગરોમાં ખુલેલી હૉસ્ટેલ્સ અને સૂપ કિચન પણ અમેરિકાના હાથોમાં છોડી દેવામાં આવ્યા હતા.
ડૉ. ગુન્ડેલ આગળ કહે છે, "આ દરમિયાન પનામાવાસીઓને અમેરિકનોનું ઘમંડી વલણ જોવા મળ્યું. જે 1846ની સંધિ થઈ તે સમયથી વીકસી રહ્યું હતું."
તેમણે આગળ કહ્યું, "જ્યારે અમેરિકન અપ્રવાસીઓ આવે છે, ત્યારે તેઓ વિશ્વની લેટિન અમેરિકાની કલ્પના લઈને આવે છે અને તેનાથી તેમને વસતી, તેના કાયદા અને ન્યૂ ગ્રૅનેડાના અધિકારીઓ પ્રત્યે ઘમંડી અને ઉપહાસપૂર્ણ વર્તન કરવું પડ્યું."
કેવી રીતે થયો ઝઘડો?
ઇતિહાસકાર જુઆન બૉતિસ્તા સોસાએ પોતાના 'પનામાના ઇતિહાસના સંગ્રહ' (1911)માં લખ્યું છે કે, "15 એપ્રિલ, 1856ના રોજ પનામા પહોંચેલા અમેરિકન અપ્રવાસીઓમાં જૅક ઑલિવર પણ હતા."
"તેમની સાથે બીજા ઘણા ફિલિબસ્ટર્સ હતા. તેમાંથી કેટલાક માટે દારૂ અને જુગારના અડ્ડા પર જઈને પોતાના દુર્ગુણોને સંતોષવા એ સામાન્ય બાબત હતી."
દેખીતી રીતે દારૂના નશામાં ઑલિવર જોસ મૅનુઅલ લૂનાના સ્ટૅન્ડ પર ગયા અને તરબૂચનો એક ટુકડો લીધો. તેને થોડોક ખાઈને ફેંકી દીધો.
આમ કર્યા પછી જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે તરબૂચવિક્રેતાએ પૈસાની માગણી કરી.
આ સાંભળીને ઑલિવર પાછો ફર્યો અને પોતાની બંદૂક કાઢી. સામે લૂનાએ ચપ્પુ દેખાડ્યું.
ઑલિવરના એક મિત્રએ તરબૂચના પૈસા ચૂકવવાનું પસંદ કર્યું. જે એક વ્યવહારુ બાબત હતી. પરંતુ મિગુએલ અબ્રાહમ નામની એક વ્યક્તિએ તકનો ફાયદો ઉઠાવીને ઑલિવરની પિસ્તોલ છીનવી લીધી. જેના લીધે અમેરિકનોએ તેમનો પીછો કર્યો.
સોસાના રિપોર્ટ મુજબ, "પીછો કરનારા અમેરિકનોએ ગોળીઓ ચલાવી. જેના લીધે આસપાસમાંથી પનામાવાસીઓ અબ્રાહમ અને લૂનાના બચાવમાં દોડી આવ્યા. પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે રેલવેસ્ટેશન સુધી પહોંચી ગયો. જ્યાં ઑલિવર પ્રવેશ્યા."
યોગાનુયોગ તે જ સમયે 900થી વધુ મુસાફરો ધરાવતી ટ્રેન રેલવેસ્ટેશન પર આવી રહી હતી. જેમાં મહિલા અને બાળકો પણ હતાં.
ગવર્નર ફ્રાન્સિસ્કો ડી ફૅબ્રેગાના આદેશથી પનામા ગાર્ડ હરકતમાં આવ્યું. તેમણે રેલવેસ્ટેશનમાંથી આવી રહેલી ગોળીઓના જવાબમાં ગોળીબાર શરૂ કર્યો.
અંતે રેલવેસ્ટેશનને સુરક્ષિત કરી લેવાયું, પરંતુ તડબૂચના એક ટુકડાને લઈને શરૂ થયેલા ઝઘડામાં 16 અમેરિકન નાગરિકો અને બે પનામાવાસીઓનાં મૃત્યુ થયાં.
લગભગ પાંચ લાખનો એક ટુકડો
આ ઘટનાને લઈને અમેરિકા શાંત ન રહ્યું. તેણે રાજદ્વારી અને એજન્ટ બી. કૉર્વિનને તપાસ માટે મોકલ્યા.
તેમણે સાક્ષીઓનાં નિવેદનો અને અન્ય સહાયક દસ્તાવેજોના આધારે આઠ જુલાઈ, 1856ના રોજ એક રિપોર્ટ સુપરત કર્યો.
આ અહેવાલ અમેરિકાની નેશનલ આર્કાઇવ્ઝમાં રાખવામાં આવ્યો છે.
જોકે, કૉર્વિને પોતાના રિપોર્ટમાં એ નહોતું લખ્યું કે ઘટનાની શરૂઆત ઑલિવરે કરેલ ખોટા કામને કારણે થઈ હતી. તેનાથી વિપરીત, તેમણે રિપોર્ટમાં કોલન અને પનામા બંનેમાં ઇસ્થમસના માર્ગમાં આવતા વ્યૂહાત્મક બિંદુઓ પર લશ્કરી કબજો જમાવવાની ભલામણ કરી.
ડૉ. ગુએન્ડેલ જણાવે છે, "પોતાના રિપોર્ટમાં કૉર્વિને જણાવ્યું કે આ ઘટના અશ્વેત લોકોની ક્રૂરતાને કારણે ઘટી હતી."
"ભલે બ્રિટિશ, ફ્રાન્સના અને ઇક્વાડોરના વાણિજ્યદૂતોએ કંઈ પણ કહ્યું હોય, આ અમેરિકન ફિલિબસ્ટર્સની ભૂલ હતી."
સંશોધક નોંધે છે કે અમેરિકામાં ઘટનાની સમીક્ષા અપમાનજનક રીતે કરવામાં આવી હતી. તેનું ઉદાહરણ છે, 'ન્યૂ યૉર્ક ઇલસ્ટ્રેડ' અખબારનું કવર પેજ. આ ઘટનાનું ખૂબ જ ધૂંધળું વર્ણન રજૂ કરે છે.
"અખબારમાં રજૂ કરાયેલી છબિમાં જંગલી આફ્રિકન લોકોનું એક સમૂહ અર્ધનગ્ન હાલતમાં હથિયારો સાથે સફેદ અમેરિકન શૂરવીરો પર હુમલો કરે છે."
સપ્ટેમ્બર 1856માં બે જહાજો અને 160 સૈન્ય કર્મીઓએ ત્રણ દિવસ માટે ન્યૂ ગ્રૅનેડાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું. આ રીતે પનામામાં અમેરિકાના એક ડઝનથી પણ વધારે સૈન્ય હસ્તક્ષેપોમાંનો પ્રથમ શરૂ થયો.
મતભેદોને દૂર કરવા માટે અમેરિકા અને નુએવા ગ્રાન્ડાએ સાથે મળીને એક આયોગ બોલાવ્યું.
પરિણામસ્વરૂપે નુએવા ગ્રાન્ડાએ સોનામાં 4,12,349 ડૉલરની ચુકવણી કરવી પડી. સાથે જે ઇસ્થમસમાં અમેરિકન હિતોની ગૅરન્ટી પણ આપવી પડી.
ડૉ. ગુએન્ડેલ કહે છે, "આ નુએવા ગ્રાન્ડાને અમેરિકનોના પક્ષમાં પનામા અને કોલોનની સ્વાયત્તતાની જાહેરાત કરવા માટે મજબૂર કરે એમ છે અને લગભગ ચાર લાખ અમેરિકન ડૉલર્સ, લગભગ બે હજાર મિલિયન અમેરિકન ડૉલર્સ મૃત અમેરિકનોના પરિવાર સુધી ક્યારેય પહોંચ્યા નહોતા. આ પરિસ્થિતિમાં પણ વિજય અમેરિકાનો જ થયો હતો."
સંશોધક જણાવે છે કે મૂળ રૂપથી પાર્ટીઓ વચ્ચે સમજૂતીથી ઉત્પીડનની સામાજિક સ્થિતિનું સમાધાન ન થયું, જે તરબૂચના એક ટુકડા સાથે જોડાયેલી ઘટનાનાં વર્ષો પહેલાં સર્જાઈ હોવાનું માનવામાં આવતું હતું.
"આ ઘટના એ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો હતો, જે અમેરિકાની હાજરીથી અપમાનિત અનુભવી રહ્યા હતા."
"અને અંતે અહીં સૈન્ય કબજો કરવાનું પણ એક વાજબીપણું હતું અને વર્ષોથી તે કૅનાલમાં અમેરિકાની સ્થિતિને મજબૂત કરી અને નહેરના બંને કિનારાથી પાંચ કિમી દૂર સુધીની જમીન અમેરિકાની સંપત્તિ બની ગઈ."
ઍટલાન્ટિક ઓશન અને પૅસેફિક મહાસાગર વચ્ચેના મુખ્ય માર્ગનું નિયંત્રણ દોઢ સદી સુધી 1999ના છેલ્લા દિવસ સુધી રહેશે.