અમેરિકાનું અર્થતંત્ર અન્ય અમીર દેશો કરતાં ઝડપથી કેવી રીતે વધી રહ્યું છે?

    • લેેખક, એરિન ડેલમોર રોલ
    • પદ, બીબીસી ન્યૂઝ રિપોર્ટર, ન્યૂયૉર્ક

વિશ્વભરના દેશોએ રોગચાળાને કારણે આર્થિક અસરોમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કર્યો, પરંતુ એક દેશ તેમાંથી એક મોટી તાકાત સાથે ઊભરી શક્યો.

ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા, મજબૂત જૉબ માર્કેટ અને ઘટી રહેલા ફુગાવા સાથે અમેરિકાએ અન્ય દેશોને પાછળ છોડી દીધા છે.

જીડીપીના સંદર્ભમાં અમેરિકાએ 2023ના ચોથા ત્રિમાસિકમાં 3.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. જે અર્થશાસ્ત્રીઓની બે ટકની અપેક્ષાઓ કરતાં ઘણી વધારે છે.

આનાથી અમેરિકાની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર વર્ષ દરમિયાન 2.5 ટકા રહ્યો. જે અન્ય તમામ અદ્યતન અર્થતંત્રોને પાછળ છોડી દે છે અને 2024માં ફરી આવું પુનરાવર્તન કરવા માટે સારી સ્થિતિમાં છે.

ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી રાયન સ્વીટ કહે છે, "અમેરિકા અન્ય દેશો કરતાં ઘણી સારી સ્થિતિમાં છે."

"એવું લાગે છે કે અમેરિકા અર્થતંત્રનું ઍન્જિન હજી પણ ચાલી રહ્યું છે, પરંતુ અન્ય દેશોમાં નથી ચાલી રહ્યું."

નિષ્ણાતો કહે છે કે આનાં ઘણાં કારણો છે.

1. અબજો ડૉલર્સનું રાહત પૅકેજ

જ્યારે કોરોના મહામારીએ ઑફિસમાં કામકાજ અને સામાજિક જીવનને થંભાવી દીધું, ત્યારે તમામ દેશો તેમના નાગરિકો જેઓ ઘરે અટવાયેલા હતા અને તેમની પાસે નોકરીઓ ન હતી અથવા કામ કરવા અસમર્થ હતા અને પોતાને તથા પરિવારને ટેકો આપવામાં સંઘર્ષ કરી રહ્યાં હતાં.

માર્ચ 2020માં અમેરિકન કૉંગ્રેસે 2.2 બિલિયન ડૉલર્સનું આર્થિક પૅકેજ બિલ પસાર કર્યું હતું. જે અમેરિકન કામદારો, પરિવારો અને વ્યવસાયોના ખિસ્સામાં પૈસા પહોંડનારું હતું. વળી અન્ય બે કાયદાઓએ નાના વ્યવસાયોને ચાલુ રાખવામાં અને કર્મચારીઓને કાર્યરત રાખવામાં મદદ કરી.

ઇતિહાસમાં અમેરિકાના અર્થતંત્રમાં ફેડરલ મનીનું આ સૌથી મોટું ઇન્જેક્શન હતું. લગભગ પાંચ અબજ ડૉલર્સના ભંડોળથી દરેકને આર્થિક રાહત આપવામાં આવી હતી. સાપ્તાહિક બેરોજગારી લાભોમાં વધારાની 600 ડૉલર્સની સહાય આપવાથી માંડીને રાઇડર્સની અછતને કારણે રોકડ માટે સંઘર્ષ કરી રેલી રાજ્ય અને સ્થાનિક ટ્રાન્ઝિટ એજન્સીઓને પણ સહાય પહોંચાડવામાં આવી હતી.

ગ્લાસડોરના મુખ્ય અર્થશાસ્ત્રી ઍરોન ટેરાઝાસે આર્થિક સંકટના સંદર્ભમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે કાયદા ઘડનારાઓની આખી પેઢીએ 2008 અને 2009માં શીખ્યું હતું કે, જો તમારો અભિગમ વ્યાપક અને સાહસિક નહીં હોય તો, સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલશે."

"જો તમે અચકાશો તો, તે પીડાને લંબાવશે. તે એક કારણ છે કે આ વખતે નાણાકીય પ્રતિસાદ વધુ મજબૂત હતો."

આ નાણાકીય પ્રોત્સાહનથી ઉપભોક્તા ખર્ચમાં મદદ મળી. જે આર્થિક પ્રવૃત્તિના 70 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ખર્ચ કરવાની આ ક્ષમતા ઊંચો ફુગાવો હોવા છતાં અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે.

રાયન સ્વીટ કહે છે કે, પરિવારોના ખિસ્સામાં મૂકેલા પૈસામાંથી કેટલાક બચત ખાતાઓમાં જમા થયા. અને આ એક જૅકપૉટ છે જેનો અમેરિકનો જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે છે.

યુએસનું પૅકેજ અન્ય દેશો કરતાં વધી ગયું, જોકે જાપાન, જર્મની અને કૅનેડાએ પણ કંઈક આવું જ કર્યું હતું.

યુરોપિયન દેશોમાં અમેરિકા કરતાં વધુ મજબૂત સામાજિક સલામતી માળખું છે અને તેઓ તેમના ખર્ચમાં વધારો કર્યા વિના હાલના કાર્યક્રમોને દ્વારા જ આ કરવામાં સક્ષમ છે. પરંતુ આ અમેરિકાના પૅકેજે અર્થતંત્રને જે તીવ્રતા આપી હતી એની સરખામણીમાં આ દેશોના કાર્યક્રમ સરભર ન કરી શકે.

અમેરિકામાં નોકરીઓની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી હતી?

ઉચ્ચ ફુગાવો ઘણા અમેરિકનો માટે પીડાદાયક અનુભવ રહ્યો છે અને અર્થતંત્ર પરના તેમના દૃષ્ટિકોણને આકાર આપી રહ્યો છે. પરંતુ મજબૂત જૉબ માર્કેટે આવક પેદા કરવામાં મદદ કરી છે. જે ગ્રાહક ખર્ચ પાછળનું મુખ્ય એન્જિન છે.

અમેરિકામાં બેરોજગારી દર ફેબ્રુઆરી 2022થી તેના સૌથી નીચા ઐતિહાસિક સ્તરે ચાર ટકાથી નીચે છે. જો કે ભાવમાં તીવ્ર વધારો થયો છે. વાસ્તવિક વેતન પણ વધ્યું છે. ઓછી આવક ધરાવતા પરિવારોએ વાસ્તવિક વેતનમાં સૌથી મોટો ફાયદો નોંધાવ્યો છે.

અમેરિકાએ પણ 2023માં ઉત્પાદકતામાં વધારો નોંધ્યો છે. જે તાજેતરનાં વર્ષોમાં સૌથી ઝડપી ગતિએ વધી રહ્યો છે.

ઝિપ રિક્રૂટરના મુખ્ય અર્થશાસ્ત્રી જુલિયા પોલાક, ફ્લૅક્સિબલ શ્રમ કાયદાઓની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. એ કાયદા જેણે કંપનીઓને રોગચાળાની શરૂઆતમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની મંજૂરી આપી હતી. આનાથી કામદારો માટે ટૂંકા ગાળાની તકલીફ થઈ, પરંતુ કંપનીઓને નવી સ્થિતિ સાથે અનુકૂલન કરવાની અને નવી તકનીકોમાં રોકાણ કરવાની મંજૂરી આપી.

તેમણે હોટેલોનું ઉદાહરણ ટાંક્યું, જેણે કામદારોને છૂટા કર્યાં અને પૂર્વ-રોગચાળાના સ્તરે પાછા ન રાખ્યા.

"તેમાં હમણાં જ ઘણું બદલાયું છે. તેઓએ સેલ્ફ-ચેકઆઉટ અને મોબાઇલ ચેક-ઇન ટેકનૉલૉજી દાખલ કરી છે. તેઓએ રૂમ સાફ કરવાની સર્વિસ મર્યાદિત કરીને ઘટાડી છે. તેઓએ રૂમ સર્વિસને નાબૂદ કરી છે, કારણ કે હવે ગ્રાહકો ઉબેર ઇટ્ઝનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ડિલિવરી ઑર્ડર આપવામાં આવે છે."

તેમણે જણાવ્યું હતું કે, હોટેલો ઓછા સ્ટાફ ધરાવે છે. આનાથી લાંબાગાળે કામદારોને જ ફાયદો થાય છે.

અમેરિકાને શ્રમ બજારને ફરી ઇમિગ્રેશનની મદદથી ભરવાની ક્ષમતાનો ફાયદો થયો.

યુરોપિયન દેશોએ ક્વૉરેન્ટાઇન દરમિયાન કામદારોને તેમના પગાર પર ચાલુ રાખવા માટે કંપનીઓને ચૂકવણી કરવાનું નક્કી કર્યું. યુકેમાં સરકારે કર્મચારીઓને 18 મહિનામાં તેમના પગારના 80 ટકા ચૂકવ્યા.

પરિણામે યુએસએમાં બેરોજગારીની કટોકટી સર્જાઈ હતી. પરંતુ નોકરીમાંથી છૂટા કરાયેલા અમેરિકન કામદારો ઉચ્ચ બેરોજગારી લાભો મેળવવા માટે હકદાર હતા. અને નાણાં સીધા તેમના ખાતામાં નાખવામાં આવ્યા હતા.

3. ઊર્જા સ્વતંત્રતા

અમેરિકા ઊર્જા નિકાસકાર છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી અમેરિકન અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ મળી.

ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને ઊર્જાના ભાવમાં વધારો થયો, ત્યારે યુરોપે તે વધારાની અસર અમેરિકા કરતાં ઘણી વધારે વેઠવી પડી. જર્મની જે યુરોપનું એક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે તે તેના નૉર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન દ્વારા રશિયામાંથી મોટાભાગનો કુદરતી ગૅસ આયાત કરે છે. આથી તેમની ઉત્પાદકતા પર ભારે અસર પડી હતી.

ઊર્જાના ઊંચા ભાવે યુરોપમાં ફુગાવો વધાર્યો છે. નિષ્ણાતોએ તેને "ડબલ આંચકો" કહ્યો - પહેલા રોગચાળો અને પછી યુક્રેન.

ઓઈસીડીના વિશ્લેષક બેન વેસ્ટમોર કહે છે કે, યુક્રેનમાં યુદ્ધની અસર યુએસએની સરખામણીએ યુરોપમાં ઊર્જાના ભાવની અસરો ઘણી ખરાબ રહી છે.

તેઓ કહે છે કે, 2021 અને 2022ની શરૂઆત વચ્ચે યુરોપમાં ગૅસના ભાવમાં લગભગ 20 ટકોનો વધારો થયો હતો. જ્યારે યુએસમાં તે માત્ર 3થી 4 ટકા વધ્યો હતો.

તે દર્શાવે છે કે યુરોપના દેશોએ માત્ર ભાવમાં જ મોટો વધારો નોંધાવ્યો નથી પરંતુ કંપનીઓ માટે આ ફુગાવાને ગ્રાહકો સુધી પહોંચાડવાની મોટી વૃત્તિ પણ છે.

તેમણે કહ્યું,"બંને પરિબળોએ યુએસએમાં ફુગાવાને ઘણા દેશોની સરખામણીએ વધુ ઝડપથી ઘટાડવામાં મદદ કરી છે. ખાસ કરીને યુરોપમાં."