ક્લિક હિયર ટ્ર્રૅન્ડ શું છે જેનો રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે

ટ્ર્રૅન્ડની તસવીર

ઇમેજ સ્રોત, socialmedia

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ તસવીર ટ્રૅન્ડ થઈ રહી છે.

શનિવાર સાંજથી જ એક્સ (અગાઉનું ટ્વિટર) પર હજારો લોકો ‘ક્લિક હિયર’ ટ્રૅન્ડમાં ભાગ લઈ રહ્યા છે.

જો તમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર છો તો તમે પણ અહીં ઉપર જોવા મળતી તસવીર જરૂર જોઈ હશે.

આ તસવીરમાં મોટા કાળા અક્ષરોમાં ક્લિક હિયર લખવામાં આવ્યું છે. તેની સાથે એક નીચેની તરફ ત્રાંસા જતા તીરનું નિશાન છે અને તેની ડાબી બાજુ નાના અક્ષરોમાં એક શબ્દ લખવામાં આવ્યો છે – ALT (ઑલ્ટ)

જેવું કોઈ વ્યક્તિ ‘ઑલ્ટ’ પર ક્લિક કરે છે તો એક મૅસેજ જોવા મળે છે.

આ મૅસેજ જો તમે ALT પર ક્લિક નહીં કરો તો તમને માત્ર તીરની તસવીર જ જોવા મળશે, પરંતુ તેમાં છુપાયેલો સંદેશ જોવા નહીં મળે.

ક્લિક હિયર ટ્રૅન્ડ શરૂ થયા બાદ મોટા મોટા રાજકીય પક્ષો સહિત સ્પૉર્ટ્સ ક્લબ ફૂટબૉલ ટીમો અને ફિલ્મ કલાકારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.

X screenshot

ઇમેજ સ્રોત, X

આ એક ટેક્સ્ટ ફીચર છે, જેને એક્સ દ્વારા બહુ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું.

તેની મદદથી વ્યક્તિ કોઈ તસવીર શેર કરી વખતે તેના વિશે લખી શકે છે. ઑલ્ટ ટેક્સ્ટ ફીચરના રૂપમાં કોઈ તસવીર માટે એક હજાર અક્ષરો સુધીનો સંદેશ લખી શકાય છે.

એક્સનું કહેવું છે કે આ ફીચરની મદદથી કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચશે અને તે ઓછું જોઈ શકતા અથવા જરા પણ ન જોઈ શકતા તમામ લોકો માટે પણ ઉપયોગી સાબિત થશે.

ઍક્સ્પર્ટનું કહેવું છે કે ઑલ્ટ ટેક્સ્ટ ફીચર ઇન્ટરનેટની ઓછી (ધીમી) સ્પીડ ધરાવતા ક્ષેત્રોમાં રહેલા લોકો માટે પણ મદદરૂપ બનશે.

ઑલ્ટ ટેક્સ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એક્સ પર આ ફીચરનો ઉપયોગ તસવીરોમાં તો કરી શકાય છે, પરંતુ વીડિયો માટે આ ઉપલબ્ધ નથી.

એક્સ પર જેવા તમે કોઈ તસવીર પોસ્ટ કરવા માટે ઉપલોડ કરશો તો તમને તસવીર +ALT જોવા મળશે.

+ALT પર ક્લિક કરવાથી તમે કોઈપણ મૅસેજ લખીને તેને ‘SAVE’ (સેવ) કરી શકો છો. આમ કરવાથી જે મૅસેજ લખ્યો છે, તે એ તસવીર સાથે જોડાઈ જશે.

તસવીર પોસ્ટ કર્યા બાદ આ મૅસેજ ત્યારે જ વાંચવા મળશે જ્યારે તમે ઑલ્ટ પર ક્લિક કરશો.

આ ફીચરનો ઉપયોગ કોઈ વ્યક્તિ મોબાઇલની સાથે સાથે લૅપટૉપ અથવા ડેસ્કટૉપર પર પણ કરી શકે છે.

રાજકીય પક્ષોએ ‘ક્લિક હિયર’ ફીચરથી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

ભાજપનું એક્સ હૅન્ડલ

ઇમેજ સ્રોત, BJP / X

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2024ની લોકસભા ચૂંટણીને હવે 20 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે દેશના રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રીતે ‘ક્લિક હિયર’ ટ્ર્રૅન્ડનો ફાયદો લઈ લીધો છે.

પક્ષોના અધિકૃત એક્સ હૅન્ડલથી ‘ક્લિક હિયર’ની તસવીરો પોસ્ટ કરવામાં આવી, જેમાં આ પક્ષોના રાજકીય સંદેશ છુપાયેલો હતો.

ભાજપે ‘ક્લિક હિયર’ની તસવીર પોસ્ટ કરીને ઑલ્ટ ટેક્સ્ટમાં લખ્યું, “ફિર એક બાર મોદી સરકાર.”

ત્યારે જ આમ આદમી પાર્ટીએ ‘ક્લિક હિયર’ની તસવીર શેર કરીને ઑલ્ટ ટેક્સ્ટમાં લખ્યું, “દેશ બચાવવા માટે 31 માર્ચે રામલીલા મેદાન પર આવો.”

31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની રેલી છે. આ રેલીમાં મોંઘવારી, બેરોજગારી, આર્થિત અસમાનતા અને વિરોધ પક્ષોના નેતાઓની ધરપકડના મામલે સવાલ ઉઠાવવામાં આવશે.

આ સાથે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેર ઠાકરે)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પૂછ્યું કે આ ‘ક્લિક હિયર’ની તસવીરની કહાણી શું છે. તેમણે કહ્યું કે, તેમના ટ્વિટરની ટાઇમલાઇન તેનાથી ભરાઈ ગઈ છે.

અસમના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ પણ આ તસવીર પોસ્ટ કરી છે, જેના ઑલ્ટ ટેક્સ્ટમાં લખ્યું છે, “આએગા તો મોદી હી.”

જ્યારે ઇન્ડિયા વિથ કૉંગ્રેસના એક્સ હૅન્ડલે ક્લિક હિયરવાળી તસવીર સાથે એક લાંબો ઑલ્ટ ટેક્સ્ટ મૅસેજ પોસ્ટ કર્યો છે.

તેમાં કૉંગ્રેસ યુવા ન્યાય ગૅરન્ટી વિશે પણ માહિતી આપવામાં આવી છે.