‘મારા દેશમાં લોકો મરી રહ્યા છે અને હું પેરિસ ઑલિમ્પિકમાં રમવા જઈ રહી છું’- એક મહિલા ખેલાડીની આપવીતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસ ઍન્ડરસન
- પદ, ખેલ પત્રકાર, બીબીસી
યુક્રેનનાં ક્લાઇમ્બર જેન્યા કઝબેકોવા જ્યારે યુક્રેનની રાજધાની કિએવમાં પોતાનાં ઘરની બહાર ફૂટી રહેલા બૉમ્બના અવાજથી જ્યારે ગભરાઈને પાંચ વાગ્યે ઊઠ્યાં ત્યારે તેમને જરા પણ અંદાજ ન હતો કે તેમની જિંદગી અચાનક કરવટ લેવાની છે.
તેઓ કહે છે, “આ મારાં જીવનના સૌથી ભયાનક અનુભવોમાંથી એક હતો.”
તેઓ કહે છે, “હું ઊઠી અને મારી માતા સામે જોયું. તે મારી સાથે જ સૂતી હતી. અમને ન સમજાયું કે શું થયું, ક્યાંથી અવાજ આવ્યો.... અને વળી પાછો ધડાકાનો અવાજ.”
જેન્યા કહે છે કે, “ત્યારબાદ અમે ફોનમાં જોયું અને અને સોશિયલ મીડિયા પર જોયું તો તેમાં સમાચારો હતા કે યુક્રેનમાં વિસ્ફોટ થઈ રહ્યા છે. મેં મારો સામાન પૅક કરવાની કોશિશ કરી, પણ મારા હાથ કાંપી રહ્યાં હતાં.”
એ ઘટનાનાં બે વર્ષ બાદ 27 વર્ષીય ક્લાઇમ્બર જેન્યા કઝબેકોવા, મુશ્કેલીના પહાડોને ઓળંગીને પેરિસ ઑલિમ્પિક માટે તૈયાર છે.
અતિશય મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક એવી બાબતો છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર મોટાપાયે આક્રમણ કરવાનો આદેશ આપ્યો, ત્યારે તેમને અને તેમના પરિવારને અન્ય લાખો લોકોની જેમ યુક્રેનમાંથી પલાયન કરી જવું પડ્યું.
તેમણે બીબીસીને કહ્યું, "દરેક વ્યક્તિ યુક્રેન છોડીને જઈ રહી હતી. દરેક લોકો ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે ખૂબ જ ખતરનાક સમય હતો, જ્યારે કોઈની પાસે ખાવાપીવા માટે કંઈ જ નહોતું અને રોકાઇ શકાય તેવો માહોલ ન હતો."
જેન્યા, તેમનાં બહેન અને માતાપિતા સાથે ચાર દિવસ સુધી ગાડી ચલાવીને જર્મની પહોંચ્યાં અને તે પહેલાં તેમણે પૉલેન્ડની સરહદ પર બે દિવસ રાહ જોવી પડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "અમે બસ ચાલતાં જ રહ્યાં... કેટલીકવાર તો એવું બન્યું કે સરહદ પર પાંચ કિલોમીટર લાંબી લાઇન હતી અને અમે ધીરેધીરે આગળ વધ્યાં. અમે ન તો ઊંઘી શક્યાં કે ન તો પોતાનું સરખી રીતે ધ્યાન રાખી શક્યાં.”
તેઓ કહે છે, "જ્યારે અમે જર્મની પહોંચ્યાં ત્યારે અમે થાકી ગયાં હતાં. એ ખૂબ જ કડવો અનુભવ હતો, પરંતુ તેમ છતાં અમે ભાગ્યશાળી હતાં કે યુક્રેનથી અમે નીકળી શક્યાં. કારણ કે અનેક લોકો પાછળ રહી ગયા હતા."
પેરિસ ઑલિમ્પિક જવાનું કારણ

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેન્યાનાં જીવનમાં ઘણુંબધું બદલાઈ ચૂક્યું હતું પરંતુ એક ચીજ કે જે બદલાઈ ન હતી એ હતું ક્લાઇમ્બિંગ માટેનું તેમનું ઝનૂન. તેના કારણે તેઓ જીવનમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ અને આઘાતની પરિસ્થિતિમાં પણ પોતાને સંભાળી શક્યાં.
જેન્યા ત્યારબાદ અમેરિકાના સૉલ્ટ લેક સિટી પહોંચી ગયાં જ્યારે તેમનો પરિવાર માન્ચૅસ્ટરમાં વસી ગયો. પરંતુ તેમનાં દાદા-દાદી યુક્રેનમાં હતાં. તેમણે યુક્રેનમાં રહેવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો હતો. જેન્યા કહે છે કે તેમના દેશમાં જે બની રહ્યું હતું તે ધ્યાનમાં લેતાં તેઓ પોતાને એક વિચિત્ર પરિસ્થિતિમાં અનુભવી રહ્યાં હતાં.
તેમના કોચ મલિક પણ યુદ્ધને કારણે તેમના દેશ લેબનોન છોડીને ભાગી ગયા હતા. ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી. મલિકે જેન્યાને સમજાવ્યું કે તેના માટે સપનાઓને પૂરા કરવા શા માટે જરૂરી છે.
તેઓ કહે છે, "મલિક સારી રીતે જાણતા હતા કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. મારે તેમને કંઈપણ કહેવાની જરૂર ન હતી. મલિક એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેણે મને અંધકારમાંથી બહાર કાઢી હતી. એ પણ તેવા સમયે જ્યારે હું સંપૂર્ણપણે થાકીહારીને હતાશ થઈ ગઈ હતી.
"મને ક્લાઇમ્બિંગમાં કોઈ હેતુ દેખાતો ન હતો. જ્યારે મારા જ દેશમાં લોકો મરી રહ્યા છે ત્યારે હું શા માટે સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છું એવો સવાલ મને થતો હતો. પરંતુ મલિકે મને એ અહેસાસ કરાવ્યો તે તેનું કેટલું મહત્ત્વ છે."
‘ક્લાઇમ્બિંગ એ જીવનનો ભાગ છે’

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઝેન્યા કઝબેકોવા માટે, ક્લાઇમ્બિંગ એ માત્ર એક રમત નથી, તે તેના માટે 'પેઢીગત વારસો' છે.
તેમનાં દાદા-દાદી અને માતા-પિતા પણ ક્લાઇમ્બિંગમાં ઇન્ટરનેશનલ લેવલે રમી ચુક્યા છે. તેમને એ યાદ છે કે જ્યારે તેઓ તેમની સાથે વર્લ્ડકપ અને ચૅમ્પિયનશિપમાં જતાં હતાં.
તેઓ કહે છે, "ક્લાઇમ્બિંગ એ ખરેખર અમારા પરિવારના જીવનનો એક ભાગ છે. યુદ્ધના પહેલા મહિના દરમિયાન તેનાથી જ મને બળ મળતું હતું. આ એકમાત્ર સમય હતો કે જ્યારે હું મારો ફોન નીચે મૂકી શકી અને મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરી શકી. અને પછી મેં ટીવી કે ચિંતાજનક સમાચાર જોવાનું બંધ કરી દીધું. હું મને જે પસંદ આવતું એ જ કરી રહી હતી."
જેન્યા કઝબેકોવાની નજર હવે પેરિસ ઑલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. ક્લાઇમ્બિંગને માત્ર બીજી વખત ઑલિમ્પિક ઇવેન્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે.
એકવાર જેન્યા કોરોના અને પછી ઇજાના કારણે ટૉક્યો ઑલિમ્પિકમાં જઈ શક્યાં ન હતાં. પરંતુ આ વખતે તેઓ પેરિસ ઑલિમ્પિકથી પદાર્પણ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "પેરિસ જઈને હું મારો યુક્રેનિયન યુનિફૉર્મ પહેરી શકીશ અને દુનિયાને બતાવી શકીશ કે યુક્રેનિયન લોકો કેટલા મજબૂત છે અને તેઓ તેમનાં સપના પૂરા કરી શકે છે. અત્યારે મારાં માટે આ જ સૌથી મોટી પ્રેરણા છે."
જેન્યાએ ગયા મહિને જ શાંઘાઈ અને બુડાપેસ્ટમાં ઑલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું છે.
"આ પ્રતિનિધિત્વ યુક્રેન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે વિશ્વને યાદ અપાવે છે કે અમને હજુ પણ મદદની જરૂર છે. અમે હજુ પણ લડી રહ્યા છીએ અને આ લડાઈ મહત્ત્વપૂર્ણ છે."












