બૉડી બિલ્ડર અફઘાન માતાની કહાણી, જેઓ સમાજનાં બંધનો તોડીને સફળ બન્યાં

રોયા કરીમી નૉર્વેમાં રહે છે, પરંતુ તેઓ મૂળ અફઘાનિસ્તાનનાં છે. રોયા માત્ર 14 વર્ષનાં હતાં, ત્યારે તેમનાં નિકાહ કરાવી દેવાયાં.

રોયા 15 વર્ષની ઉંમરે માતા બની ગયાં. એક તબક્કે તેઓ અફઘાનિસ્તાન છોડીને નાસી છૂટ્યાં અને હવે નૉર્વેમાં રહે છે.

રોયાએ બૉડી બિલ્ડિંગની અનેક સ્પર્ધાઓ જીતી છે. આજે તેમનો દીકરો પણ તેમની સાથે છે.

રોયા ઇચ્છે છે કે તેમની કહાણી અફઘાનિસ્તાનની સ્ત્રીઓ સુધી પહોંચે. શું છે તેમની કહાણી, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન