ગુજરાતમાં આગામી બે દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આશંકા, કયા જિલ્લામાં યલો ઍલર્ટ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વિરામ બાદ પાછલા અમુક દિવસોથી વરસાદી વાતાવરણ બરાબર જામ્યું હતું.

અમદાવાદ સહિત રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ જોવા મળી હતી.

જોકે, આ વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેડૂતો અને સ્થાનિકો માટે મુશ્કેલીઓ સર્જાઈ હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

ખેડૂતોની ફરિયાદ છે કે આ વરસાદને કારણે તેમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

સતત બે દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ સરેરાશ તાપમાનમાં નાટકીય ઘટાડો અનુભવાયો હતો.

હવે ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ અંગે આગાહી જાહેર કરી છે.

એ જાણીએ પહેલાં જોઈએ કે રાજ્યમાં શુક્રવારે ક્યાં-ક્યાં વરસાદ પડ્યો હતો.

પાછલા 24 કલામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં પણ વરસાદી માહોલ સક્રિય જોવા મળ્યો હતો.

ગાંધીનગર, ભરૂચ અને ભાવનગરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં ક્ષેત્રોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે કચ્છમાં કેટલાંક સ્થળો વરસાદ પડ઼્યો હતો.

રાજ્યમાં હવામાનની સ્થિતિ કેવી છે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો?

31 ઑક્ટોબરના રોજ સવારે 11.30 વાગ્યાની સ્થિતિ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન પાંચ કિમી પ્રતિ કલાકની ગતિએ ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. જોકે, એ દરમિયાન ડિપ્રેશન એ જ ક્ષેત્રમાં રહેવા પામ્યું હતું.

આ ડિપ્રેશન વેરાવળની દક્ષિણપૂર્વ દિશામાં 300 કિમી, દીવની દક્ષિણપૂર્વ દિશામાં 320 કિમી, મુંબઈના પૂર્વ ભાગે 460 કિમી અને ગોવાના પણજીની પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશામાં 680 કિમી દૂર હતું.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ ગુજરાતના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત રહેશે તેમજ ધીમે ધીમે નબળું પડશે.

આગામી ત્રણ દિવસ ક્યાં ક્યાં ભારે વરસાદની આશંકા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે ગુજરાતમાં ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય શનિવાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવી ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

શનિવારની આગાહી અનુસાર ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ પણ જાહેર કરાયું છે.

સોમવારની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં 125 ટકા જેટલો વરસાદ પડ્યો

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં 125.31 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

30 ઑક્ટોબરની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી 1105.02 એમએમ વરસાદ પડી ચૂક્યો છે.

કચ્છની વાત કરીએ તો 30 ઑક્ટોબર સુધી જિલ્લામાં 722.70 એમએમ વરસાદ પડ્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 49.57 ટકા વધુ છે.

ઉત્તર ગુજરાતમાં પણ 30 ઑક્ટોબર 893.78 એમએમ વરસાદ પડી ચૂક્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 24.34 ટકા વધુ છે.

મધ્યપૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ સુધી 995.36 એમએમ વરસાદ પડી ચૂક્યો છે, જે સિઝનની સરેરાશ કરતાં 23.67 ટકા વધુ છે.

સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અનુક્રમે 890.48 અને 1948.02 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. જે અનુક્રમે સિઝનની સરેરાશ કરતાં 19.09 અને 30.76 ટકા વધુ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન