You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વૃદ્ધ જેણે યુવાન દેખાવા લાખો ખર્ચ્યા, ટ્રીટમેન્ટ બાદ શરીરમાં કેવા ફેરફાર આવ્યા?
- લેેખક, લારા લેવિંગ્ટન
- પદ, પ્રેઝન્ટર, બીબીસી ક્લિક ટીવી
આપણું મૃત્યુ ટાળી શકાય એવું નથી, પરંતુ વધુને વધુ નિષ્ણાતો માની રહ્યા છે કે જીવનના પાછલાં વર્ષોની અનુભૂતિ કદાચ થાય જ નહીં એવી શક્યતા આકાર પામી રહી છે.
તેઓ હેલ્થસ્પેન્સની એટલે કે આપણા જીવનના તંદુરસ્ત વર્ષોની સંખ્યાની વાત કરી રહ્યા છે.
છેલ્લાં 150 વર્ષમાં આયુષ્ય બમણું થયું હશે, પરંતુ આપણા પૈકીના ઘણા લોકો આપણા પ્રિયજનોની સંખ્યામાં, તેમની વય વધવાની સાથે પીડાદાયક અને વિનાશક ઘટાડાના સાક્ષી બન્યા છીએ.
નિયતિના એ ક્રમને ટાળવા માટે એક નવો ઉદ્યોગ ઉભરી રહ્યો છે, જે તંદુરસ્ત જીવન જીવવાની ટેકનિક્સ સાથે દીર્ઘાયુની ક્રાંતિની ખાતરી આપે છે.
આ ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે બિઝનેસ ધમધમી રહ્યો છે. આપણા નબળા પડતા કોષો સામે લડવાની ક્ષમતા ધરાવતા હોવાનો દાવો કરતા સપ્લિમેન્ટ્સ અને આપણા શરીરમાં બળતરા તથા બીમારીનું જોખમ ઘટાડવામાં મદદના પ્રયાસ કરતી તમામ પ્રકારની હોટ અને કોલ્ડ થૅરપી કારગત હોવાનું જણાવાઈ રહ્યું છે.
તેથી હું આ બધાનું કેન્દ્ર ગણાતા કૅલિફોર્નિયાના પ્રવાસે નીકળી પડી હતી. હું બહુ બધા પૈસા રળી આપતા ધંધાના મુખ્ય વિસ્તારમાં પહોંચીશ કે ઔષધ-ઉપચારની નવી સીમા પર પહોંચીશ તેની મને ખાતરી ન હતી.
શરીર વયવાન બનાવવાના પ્રયાસમાં લાખો ડૉલરનો ખરચો
ટેકનૉલૉજી ઉદ્યોગસાહસિક બ્રાયન જોનસન તેમની જૈવિક વય ઘટાડવાના એટલે કે તેમની વાસ્તવિક કાલક્રમિક વય 45 વર્ષ કરતાં તેમનું શરીર કેટલું વયવાન લાગે છે તેના પ્રયાસમાં દર વર્ષે લાખો ડૉલર ખર્ચી રહ્યા છે.
આમ કરવાનું આપણામાંના બધા માટે એક સારું કારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅન્સર હોય કે ટાઇપ ટુ ડાયાબિટીસ, હૃદયરોગ હોય કે સ્મૃતિભ્રંશ- બધા પ્રકારના રોગમાં ઉંમર એ સૌથી મોટું જોખમી પરિબળ છે.
તેથી વય વધવાની પ્રક્રિયાને લંબાવી શકાય તો આવા રોગ શરૂઆતનું જોખમ પણ લંબાવી શકાય. જોકે, તેમના માટે આ રમત વાત છે.
બ્રાયન જોનસનના વૈભવી વેનિસ બીચ ઘરમાં એક બેડરૂમને ક્લિનિકમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. તેમાં તેઓ કલાકો પસાર કરે છે.
તેઓ સવારે પાંચ વાગ્યે ઊંઘમાંથી ઊઠી જાય છે. એક કલાક પછી દિવસનું પહેલું ભોજન કરે છે. એ પછી બીજું અને સવારે 11 વાગ્યે અંતિમ ભોજન કરે છે.
તેમાં વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે પસંદ કરવામાં આવેલી 54 ગોળી, સપ્લિમેન્ટ્સ અને ઑફ-લેબલ દવાઓના મિશ્રણનો સમાવેશ થાય છે. એ બધું વિવિધ પ્રકારનાં પરીક્ષણોનાં તારણોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
તેઓ દિવસ દરમિયાન આકરી કસરત કરે છે. તેમની તબિયતનું મૉનિટરિંગ કરવામાં આવે છે અને તેમને સંખ્યાબંધ ટ્રીટમેન્ટ્સ પણ આપવામાં આવે છે.
તેમણે મને જણાવ્યું હતું કે તેઓ જે સ્કિન લેસર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે તેને કારણે તેમની ત્વચાની વય 22 વર્ષ ઘટી ગઈ છે, જે તેમના શરીરના કોઈ પણ ભાગની ઉંમરમાં થયેલો સૌથી મોટો ઘટાડો છે.
આકર્ષકતા આ બધાનો નાનો હિસ્સો છે, કારણ કે તેઓ મને યાદ કરાવે છે કે “આપણી ત્વચા આપણું સૌથી મોટું અંગ છે.”
બ્રાયન જોનસન ઉષ્માભર્યા, તર્કબદ્ધ અને ગમે તેવા છે. તેમના જેવા બનવાની આશાએ હું ઘરેથી નીકળી હતી. એવી તો કદાચ હું પહેલેથી જ છું. હું રોજ પાંચ કિલોમીટર દોડું છું. આહારમાં ખાંડ લેવાનું ટાળું છું અને આનંદ માટે એક્સ્ટ્રીમ ટ્રેકિંગ ઉપકરણોનો ઉપયોગ કરું છું.
મારા સાથીઓ બ્રાયન જોનસનના જીવનને નિરસ માને છે. તેથી બધા લોકો માટે તેમના જેવું જીવન જીવવું ઇચ્છનીય નથી.
તેમની દિનચર્યા આત્યંતિક લાગે, પરંતુ તેમની સાથેની વાતચીત દરમિયાન જીવનશૈલીનો મુદ્દો ફરી ફરીને ચર્ચામાં આવતો રહ્યો હતો.
દીર્ઘાયુષ્ય 93 ટકા જીવનશૈલી જવાબદાર
બક ઇન્સ્ટિટ્યૂટ ફૉર એજિંગ રિસર્ચના ચીફ એક્ઝિક્યુટિવ એરિક વર્ડિને કહ્યું હતું કે “દીર્ઘાયુષ્ય માટે લગભગ 93 ટકા જીવનશૈલી જવાબદાર છે. તેમાં જિનેટિક્સનો હિસ્સો તો સાતેક ટકા જ છે.”
તેમણે ઉમેર્યું હતું કે “આપણી જીવનશૈલી સ્વસ્થ હોય તો ડેટાના આધારે હું અનુમાન કરી શકું કે મોટા ભાગના લોકો 95 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવી શકે. જીવનશૈલી સ્વસ્થ હોય તો લોકો 15થી 17 વર્ષ વધારે જીવી શકે.”
એરિક વર્ડિન અને બીજા નિષ્ણાતો એ મુદ્દે તપાસ કરી રહ્યા છે કે તંદુરસ્ત જીવનશૈલી એટલે શું? દાખલા તરીકે વ્યાયામ. તે દૈનિક સહેલી હોવી જોઈએ કે પછી આકરી મહેનતવાળી કસરત?
એવું જ સ્વસ્થ આહારનું છે. ખાંડવાળો આહાર ટાળવા જેટલા જ મહત્ત્વના ઉપવાસ છે? રાતે સારી ઊંઘનું શું?
ઊંઘ પ્રત્યેના વળગણનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. હું એવા ઘણા લોકોને મળી છું કે જેઓ સવારે ઊઠવા માટે નહીં, પરંતુ પૂરા આઠ કલાકની ઊંઘ માટે રાતે સમયસર પોઢી જવાની યાદ અપાવવા એલાર્મ સેટ કરે છે.
ઠીક છે. આપણા બધાના માપદંડ જુદા-જુદા હોય છે.
એરિક વર્ડિન પોતે જે નિયમોનું પાલન કરે છે એ નિયમોના પાલનનો આગ્રહ કરે છે. તેમના નિયમોમાં “બહુ બધો વ્યાયામ, થોડો ઉપવાસ. સારી ઊંઘ, ઘણા સામાજિક સંબંધ અને બહુ ઓછા મદ્યપાન”નો સમાવેશ થાય છે.
અન્ય લોકો માટે તેઓ શું સૂચવે છે? તેઓ કહે છે, “દિવસના 24 કલાક પૈકીના ઓછામાં ઓછા 14 કલાક કોઈ પણ પ્રકારની કૅલરી લીધા વિના પસાર કરવા જોઈએ, કારણ કે તેની તમારા ચયાપચય પર ગાઢ અસર થતી હોય છે.”
કેટલીક મહિલાઓ માટે આ કેટલું સ્વાસ્થ્યપ્રદ છે?
વધતી વય સાથે આપણા શરીર પર ચાંપતી નજર રાખવાથી મદદ મળી શકે. આરોગ્ય સંબંધી જોખમોનો તાગ અગાઉથી જ મેળવી શકાય અને કોઈ પણ નવી દવા યોગ્ય સમયે લઈ શકાય. તેને પર્સનલાઇઝ કરવું જોઈએ. તેને સંભવિત આક્રમણને ખાળવાની રીત બનાવવું જોઈએ. તેને સતત બહેતર બનાવવું જોઈએ.
દીર્ઘાયુ વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતા બધા લોકો એકથી વધારે ટ્રેકરનો ઉપયોગ કરે છે, તે જાણવું રસપ્રદ હતું. તેમાં સ્માર્ટ વોચ અને સ્માર્ટ રિંગ સર્વસામાન્ય છે. (આ બધા લોકો સારી ઊંઘને સર્વોચ્ચ અગ્રતા આપે છે તે હું ખાતરીપૂર્વક કહી શકું)