You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમળો થયો એ કેવી રીતે ખબર પડે અને લિવર ફેલ થવાનાં મુખ્ય કારણો કયાં?
'કમળો હોય એને પીળું દેખાય'
આ ગુજરાતી કહેવત ભલે અક્ષરશ: સત્ય ન હોય, પણ કમળો થયો હોય એ વ્યક્તિની આંખો ચોક્કસ પીળી પડી જાય છે. સાથે જ પેશાબનો રંગ પણ પીળો થઈ જાય છે.
જો એનિમિયાને કારણે આંખો સફેદ અને નિસ્તેજ દેખાય, તો તેને વ્હાઇટ સ્ક્વિન્ટ કહેવામાં આવે છે.
કમળો એ લીવર સંબંધિત રોગ છે. આ સાથે ચાલો આપણે જાણીએ લિવરને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ, તેનાં કારણો, નિવારણ અને સારવાર વિશે...
લિવર એ આપણા શરીરના મુખ્ય અંગોમાંનું એક છે. તેનાં કાર્યો શું છે?
- આપણા શરીરને ખોરાકમાં રહેલા ઝેરી પદાર્થોથી બચાવે છે.
- શરીરમાંથી ઝેર દૂર કરવું
- શરીરમાં રક્ત પરિભ્રમણ માટે મહત્ત્વપૂર્ણ પ્રોટીન બનાવવું
- શરીરમાં કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે
- ક્ષાર અને વિટામિન્સની જાળવણી
કમળાના કેટલા પ્રકાર છે?
- અસાધારણ રક્તકણોના કારણે અથવા મેલેરિયા જેવા સંક્રમણના કારણે થતા કમળાને હિમોલિટીક જૉન્ડિસ કહેવાય છે.
- હિપેટાઇટિસ જેવા સંક્રમણને કારણે થતા કમળાથી લિવરને નુકસાન થાય છે. આ સિવાય વધુ પડતો દારૂ પીવાથી અથવા અન્ય બીમારીઓ માટે વપરાતી દવાઓ (ખાસ કરીને ટીબી) અથવા તો સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓને કારણે પણ લિવરને નુકસાન થાય છે. આ પ્રકારને હિપેટોટૉક્સિક જૉન્ડિસ કહે છે.
- પિત્તાશયમાં પથરી અથવા કોઈપણ કેન્સર અથવા બળતરાને કારણે ઑબસ્ટ્રક્ટિવ જૉન્ડિસ થાય છે.
આ જુદાજુદા પ્રકારોને કારણે જ કમળાનું કારણ જાણ્યા બાદ જ સારવાર કરાવવી હિતાવહ છે. જો તમે એમ વિચારો કે દરેક પ્રકાર માટે એક જ દવા છે તો સમસ્યા વધી જશે અને જોખમ પણ વધશે.
લિવર ફેલ થવાનાં મહત્ત્વપૂર્ણ કારણો
- દારૂ
- હિપેટાઇટિસ બીનું સંક્રમણ
- કેટલાક કિસ્સામાં રોગપ્રતિકારક વિકૃતિઓ
- વધારે પડતું વજન
- ગર્ભાવસ્થામાં કેટલીક મહિલાઓમાં લિવરની સમસ્યા સર્જાઈ શકે છે. જે ભ્રૂણ માટે પણ જોખમી બની શકે છે.
- લિવરમાં લોહીના પ્રવાહનો અભાવ (ઇસ્કેમિક હિપેટાઇટિસ)
સિરોસિસ ક્યારે થાય છે?
જ્યારે લિવર સંકોચાય છે અને કામ કરવાનું બંધ કરે છે તેને સિરોસિસ કહેવાય છે. તેના લક્ષણો છે...
- કમળો
- ઍસ્કેટિસ
- પેટની રક્તવાહિનીઓમાં સોજો, લોહીની ઉલટી, કાળો મળ
- ઍનિમિયા
શરીરમાં આલ્બ્યુમિન ઘટવાને કારણે પગમાં સોજો આવે છે, ત્યાર પછી શરીરમાં પાણીની જાળવણી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોહી ગંઠાઈ જવા, શરીર પર સંચય અથવા અતિશય રક્તસ્ત્રાવ માટે જરૂરી પ્રોટીનના ઉત્પાદનની ગેરહાજરી
શરીરમાં રહેલી ઝેરી તત્વો મગજ સુધી પહોંચવા અને વધુ પડતી ઊંઘ અથવા હિપેટિક એન્સેફાલોપથીનું જોખમ રહેલું છે.
તે પછી બ્લડ પ્રેશર ઘટી જાય છે અને લિવરની સમસ્યાને કારણે અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે.
સિરોસિસ પછી લિવર કેન્સર પણ શક્ય છે.
કેવી રીતે થઈ શકે નિદાન?
જો તમને પીળી આંખો, પેટમાં દુખાવો, સોજો, મળના રંગમાં ફેરફાર જેવાં લક્ષણો જોવાં મળે તો 'લિવર ફંકશન ટેસ્ટ' નામક રક્ત પરીક્ષણ અને પેટનું સ્કૅનિંગ કરવામાં આવે છે. જેથી આ લિવરને લગતી સમસ્યાઓ જાણી શકાય છે.
ત્યાર પછી જરૂરિયાત મુજબ હિમોગ્રામ, પ્રોથ્રોમ્બિયન ટાઇમ અને હિપેટાઇટિસ જેવા ટેસ્ટ કરવામાં આવે છે.
જો પેટમાં પાણી હોવાની જાણ થાય તો પાણીને બહાર કાઢીને ટેસ્ટ કરવામાં આવે તો મોટાભાગની સમસ્યાનું મુખ્ય કારણ જાણી શકાય છે. ઍન્ડોસ્કોપી કરીને પેટની રક્તવાહિનીઓની સ્થિતિ જાણી શકાય છે અને જો જરૂરી હોય તો બૉન્ડિંગ શક્ય બને છે.
સામાન્ય રીતે પેટના સ્કૅનિંગમાં ફૅટી લિવર જોવા મળે છે. ઘણા લોકો તેનાથી મૂંઝવણમાં મૂકાઈ જાય છે.
જોકે, આપણા સમાજમાં એ ઘણું સામાન્ય છે. ખાસ કરીને એવા લોકોમાં જે પુષ્કળ સ્ટાર્ચયુક્ત ખોરાક લે છે, કસરત કરતા નથી અથવા પુષ્કળ દારૂ પીવે છે.
આ માટે આહારમાં તેલ અને સ્ટાર્ચ ઓછું કરવું જોઈએ, દારૂનું સેવન ઘટાડીને રોજ કસરત કરવી જોઈએ.
આપણા આહારની આદતો જોતા આપણે કાર્બોહાઇડ્રેટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેને અવગણવાથી લાંબા ગાળે લિવર ફેલ થઈ શકે છે.
શરીરમાં કોલૅસ્ટ્રોલનું સ્તર પણ મૉનિટર કરવું જોઈએ. સમયાંતરે રક્ત પરીક્ષણ કરાવતું રહેવું જોઈએ. ખરાબ કૉલેસ્ટ્રોલ, ખાસ કરીને એલડીએલ 100ની નીચે રાખવું જોઈએ.
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, કિડનીની સમસ્યાઓ જેવી ક્રૉનિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે, 70 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વધુ સારું છે. હાઈકોલૅસ્ટ્રોલના કારણે ક્ષણોમાં હાર્ટઍટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેની અસર જીવનભર રહે છે.
તાજેતરના સમયમાં આ સમસ્યા ખાસ કરીને ધૂમ્રપાન કરનારાઓમાં અને નાની ઉંમરે જોવા મળે છે. દવાઓ પણ કોલૅસ્ટ્રોલ ઘટાડી શકે છે, પરંતુ જો તેને તંદુરસ્ત આહાર અને કસરત દ્વારા ઘટાડી શકાય તો વધુ સારું.
સારવાર શું છે?
સારવાર એ સમસ્યાના કારણ અને ગંભીરતા પર આધારિત છે. ક્રૉનિક લિવર ડિસીઝ ધરાવતા લોકોનું આયુષ્ય ઘણી વખત ચાર કે તેથી ઓછાં વર્ષ જેટલું ઘટી શકે છે.
જો હિપેટાઇટિસનો ચેપ લાગે તો તેની સારવાર કરાવવી જોઈએ.
દરરોજે શૌચ કરવું જોઈએ. નહીં તો મગજમાં ઝેર પહોંચવાનું જોખમ વધી જાય છે.
પેટમાં વધારે પાણી હોય તો તેને ઘટાડવા માટે ઘણી દવાઓ છે. એવી પણ કેટલીક દવાઓ છે જે પેશાબ દ્વારા પાણી દૂર કરે છે.
જરૂરિયાત પર આધાર રાખીને રક્ત અથવા રક્ત કોશિકાઓ અથવા આલ્બ્યુમિન અથવા પ્લાઝમા ટ્રાન્સફ્યુઝ થઈ શકે છે.
જો લિવર સંપૂર્ણ રીતે કામ કરતું ન હોય તો લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય છે.
લિવરનું રક્ષણ કેવી રીતે કરવું?
- લિવર ફેલ થવાનું સૌથી મોટું કારણ છે વધારે પડતો દારૂ પીવો. જેટલું વહેલું દારૂ પીવાનું બંધ કરો એટલું સારું.
- અસુરક્ષિત સંભોગ ટાળવાથી હિપેટાઇટિસને રોકવામાં મદદ મળી શકે છે.
- દૈનિક આહારમાં માત્ર ફૅટ જ નહીં પણ કાર્બોહાઇડ્રેટ્સને પણ નિયંત્રિત કરવા જોઈએ.
- દૈનિક કસરત સાથે શરીરના વજનને નિયંત્રિત કરવું જોઈએ
- હઠીલા રોગોથી પીડિત લોકોએ ટેસ્ટ કરાવવા જોઈએ અને તબીબી સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.
(લેખક ડૉક્ટર છે. આ લેખ માત્ર ચોક્કસ મુદ્દાની સમજ માટે છે.)