એક બાદ એક સાત નવજાતોની ઇન્જેક્શન આપીને હત્યા કરનાર નર્સની ક્રૂર કહાણી

ઇમેજ સ્રોત, SWNS
- લેેખક, જૂડિથ મૉરિત્ઝ, જોનાથન કોફે અને માઇકલ બુશાનન
- પદ, બીબીસી ન્યૂઝ
હૉસ્પિટલમાં નવજાત બાળકોની દેખરેખની જવાબદારી સંભાળતી નર્સના ખભે એ સમયગાળામાં કદાચ બાળકનાં માતાપિતાની સંયુક્ત જવાબદારી હોય છે. જવાબદારીની સાથોસાથ એટલો જ વિશ્વાસ પણ આ વ્યક્તિ પર મૂકવામાં આવે છે.
નવજાત બાળકની કાળજી લેતા સમયે અવારનવાર બાળકના નિર્દોષ સ્મિતનો આનંદ પણ આ મહત્ત્વપૂર્ણ જવાબદારી બજાવનારી વ્યક્તિને નસીબ થતો હોય એવું બને. પરંતુ જો આ જ વ્યક્તિ નિર્દોષ નવજાતોની હત્યા કરી દે તો? અને એક વાર નહીં પરંતુ જાણે આ કૃત્ય કરવાની ટેવ પડી હોય એમ સંખ્યાબંધ નવજાતોના જીવ લઈ લે તો?
આ સવાલો અકળાવનારા લાગી શકે પરંતુ જાણીને નવાઈ થશે કે આ વાત એ કોઈ કલ્પના નહીં પરંતુ હકીકતમાં બનેલા હીચકાવનારા કૃત્યની કહાણી બયાન કરે છે.
શુક્રવારે યુનાઇટેડ કિંગડમની (યુકે) એક કોર્ટે ઇંગ્લૅન્ડના એક નવજાત શિશુ વિભાગની નર્સ લુસી લેટબાયને સાત નવજાત બાળકોની ‘ક્રૂર’ હત્યા માટે દોષિત ઠેરવી હતી. અહેવાલો અનુસાર 33 વર્ષીય લુસી યુકેમાં આધુનિક સમયમાં નવજાતોની સૌથી મોટી સિરિયલ કિલર છે.
ચેશાયરમાં કાઉન્ટેસ ઑફ ચેસ્ટર હૉસ્પિટલમાં સાત નવજાતોની હત્યા અને સાતની હત્યાની કોશિશ મામલે લેટબાયને દોષિત જાહેર કરાઈ છે.
પ્રથમ પાંચ નવજાતોનાં મૃત્યુ જૂનથી ઑક્ટોબર 2015 વચ્ચે થયાં હતાં જ્યારે અંતિમ બે બાળકોનાં મૃત્યુ જૂન 2016માં થયાં હતાં.
તપાસ અને કોર્ટમાં સામે આવેલી વિગતો અનુસાર લેટબાય નવજાતોને જાણીજોઈને હવાનાં ઇન્જેક્શન મારતી, ઉપરાંત પરાણે દૂધ પિવડાવીને તેમજ ઇન્સુલિન આપીને નવજાતને ઝેરી અસર થાય તેવાં કૃત્ય કરતી.
આ મામલામાં વર્ષ 2020માં તેની અટકાયત કરાઈ હતી. આખરે તાજેતરમાં કદાચ યુકેના ઇતિહાસની સૌથી લાંબી ચાલેલી મર્ડર ટ્રાયલ બાદ લુસીને દોષિત જાહેર કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

‘કદાચ નર્સ જ બાળકોની હત્યા કરી રહી હતી’

ઇમેજ સ્રોત, CHESHIRE POLICE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુકેની કાઉન્ટેસ ઑફ ચેસ્ટર હૉસ્પિટલના એક નવજાત શિશુ યુનિટમાં કામ કરનાર નર્સ લુસી લેટબાય પર બાળકોનાં મોત સામેલગીરી અંગે શંકા વિભાગના મુખ્ય ડૉક્ટરને શંકા જતાં તેમણે આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ હૉસ્પિટલ તંત્રે લુસી વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ કરવાના સ્થાને ડૉક્ટરોને ચૂપ કરાવવાના પ્રયત્ન કર્યા અને જ્યાં સુધી પોલીસ સુધી આ મામલો પહોંચ્યો ત્યાં સુધી તો સાત બાળકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. ધરપકડ બાદ પણ લુસી ત્રણ વર્ષ સુધી એ જ હૉસ્પિટલમાં કામ કરતી રહી.
નવજાત શિશુ વિભાગના મુખ્ય ડૉક્ટર સ્ટીફેન બ્રેયરે ઑક્ટોબર 2015માં આ અંગે ચેતવણી આપી હતી કે ‘કદાચ નર્સ જ બાળકોની હત્યા કરી રહી હતી.’ પરંતુ નર્સ પર કોઈ કાર્યવાહી ન કરાઈ અને તે બાદ તેણે પાંચ અન્ય નવજાતોને મારવાની કોશિશ કરી, જે પૈકી બેનાં મૃત્યુ થઈ ગયાં.
બીબીસી પેનોરમા અને બીબીસી ન્યૂઝે બ્રિટનના આ બહુચર્ચિત સિરિયલ કિલિંગના મામલાની તપાસ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે લેટબાય આટલા લાંબા સમય સુધી હત્યાઓને અંજામ આપતી રહી અને નવજાતોને નુકસાન પહોંચાડ્યા બાદ પણ પોતાની જાતને બચાવવામાં સફળ થતી રહી.

જ્યારે પ્રથમ વખત થઈ શંકા

જૂન 2015 પહેલાં આ વિભાગમાં વર્ષમાં બે કે ત્રણ નવજાત શિશુનાં મૃત્યુ થતાં. પરંતુ જૂનમાં કંઈક અજુગતું થવાનું શરૂ થયું. બે અઠવાડિયાંમાં જ ત્રણ નવજાત બાળકોનાં મૃત્યુ થયાં. ડૉ. બ્રેયરે યુનિટ મૅનેજર ઇરિયન પૉવેલ અને હૉસ્પિટલના ડાયરેક્ટર એલિસન કેલી સાથે મિટિંગ યોજી.
બ્રેયરે બીબીસીને જણાવ્યું કે, “અમે દરેક બારીક પાસા પર ધ્યાન આપ્યું. અમને ખબર પડી કે ત્રણેય મૃત્યુ દરમિયાન લુસી લેટબાય ડ્યૂટી પર હતી. મને યાદ છે કે કોઈએ કહ્યું પણ ખરું કે ના... લુસી ન હોઈ શકે, એ સારી વ્યક્તિ છે.”
જોકે, ત્રણેય મૃત્યુમાં બીજું કંઈ જ સામાન્ય નહોતું અને ડૉ. બ્રેયરે સહિત કોઈનેય કોઈ પ્રકારની ગરબડ હોવાની શંકા ન ગઈ. પરંતુ ઑક્ટોબર 2015માં ફરી બે બાળકોનાં મૃત્યુ થયાં અને એ દરમિયાનેય લુસી ફરજ પર હતી.
આ જ એ સમય હતો જ્યારે ડૉ. બ્રેયરેને લુસી પર શંકા ગઈ કે કાદચ એ જ બાળકોને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે યુનિટ મૅનેજર ઇરિયન પૉવેલ સમક્ષ આ શંકા વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાત માનવા તૈયાર નહોતાં. ઑક્ટોબર 2015ના એક ઇમેઇલમાં તેમણે મૃત્યુને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી સાથે જ લેટબાય સાથે મૃત્યુના સંબંધને સંયોગમાત્ર ગણાવ્યો.
ડૉ. બ્રેયરે ડાયરેક્ટર એલિસન કેલી સાથે પણ વાત કરી પરંતુ તેમણેય ડૉક્ટરની વાત ન સાંભળી. ડૉ. બ્રેયરેના સાથી ડૉક્ટરોય ચિંતિત હતા કારણ કે આ મૃત્યુ સિવાય વૉર્ડમાં નવજાત શિશુ અકારણ જ ગંભીરપણે બીમાર પડી રહ્યાં હતાં.
શિશુઓને અચાનક જ ક્રિટિકલ કૅર કે ઓકસિજન આપવાની જરૂર પડી રહી હતી અને દરેક વખત ફરજ પર લેટબાય જ હતી.
અન્ય એક ડૉક્ટર રવિ જયરામે જણાવ્યું કે ફેબ્રુઆરી 2016માં તેમણે લુસી લેટબાયને એક બાળક કે જેને ‘બેબી કે’ નામ અપાયું હતું, પાસે ઊભી જોઈ, બાળકનો શ્વાસ બંધ થઈ ચૂક્યો હતો.
ડૉક્ટર બ્રેયરે તાત્કાલિક હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ઇયાન હાર્વે અને એલિસન કેલીનો સંપર્ક કર્યો. માર્ચ મહિનામાં ઇરિયન પૉવેલ સાથે મિટિંગ કરવાની વાત કરી.

શંકા જ્યારે યકીનમાં તબદીલ થઈ

ઇમેજ સ્રોત, UNKNOWN
જોતજોતામાં ત્રણ મહિના પસાર થઈ ગયા, એ દરમિયાન મે માસમાં બે બાળકો લગભગ મરતાંમરતાં બચ્યાં હતાં. આ બાદ વરિષ્ઠ મૅનેજરો સાથે ડૉ. બ્રેયરેની મિટિંગ થઈ.
તેઓ કહે છે કે, “મિટિંગમાં મને મારા વિચારને લઈને બિલકુલ શંકા નહોતી.” તેમની વાત સાંભળવામાં આવી પરંતુ નર્સને તેનું કામ ચાલુ રાખવાની પરવાનગી આપી દેવાઈ.
જૂન 2016 સુધી વધુ એક નવજાતનું મૃત્યુ થયું અને એ જ મહિનાના અંતે સમય પહેલાં પેદા થયેલાં ટ્રિપલેટમાંથી અચાનક બે બાળકોનાં 24 કલાકની અંદર જ મૃત્યુ થઈ ગયાં. બંનેનાં મૃત્યુ દરમિયાન ડ્યૂટી પર લેટબાય હતી.
આઘાત અને હતાશાના માહોલમાં સ્ટાફની મિટિંગ બોલાવાઈ. ડૉ. બ્રેયરે જણાવ્યું કે “જ્યારે લેટબાયને કહેવાયું કે તેઓ રજા પર ઊતરી જાય, તો તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને બીજા દિવસે ફરજ પર હાજર થવા કહ્યું. તે ખૂબ ખુશ હતી અને બીજા દિવસે કામે આવવાની વાતને લઈને આત્મવિશ્વાસથી ભરેલી હતી.”
આ જ એ ક્ષણ હતી જ્યારે ડૉ. બ્રેયરે અને તેમના સાથી ડૉક્ટરોની શંકા યકીનમાં તબદીલ થઈ. તેમણે ડ્યૂટી ઍક્ઝિક્યુટિવ કારેન રીસને લેટબાયને ડ્યૂટી પરથી હઠાવવા કહ્યું, પરંતુ તેમણે આ વાત ન માની.
બીજા જ દિવસે વધુ એક શિશુ, ‘બૅબી ક્યૂ’ એટલું બીમાર પડ્યું કે તેને માંડમાંડ બચાવી શકાયું. એ સમયેય લેટબાય જ ડ્યૂટી પર હતી.
આ ઘટના બાદ પણ લુસીએ ત્રણ વધુ ડ્યૂટી કરી, તે બાદ તેમને એ વૉર્ડમાંથી હઠાવાઈ. તે બાદથી વૉર્ડમાં આશ્ચર્યજનક રીતે આવાં રહસ્યમય મૃત્યુ અટકી ગયાં. પરંતુ લુસી લેટબાયને ફરજમોકૂફ કરવાના સ્થાને હૉસ્પિટલની રિસ્ક ઍન્ડ પેશન્ટ સેફ્ટી ઑફિસમાં ટ્રાન્સફર કરી દેવાઈ. આ ઑફિસમાં નવજાત વૉર્ડના સંવેદનશીલ કાગળો સુધી તેની પહોંચ હતી અને સાથે જ તેમના કેસની તપાસ કરી રહેલા કેટલાક સિનિયર મૅનેજરો સુધી પણ તેમની સીધી પહોંચ હતી.

મામલાને દબાવવાની કોશિશ

ઇમેજ સ્રોત, CHESTER STANDARD
29 જૂન, 2016ના રોજ નવજાત શિશુ યુનિટના એક ડૉક્ટરે મેઇલ મારફતે તપાસમાં પોલીસની મદદ લેવાની વાત કહી હતી. પરંતુ આ માટે હૉસ્પિટલના મૅનેજર રાજી નહોતા. મેડિકલ ડાયરેક્ટર ઇયાન હાર્વેએ જવાબ આપ્યો કે ‘કાર્યવાહી કરાઈ રહી છે, હવેથી આગળ આ મામલે કોઈ ઇમેઇલ નહીં.’
તે બાદ ડૉક્ટરોની મૅનેજમૅન્ટના ટોચના અધિકારીઓ સાથે મિટિંગ થઈ જેમાં તેમણે પોલીસને જાણ કરવા વિરુદ્ધ ચેતવણી આપી અને કહેવાયું કે આનાથી હૉસ્પિટલની છબિ ખરડાશે. પરંતુ આ મિટિંગમાં રૉયલ કૉલેજ ઑફ પીડિયાટ્રિક્સ ઍન્ડ ટાઇલ્ટ કૅર (આરસીપીએસીએચ) પાસેથી નવજાત વૉર્ડનું રિવ્યૂ કરાવવા કહ્યું.
આરસીપીએસીએચએ નવેમ્બર 2016માં પોતાનો રિપોર્ટ પૂરો કર્યો જેમાં દરેક અનપેક્ષિત મૃત્યુની વિસ્તૃત તપાસ કરાવવાની ભલામણ કરાઈ.
આ દરમિયાન ઇયાન હાર્વેએ એક અન્ય ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. જડેન ડાઉડૉનને આ મામલા ઉપર નજર રાખવાનો આગ્રહ કર્યો, તેમણે ચાર મૃત્યુની ફોરેન્સિક તપાસ કરાવવાની ભલામણ આપી હતી. પરંતુ એવું ન થયું.
જાન્યુઆરી 2017માં હૉસ્પિટલ બોર્ડની મિટિંગ થઈ જેમાં ઊલટાનું વૉર્ડના લીડ ડૉક્ટર સાથે સમસ્યા અને સમયસર હસ્તક્ષેપ ન કરવા જેવાં પરિણામો કાઢવામાં આવ્યાં.
આનાં અમુક અઠવાડિયાં બાદ વૉર્ડના તમામ સાત ડૉક્ટરોને બોલાવાયા, જેમાં સીઇઓ ટોની ચૅમ્બર્સ પણ હતા. ચૅમ્બર્સે લુસી લેટબાયને આ લોકોની માફી માગવા કહ્યું અને મામલાને ત્યાં જ રફેદફે કરી દેવા અંગે ચેતવણી આપી.

પોલીસતપાસમાં સામે આવી હત્યાની રીત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
મૅનેજરોના ફરમાન સામે ડૉક્ટરોએ નમતું ન જોખ્યું અને અંતે પોલીસને આ મામલાની તપાસ સોંપાઈ. પોલીસે કાઉન્ટેસ ઑફ ચેસ્ટર હૉસ્પિટલમાં નવજાતોના રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ કરી દીધી, તેને નામ અપાયું ‘ઑપરેશન હમિંગબર્ડ.’
સીઇઓ ટોની ચૅમ્બર્સે બીબીસી પેનોરમાને જણાવ્યું કે મિટિંગમાં થયેલી તેમની વાતોને સંદર્ભ વગર રજૂ કરાઈ છે અને જ્યારે જૂન 2016માં તેમને મામલાની ખબર પડી ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરાઈ અને રિવ્યૂના આદેશ અપાયા હતા.
પોલીસને ડૉ. બ્રેયરે સંપૂર્ણ સહકાર આપી રહ્યા હતા. એ સમયે જ તેમને એક મૃતક શિશુના લોહીની તપાસનો રિપોર્ટ મળ્યો જેમાં ઇન્સુલિનનું પ્રમાણ ખૂબ વધારે જણાઈ રહ્યું હતું.
શરીરમાં જો વધુ ઇન્સુલિન બને તો સાથે જ સી-પેપ્ટાઇડ પણ બને છે. પરંતુ રિપોર્ટમાં સી-પેપ્ટાઇડનું રીડિંગ શૂન્ય હતી.
ડૉ. બ્રેયરે યાદ કરતાં કહે છે કે, “આ જોઈને મને ધ્રાસકો લાગ્યો, બિલકુલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે શિશુને ઇન્સુલિન વડે મારવાની કોશિશ કરાઈ હતી.”
આના અમુક મહિના બાદ નર્સ લુસી લેટબાયની ધરપકડ કરાઈ અને હૉસ્પિટલથી તેને ફરજમોકૂફ કરી દેવાઈ. પરંતુ આ બધું થવામાં ત્રણ વર્ષ લાગી ગયાં.
જાન્યુઆરી 2018માં સીઇઓ ચૅમ્બર્સે રાજીનામું આપી દેવું પડ્યું અને ચીફ ઍક્ઝિક્યુટિવ સ્વરૂપે ડૉ. સુસાન ગિલ્બીને નિયુક્ત કરાયાં.
ગિલ્બીએ બીબીસીને જણાવ્યું કે જ્યારે તેમને આ જવાબદારી સોંપાઈ ત્યારે હાર્વેએ તેમને નવજાત વૉર્ડના ડૉક્ટરો પર કાર્યવાહી કરવાનો ઇશારો કર્યો હતો. પરંતુ હાર્વેએ આવું કરવાનો ઇનકાર કરી દીધો હતો.
નર્સ લુસી લેટબાય પર જૂન 2015થી જૂન 2016 સુધી સાત હત્યા અને 15 હત્યાની કોશિશોના આરોપ કરાયા હતા. તેની વિરુદ્ધ સાત હત્યા અને સાત હત્યાની કોશિશના મામલા સાબિત થયા છે.














