ગુજરાતમાં ઠેર ઠેર વરસાદથી જળબંબાકાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની પરિસ્થિતિ

વરસાદ

ઇમેજ સ્રોત, ani

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું જામી ગયું છે. રાજ્ય સરકારની રાહત કમિશનરની કચેરીની સત્તાવાર વેબસાઇટ મુજબ છેલ્લા 24 કલાકમાં એક પણ જિલ્લો કોરો રહ્યો નથી.

જૂનાગઢના વીસાવદરમાં સૌથી વધુ 398 મિલીમીટર વરસાદ પડ્યો છે અને અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 27.72 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

સૌરાષ્ટ્ર ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ સહિતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વિવિધ જગ્યાએ હાલ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાંક ગામોમાં વરસાદનાં પાણી પણ ફરી વળ્યાં છે. તો રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ

સુરેન્દ્રનગરમાં જળબંબાકાર

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરથી બીબીસીના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું કે લીંબડી ધંધુકા હાઈવે પર પાણી ભરાતાં વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છેે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સતત ભારે વરસાદને કારણે કેટલાંક શહેરો અને ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસપૉન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમોને કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં તહેનાત કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે આ જ શહેરોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

અધિકારીઓનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને તેની પાસેનાં ગામોમાં પાણી ભરાયાં છે.

સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (એસઈઓસી) અનુસાર, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં શનિવાર સવારે છ વાગ્યાથી છેલ્લા 24 કલાકમાં 398 મિલિમિટર વરસાદ થયો છે.

આનાથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી શકે છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જૂનાગઢમાં જળબંબાકાર

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

ઇમેજ કૅપ્શન, જૂનાગઢમાં જળબંબાકાર

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શુક્રવારે પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તાપીમાં 66 મિલીમીટર, સુરતમાં 55 મિલીમીટર, નવસારીમાં 140 મિલીમીટર વરસાદ પડ્યો છે.

શુક્રવારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 137 મિલીમીટર, જૂનાગઢ જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વીસાવદરમાં 398 મિલીમીટર વરસાદ પડ્યો છે.

આ સિવાય ભેંસાણમાં 204 મિલીમીટર, જૂનાગઢમાં 148 મિલીમીટર, મેંદરડામાં 111 મિલીમીટર, વંથલીમાં 140 મિલીમીટર વરસાદ પડ્યો છે. અમરેલીમાં 105, ગીરસોમનાથમાં 66, જામનગરમાં 101, રાજકોટમાં 49 મિલીમીટર વરસાદ પડ્યો છે.

શુક્રવારે કચ્છ જિલ્લામાં સરેરાશ 49 મિલીમીટર વરસાદ પડ્યો છે, પણ તાલુકાની વાત કરીએ તો અંજારમાં 239 મિલીમીટર તો ગાંધીધામમાં 116 મિલીમીટર વરસાદ પડ્યો છે.

DARSHAN THAKKAR

મહેસાણામાં 49 મિલીમીટર, 20 મિલીમીટર, બનાસકાંઠામાં 13 મિલીમીટર, , સાબરકાંઠામાં 14 મિલીમીટર, ગાંધીનગરમાં 3 મિલીમીટર વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લો સાવ કોરો રહ્યો છે. અહીંના બાયડમાં 4 મિલીમીટર અને ધનસુરામાં 3 મિલીમીટર વરસાદ પડ્યો છે. જોકે, બાકીના પાંચ તાલુકાઓ સાવ કોરા રહ્યા છે.

અમદાવાદ જિલ્લામાં સરેરાશ 42 મિલીમીટર વરસાદ પડ્યો છે. જોકે, અમદાવાદ શહેરમાં 67 મિલીમીટર, ધંધૂકા તાલુકામાં 106 મિલીમીટર વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં 16 મિલીમીટર વરસાદ, તો આણંદ જિલ્લો સાવ કોરો રહ્યો છે. અહીંના એકમાત્ર તાલુકા સોજિત્રામાં 28 મિલીમીટર વરસાદ અને બાકીના છ તાલુકાઓ કોરા રહ્યા છે. જિલ્લામાં સરેરાશ 4 મિલીમીટર વરસાદ પડ્યો છે. વડોદરામાં 19 મિલીમીટર વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત છોટાઉદેપુરમાં 5 મિલીમીટર, પંચમહાલમાં 2 મિલીમીટર, મહીસાગરમાં 5 મિલીમીટર, દાહોદમાં 10 મિલીમીટર વરસાદ પડ્યો છે.

બીબીસી ગુજરાતી

હજુ ક્યાં ક્યાં વરસાદની આગાહી?

DARSHAN THAKKAR
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્ય સરકારની રાહત કમિશનરની કચેરીની સત્તાવાર વેબસાઇટ મુજબ શુક્રવારે રાજ્યના 8 તાલુકામાં 50 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે.

56 તાલુકા એવા છે જ્યાં 125 મિલીમીટર વરસાદ પડ્યો છે. 103 તાલુકામાં 250 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે. 57 તાલુકાઓમાં 500 મિલીમીટર અને કુલ 27 તાલુકાઓમાં 1000 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે "સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 જુલાઈથી વરસાદ ઓછો થઈ શકે છે. જ્યારે અમદાવાદમાં 2 જુલાઈથી વરસાદ ઘટી શકે છે."

મોહંતીએ ઉમેર્યું કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય રીતે જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 107 ટકા વધુ વરસાદ થયો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 110.08 મિલીમીટર રહ્યો છે, પણ આ વર્ષે અત્યાર સુધીમાં 229.02 મિલીમીટર વરસાદ વરસ્યો છે.

તો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાં ઓછા વરસાદ પડી શકે છે.

આગાહી અનુસાર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીના વિસ્તારોમાં શુક્રવાર કરતાં શનિવારે વરસાદ ઓછો રહેશે. જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય. તો બીજી બાજુ, કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી.

બીજી બાજુ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.

છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક સારો વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અહીં અતિભારે વરસાદની શક્યતા નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી