You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કઠોળ અને શાકભાજી કાચાં ખાવાથી ફાયદો થાય કે નહીં?
વડાંથી લઈને કેળાંની કટલેસ, તેલ વગરની ભાતની વાનગી અને મેંદા વગરની નૂડલ્સ સુધી “નો ઑયલ, નો બૉઈલ”નો વિચાર હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
ન ઑવનની જરૂર છે, ન તેલના એક ટીપાની. જોકે, આ પ્રકારનાં વ્યંજનોને રાંધ્યા વગર ખાસ રીત તૈયાર કરવાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
જેમાં લોકો ચોખાને પાણીમાં પલાળે છે. ઉપરાંત સાંભાર, રસમ, દહીં-મુક્ત છાશ, મીઠાઈને આ રીતે રાંધ્યા વિના ઑવનની મદદ વગર તૈયાર કરવામાં આવે છે.
ભોજન બનાવવાની આ પદ્ધતિના સમર્થકો કહે છે કે 'શરૂઆતના દિવસોમાં આપણે એક જ રીતે ખાતા' અને 'જો તમે આ રીતે ભોજન કરો છો તો શરીરમાં ભોજનનાં બધાં તત્ત્વો મળશે.'
આ વખતે ખોરાક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, શું આપણે રાંધ્યા વિના શાકભાજી ખાઈ શકીએ છીએ, શું તે દરેક માટે યોગ્ય છે?
આ લેખમાં આપણે જોઈશું કે શું આવા ખોરાકને કારણે કોઈ સમસ્યા થઈ શકે છે કે કેમ.
રાંધ્યા વિના ભોજનને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
કોઇમ્બતુરમાં પટ્ટાયાલ રેસ્ટોરાં ચલાવનારા શિવકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે લગભગ 15 વર્ષ સુધી શોધ કર્યા બાદ 2,500 વ્યંજનો બનાવ્યાં છે.
તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી આ રેસ્ટોરાં ચલાવે છે. અહીં દરેક પ્રકારનાં વીગન વ્યંજનો ઉપલબ્ધ છે. દૂધ અને દહીં પણ પ્લાન્ટ-બેસ્ડ છે. અહીં મેયોનિઝને કાજુમાંથી બનાવવામાં આવે છે. ચેન્નાઈ સહિત તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારનું ભોજન પીરસતાં રેસ્ટોરાં શરૂ કરવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રકારનું ભોજન બનાવવા માટે ત્રણ મુખ્ય પ્રક્રિયા છે – કાપવું, પલાળવું અને મેળવવું. દરેક શાકભાજીને કાપવામાં આવે છે ત્યાર પછી શાકભાજીની પ્રકૃતિને આધારે તેમને પાણી, આદુના રસ, લીંબુના રસ, નારિયેળના દૂધ કે તાજાં પાણીમાં પલાળવામાં આવે છે.
શિવકુમારે કહ્યું કે પલાળવાના 12 પ્રકારો છે અને ત્યાર પછી જ આ વ્યંજનો બને છે.
ચોખાની વાત કરીએ તો પરંપરાગત ચોખામાંથી પૌઆ બનાવવામાં આવે છે અને ફરીથી તેને રાંધવા માટે પલાળવામાં આવે છે.
શિવકુમારે કહ્યુ, “આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં પોષકતત્ત્વ જળવાઈ રહે છે અને આપણાં આંતરડા માટે લાભદાયક છે.” તેઓ એ પણ જણાવે છે કે આ પ્રકારનો ખોરાક દરેક માટે યોગ્ય છે.
જોકે, ચેન્નાઈસ્થિત ન્યૂટ્રિશનિસ્ટ ધરણી કૃષ્ણન કહે છે કે આ રીતે રાંધ્યા વિના તમામ ખોરાક ખાઈ શકાય નહીં.
રાંધ્યા વગરનું ભોજન આપણા શરીર માટે લાભદાયક છે?
ચેન્નાઈસ્થિત ન્યૂટ્રિશનિસ્ટ ધરણી કૃષ્ણને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ જેવા કે વિટામિન સી ધરાવતા આંબળા, લીંબુ અને સંતરાં અને વિટામિન બી ધરાવતી લીલી ભાજી અને લીલા વટાણાને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તેમાં પોષકતત્ત્વ ઘટે છે. જોકે, મહત્ત્વની વાત એ છે કે આપણે કયાં શાકભાજીને કાચાં ખાઈએ છીએ."
પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખાદ્ય પદાર્થને રાંધીને ખાવામાં કોઈ સમસ્યા નથી.
ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું, "દરેક વસ્તુને રાંધ્યા વિના ખાવાથી પાચનને લગતી તકલીફો થઈ શકે છે. ઝાડા અને અમુક પ્રકારનાં કુપોષણ પણ થઈ શકે છે."
"હિમોગ્લોબિનની પણ અછત થઈ શકે છે, કારણ કે હિમોગ્લોબિનમાં 'હિમ' આયર્ન છે અને 'ગ્લોબિન' પ્રોટીન છે."
તેમણે ઉમેર્યું, "જો તમે અનાજ લો જેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય તો તે તમે માત્ર અંકુરિત જ ખાઈ શકો છો. જોકે અંકુરિત અનાજ પણ આપણે તેને ખાઈ શકતા નથી. જો તમે તેને ખાઓ તો પણ તેનો કોઈ ફાયદો નથી. સમય જતાં એ ખોરાક પ્રત્યે આપણને અણગમો થવા લાગશે."
શું કાચાં શાકભાજી ખાવાં યોગ્ય નથી?
અન્ય એક પોષણ નિષ્ણાત ભુવનેશ્વરીએ આ સવાલનો જવાબ આપતા કહ્યું, "મારા મત પ્રમાણે કાચાં શાકભાજી ખાવામાં કંઈ ખોટું નથી અને કેટલાંક શાકભાજીને રાંધ્યાં વગર ખાવાનાં ફાયદા છે. તે જ રીતે, એવી શીંગો પણ છે જે રાંધવામાં આવે ત્યારે પણ શાકભાજીમાં વધારે ફાઇબરનો ઉમેરો કરે છે."
તેમણે ઉમેર્યું કે "જો તમે સ્ટાર્ચયુક્ત ખોરાક રાંધો છો અને ખાઓ છો તો તમે તેને સારી રીતે પચાવી શકો છો. ચોખાની અલગ-અલગ જાતને પલાળીને વાપરી શકાય છે. આખી દાળ-કઠોળને પલાળીને પછી સલાડમાં ઉમેરી શકાય છે."
જોકે, દરેક વ્યક્તિ દરેક શાકભાજીને રાંધ્યા વગર ખાઈ શકે તેવું નથી. આ વાત જે તે વ્યક્તિના પાચનતંત્ર પર આધાર રાખે છે.
તેમણે કહ્યું, "જો શાકભાજીને કાપ્યાં પછી થોડો સમય રાખવામાં આવે તો તેમાં જંતુઓ વધવાની અને બૅક્ટેરિયા લાગવાની શક્યતા છે. કોબી, બ્રૉકોલી અને ફુલાવાર જેવાં શાકભાજીને રાંધ્યા વગર ન ખાવાં જોઈએ."
“ટ્રેન્ડની પાછળ ન ભાગો”
ડૉ. કે શિવારમણે કહ્યું કે આ પ્રકારના ખાદ્ય પદાર્થોને તેલનો ઉપયોગ કર્યા વગર રાંધીને ખાવાથી અનેક ફાયદા છે.
તેમણે કહ્યું, “તેલ વગરના ખોરાક ખાવાના અનેક ફાયદા છે. જોકે, કેટલાંક વિટામિન્સ માત્ર તેલમાં જ શોષાય છે. તેલમાં વિટામિન એ અને વિટામિન ડી હાજર હોય છે. મસાલાને ભેળવવા માટે તેલનો ઉપયોગ કોઈ મોટી સમસ્યા નથી. જો તેલ સારું ન હોય તો તેમાં વિટામિનની ઊણપ હોવાની શક્યતા છે.”
શિવારમણે કહ્યું કે કોઈ પણ ડાયેટ પ્લાન દરેક માટે નથી અને તે દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. ટ્રેન્ડ પાછળ ભાગવાની જરૂર નથી. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરને શું માફક આવે છે.