You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલો ખોરાક કૅન્સર સહિતનું જોખમ વધારે?
તમે ઑફિસમાં સેન્ડવિચ લઈ જવા માટે, ફ્રીઝરમાં ફૂડ રાખવા અને બચેલા ખોરાકને માઇક્રૉવૅવમાં ફરીથી ગરમ કરવા માટે પ્લાસ્ટિકના બૉક્સનો ઉપયોગ કરતા હશો. પરંતુ શું એ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? અને શું આપણે આના વિકલ્પો શોધવાની જરૂર છે?
આપણામાંના ઘણા લોકો માટે પ્લાસ્ટિકનાં બૉક્સ રોજિંદા જીવનનો એક ભાગ છે. તેનો ઉપયોગ ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્ટોર કરવા, રેફ્રીઝરેટ કરવા, ગરમ કરવા અને પહોંચાડવા માટે કરીએ છીએ.
પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોને ચિંતા છે કે પ્લાસ્ટિકમાં રહેલા રસાયણો આપણા શરીરને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવા માટે વપરાતા હજારો ઘટકો આપણે જે ખાદ્ય પદાર્થો અને પીણાં ખાઈએ છીએ તેમાં લીક થઈ શકે છે, એવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
પરંતુ આવાં બૉક્સના ઉત્પાદકો અને ખાદ્ય સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તેની માત્રા એટલી નજીવી છે કે તેની માનવ વપરાશ પર કોઈ વિપરીત અસર નહીં થાય.
ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા ઉત્પાદિત માર્ગદર્શિકા પ્લાસ્ટિકના ઉત્પાદનમાં કયા ખોરાકના સંપર્ક ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ અને ન કરવો જોઈએ તે અંગેની માહિતી પ્રદાન કરે છે.
આ નિયમો હેઠળ ઉત્પાદકો માટે તે ઘટકોનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે જે રસાયણોને તે હદ સુધી છોડે છે કે તે ખોરાક માટે હાનિકારક છે.
ઉત્પાદકોએ સામગ્રીનું તાપમાન, સામગ્રીનો પ્રકાર અને સામગ્રીનો કેટલો સમય સંગ્રહ કરવામાં આવશે તે સહિત પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ શરતો હેઠળ કરવામાં આવશે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર, ઉત્પાદકોએ સાબિત કરવું જોઈએ કે ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કાયદાનું પાલન કરે છે.
જોકે, કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે, આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા નથી અને એવા દાવાઓને સાબિત કરવા માટે પૂરતા ડેટા નથી કે પ્લાસ્ટિકના ખાદ્ય પદાર્થો, ખાસ કરીને જેમાં ગરમ ખોરાક રાખવામાં આવે છે અથવા ખોરાકને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, તે શરીરને નુકસાન પહોંચાડતા નથી.
આંકડાઓનો અભાવ
બ્રિટિશ પ્લાસ્ટિક ફેડરેશન અનુસાર, પૉલીપ્રોપીલીન (વેફરથી લઈને બિસ્કિટ સુધીની દરેક વસ્તુમાં વપરાશ) એ સામાન્ય રીતે ફૂડ પૅકેજિંગ માટે વપરાતું પ્લાસ્ટિક છે.
ઘણા ટેક-અવે ફૂડ કન્ટેનરને સ્ટોર કરે છે તેને ફરીથી ઉપયોગ માટે રાખી લે છે. જે આ પ્રકારના અથવા અન્ય પ્રકારના પ્લાસ્ટિક જેમ કે પૉલિથીલિન અથવા બંનેમાંથી પણ બનાવવામાં આવે છે.
ઉત્પાદન દરમિયાન અન્ય ઘણાં રસાયણો પણ મિશ્રિત થાય છે. ઉદાહરણ તરીકે- પિગમેન્ટ અને એડિટિવનો ઉપયોગ કન્ટૅનરને નરમ બનાવવા માટે થાય છે.
ડૉ. જેન મુંકે કહે છે,"પ્લાસ્ટિકની રાસાયણિક રચના ખૂબ જટિલ છે."
ઉત્પાદન દરમિયાન એકબીજાના સંપર્કમાં આવતાં રસાયણો માત્ર તેમને જ બદલી શકતાં નથી, પરંતુ મિશ્રણમાં અજાણ્યાં તત્ત્વો પણ દાખલ કરે છે. તેઓ અજાણ સમાવિષ્ટ તત્ત્વો તરીકે ઓળખાય છે.
તેમાં કોઈ વિવાદ નથી કે પ્લાસ્ટિકમાંથી કેટલાંક રસાયણો ખાવા-પીવામાં શોષાય છે અને કેટલાંક આપણા શરીરમાં શોષાય છે.
ડૉ. મુંકે કહે છે,"અમે એ પણ જાણીએ છીએ કે અમુક પ્રકારના ખોરાકને કારણે મોટા પ્રમાણમાં રસાયણો ટ્રાન્સફર થઈ શકે છે."
ઉદાહરણ તરીકે - એસિડિક ખોરાક (ટામેટાંની ચટણી) અથવા ચરબીયુક્ત ખોરાક (લસણ) અન્ય ખોરાક કરતાં પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી વધુ રસાયણો શોષી લે છે.
“ગરમ ખોરાકમાંથી પણ ઘણું ટ્રાન્સફર થાય છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા સલાડને સંગ્રહિત કરવા માટે જેનો ઉપયોગ કરો છો તે જ પ્લાસ્ટિકના કન્ટેનરમાં તમે માઇક્રૉવૅવમાં ખોરાકને ગરમ કરો છો, તો તે વધુ સંભવ છે કે આનાથી મોટા પ્રમાણમાં રસાયણો તમારા શરીરમાં દાખલ થશે."
2022માં વૈજ્ઞાનિકોના જૂથે 388 'ચિંતાજનક રસાયણો'ની સૂચિ પ્રકાશિત કરી હતી, જેનો ઉપયોગ ખોરાક સંપર્ક સંબંધિત ઉત્પાદનોમાં થઈ શકે છે.
'ચિંતાજનક રસાયણો'ના પદાર્થોને જોખમી ગણવામાં આવે છે, કારણ કે તેની સંભવિત ક્ષમતાને કારણે કૅન્સર થાય છે અથવા તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અથવા નાના કણોમાં પરિવર્તિત થાય છે અને પર્યાવરણમાં એકઠા થાય છે.
ચિંતાજનક 388 પદાર્થોમાંથી 197નો ઉપયોગ ફૂડ કૉન્ટેક્ટ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. જેમાં ફૂડ પૅકેજિંગ, ફૂડ સ્ટોરેજ કન્ટેનર, ડિનર પ્લેટ્સ, કટલરી અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. એવા પુરાવા છે કે, આમાંનાં ઘણાં રસાયણો ખોરાકમાં સ્થાળાંતરિત થાય છે.
ડૉ. મુંકે કહે છે, "તે ચોક્કસ નથી કે આમાંનાં કોઈ પણ રસાયણોના દરરોજ સંપર્કમાં આવવાથી તમને કૅન્સર અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે."
ચિંતાજનક રસાયણો
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોના મતે પ્લાસ્ટિકમાંનાં ઘણાં રસાયણો 'ચિંતાનો વિષય' છે. ભલે આપણે તેનો બહુ ઓછા સમય માટે સંપર્ક કરીએ છીએ. એટલે કે અજાણતામાં એ ખોરાક સાથે સંપર્કમાં આવીને શરીરમાં દાખલ થઈ જાય છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલની વેબસાઇટ પર ડૉ. રુસ હાઉઝર લખે છે, "પરિણામે, તે પછીના જીવનમાં પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરો કરી શકે છે.
ખાસ કરીને પ્લાસ્ટિકમાં જોવાં મળતાં બે રસાયણો વિવાદાસ્પદ છે. ફેથેલેટ્સ (પ્લાસ્ટિકને નરમ કરવા માટે વપરાય છે) અને બિસ્ફેનોલ A, જે સામાન્ય રીતે 'BPA' તરીકે ઓળખાય છે. (ખૂબ સખત પ્લાસ્ટિક બનાવવા માટે વપરાય છે).
બંનેને 'અંતઃસ્ત્રાવી વિક્ષેપકર્તા' તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેઓ શરીરમાં હોર્મોન્સમાં દખલ કરે છે અને સામાન્ય વૃદ્ધિ, પ્રજનન અને પ્રજનન જેવી જૈવિક પ્રક્રિયાઓને સંભવિતપણે અસર કરી શકે છે.
તાજેતરમાં યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટી (EFSA) એ 'BPA' પરના પુરાવાની તપાસ કરી અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી ગણ્યું. આના પરિણામે એના (TDI)માં નોંધપાત્ર ઘટાડો થયો. ટીડીઆઈ આરોગ્યને જોખમમાં નાખ્યા વિના જીવનભર દરરોજ સેવન કરી શકાતા ઘટકનું મહત્તમ પ્રમાણ છે.
નવું ટીડીઆઈ (ટોટલ ડેઇલી ઇનટેક - TDI) ટેસ્ટ પહેલાં કરતાં 20,000 ગણું ઓછું કરાયું છે.
ઇંગ્લૅન્ડમાં નવજાત અને નાનાં બાળકો દ્વારા ઉપયોગ માટે બનાવાયેલી વસ્તુઓ, જેમ કે ફીડિંગ બૉટલ અને મેઝરિંગ કપ, તેમાં BPA હોઈ શકતું નથી.
ખોરાક ઉપભોક્તા ઉત્પાદનો અને પર્યાવરણમાં ઝેરી રસાયણો પર કામ કરતી FSA અને સરકારની સ્વતંત્ર સમિતિ હાલમાં BPA પરના નવીનતમ પુરાવાની તપાસ કરી રહી છે.
બ્રિટિશ પ્લાસ્ટિક ફેડરેશન કહે છે કે, પૉલિપ્રોપિલિન અથવા પૉલિથીલિન અથવા બંનેના મિશ્રણમાંથી બનેલા પ્લાસ્ટિક ફૂડ કન્ટૅનરમાં સામાન્ય રીતે BPA અથવા ફેથેલેટ્સ હોતું નથી.
શું સાવધાની રાખવી જોઈએ?
તો, આપણા ખોરાકમાં કોઈ રસાયણો શોષાઈ ન જાય તેની ખાતરી કરવા માટે કયાં પ્રકારનાં વાસણોનો ઉપયોગ કરવો જોઈએ?
ડૉ. ડાયના ઝકરમેન કહે છે, "એક સમસ્યા એ છે કે પ્લાસ્ટિકની રચના સતત બદલાતી રહે છે."
"મોટા ભાગના લોકોની જેમ, મારું રસોડું જૂના પ્લાસ્ટિકના કન્ટેનરથી ભરેલું છે અને મને ખબર નથી કે તેમાં શું છે."
પ્લાસ્ટિકમાં જે પણ રસાયણ હોય છે તે સમય જતાં તૂટી જાય છે અને અમુક અંશે ખોરાકમાં તેનાં નિશાન છોડી શકે છે.
"જ્યારે પ્લાસ્ટિક ગરમ થાય છે અથવા જૂનું થાય છે અને વારંવાર ઉપયોગમાં લેવાય છે અને ધોવાઈ જાય છે ત્યારે આવું થવાની સંભાવના છે."
પ્લાસ્ટિકમાં રહેલાં રસાયણો અને તે ખોરાકને કેટલી માત્રામાં ચોંટી શકે છે તે વિશેની માહિતીના અભાવને જોતા ડૉ. ઝકરમેન ખાસ કરીને ગરમ ખોરાક માટે અને માઇક્રૉવૅવમાં ખોરાક ગરમ કરવા માટે કાચ અથવા સિરામિક કન્ટેનર પસંદ કરવાની સલાહ આપે છે.
ડૉ. ઝકરમેન કહે છે,"જ્યારે કોઈ ઉત્પાદન કહે છે કે કન્ટેનર માઇક્રૉવૅવ સલામત છે, તો તેનો અર્થ એ છે કે તે ખોરાકમાં લીક નહીં થાય."
“હું પ્લાસ્ટિકમાં કંઈ પણ ગરમ કરતો નથી. હું તેને કાચ અથવા પેરેક્સ કન્ટેનરમાં મૂકું છું અને ખોરાકને કાગળના ટુવાલ અથવા પ્લેટથી ઢાંકું છું. હું અન્યને પણ એવું કરવાની સલાહ આપું છું.”
ખોરાકના સંગ્રહ માટે કયું પ્લાસ્ટિક સલામત છે?
અમેરિકન ઍકેડૅમી ઑફ ન્યુટ્રિશન ઍન્ડ ડાયેટિક્સ, ખોરાક અને પોષણ વ્યાવસાયિકોની વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. તે ગ્રાહકોને કોલ્ડ ફૂડ સ્ટોરેજ માટે માત્ર પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
મોટા ભાગના પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરમાં તળિયે ત્રિકોણ હોય છે. જેમાં એકથી સાતની સંખ્યા હોય છે, જે તેને બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકનો પ્રકાર દર્શાવે છે.
ઍકેડૅમી અનુસાર, ખોરાકના વિકલ્પોમાં નંબર એક, બે, ચાર અને પાંચ સૌથી સલામત છે. અમેરિકન ઍકેડૅમી ઑફ પિડિયાટ્રિક્સ ત્રણ, છ અને સાત કોડવાળા પ્લાસ્ટિકના કન્ટેનરને ટાળવાની ભલામણ કરે છે.
બીપીએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઈ પણ પ્લાસ્ટિક પ્રોડક્ટ કે જે ખોરાકના સંપર્કમાં આવે છે તેને મંજૂરી આપવામાં આવે તે પહેલાં FSAના "અત્યંત કડક" ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. ઈરાદાપૂર્વક ઉમેરવામાં આવેલા ઘટકો સામાન્ય રીતે રિસાયકલ પ્લાસ્ટિકમાં જ જોવા મળે છે.
પરંતુ "રિસાયકલ કરેલ પૉલિપ્રોપિલિન અથવા પૉલિથીલીન (રિસાયકલ કરેલ પૉલિથીલીન દૂધની બૉટલો સિવાય) જે ખોરાક સાથે સીધા સંપર્કમાં આવે છે તે હાલમાં માન્ય નથી. તેથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ."
બધા નિષ્ણાતો એવું માનતા નથી કે પ્લાસ્ટિકના કન્ટેનર સ્વાસ્થ્ય માટે જોખમી છે. કૅન્સર રિસર્ચ ઇંગ્લૅન્ડના ડૉ. રશેલ ઓરિટ કહે છે કે, પ્લાસ્ટિકના ઉપયોગથી કૅન્સર થાય છે તેવા કોઈ મજબૂત પુરાવા નથી.
તેઓ કહે છે, "આમાં પ્લાસ્ટિકની બૉટલોમાંથી પીવાનું પાણી અને પ્લાસ્ટિકના કન્ટેનર અને બેગનો ખોરાક સ્ટોર કરવા માટેનો સમાવેશ થાય છે."
"આ કન્ટેનરમાં એક કલાક માટે ખોરાક ગરમ કરવાથી કૅન્સરનું જોખમ વધતું નથી."