You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં SIR : ઘરના સભ્યો બહાર રહેતા હોય, મતદારયાદીમાંથી નામ નીકળી જાય તો શું કરવું, ફૉર્મ ભરવામાં શું કાળજી રાખવી?
ચૂંટણીપંચે હાલમાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કાર્યવાહી શરૂ કરી છે. બીએલઓ એટલે કે બૂથ લેવલ ઑફિસરો આખા ગુજરાતમાં ઘરેઘરે જઈને SIR માટેના ઇન્યુમરેશન ફૉર્મ સોંપી રહ્યા છે.
આ દરમિયાન, મતદારોના મનમાં SIRની પ્રક્રિયા અને ફૉર્મ ભરવા અંગે ઘણી ગૂંચવણો છે. ખાસ કરીને, ફૉર્મમાં 2002ની મતદાર યાદીમાંથી જે વિગતો ભરવાની છે, તેને કારણે અમુક લોકો મૂંઝાયા છે. આ ઉપરાંત બીજા શહેર કે જિલ્લામાં સ્થળાંતર કર્યું હોય તેવા મતદારોને પણ SIR પ્રક્રિયા અંગે ઘણા સવાલો છે.
અહીં SIRની પ્રક્રિયા, તેના માટે જરૂરી દસ્તાવેજો અને બીજા સવાલો વિશે માહિતી આપવામાં આવી છે.
BLOનો સંપર્ક કઈ રીતે કરવો, BLO મને કેવી મદદ કરશે?
ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે SIR દરેક મતદારનો સંપર્ક કરવા માટે ત્રણ પ્રયત્નો કરશે. બીએલઓ તમને જે બે ફૉર્મ આપે તેમાંથી એક ફૉર્મ ભરીને પાછું આપવાનું છે, જ્યારે એક ફૉર્મ તમારી પાસે રાખવાનું છે.
બીએલઓનાં નામ અને મોબાઈલ નંબર તમારી સોસાયટીના સંચાલકો કે બીજા પદાધિકારીઓ પાસેથી મળી જશે. આ ઉપરાંત તમે ચૂંટણીકાર્ડના નંબર (EPIC નંબર)ની મદદથી ECINETની ઍપ અથવા ચૂંટણીપંચની વેબસાઇટ પરથી બીએલઓના નામ અને નંબર મેળવીને સંપર્ક કરી શકશો.
આ ઉપરાંત ચૂંટણીપંચની હેલ્પલાઇન 1950 પર કૉલ કરી શકો છો.
સ્થળાંતર કર્યું હોય તેવા મતદારોએ શું કરવું?
ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે SIR દરેક મતદારનો સંપર્ક કરવા માટે ત્રણ પ્રયત્નો કરશે. બીએલઓ તમને જે બે ફૉર્મ આપે તેમાંથી એક ફૉર્મ ભરીને પાછું આપવાનું છે, જ્યારે એક ફૉર્મ તમારી પાસે રાખવાનું છે.
બીએલઓનાં નામ અને મોબાઈલ નંબર તમારી સોસાયટીના સંચાલકો કે બીજા પદાધિકારીઓ પાસેથી મળી જશે. આ ઉપરાંત તમે ચૂંટણીકાર્ડના નંબર (EPIC નંબર)ની મદદથી ECINETની ઍપ અથવા ચૂંટણીપંચની વેબસાઇટ પરથી બીએલઓના નામ અને નંબર મેળવીને સંપર્ક કરી શકશો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ચૂંટણીપંચની હેલ્પલાઇન 1950 પર કૉલ કરી શકો છો.
ફૉર્મ ભરવામાં શું ધ્યાન રાખવું?
ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું કે SIR ફૉર્મનો ઉપરનો ભાગ ભરવો સરળ છે, જેમાં માત્ર નામ, જન્મ તારીખ, આધાર નંબર વગેરે ભરવાના હોય છે.
પરંતુ નીચેના ભાગને ભરવામાં લોકો મૂંઝાય છે. નીચે બે ખાનાં છે. તેમાં છેલ્લા SIRની વિગત અને સંબંધીના નામની વિગત ભરવાની હોય છે.
જો 2002ની મતદારયાદીમાં નામ હોય તો ડાબી બાજુનું ખાનું ભરવું.
જો 2002ની મતદારયાદીમાં નામ ન હોય તો તમારાં માતા-પિતા અને દાદા-દાદી - આ ચારમાંથી કોઈ એકનું નામ શોધીને જમણી બાજુ વિગત ભરવાની છે.
જમણી બાજુના ખાનામાં માહિતી ભરો ત્યારે 2002ની મતદારયાદી મુજબ જ ભરવી. અગાઉની યાદીમાં નામની પાછળ 'ભાઈ-બહેન' વગેરે રાખ્યું હોય અને હવે તે દૂર કર્યું હોય, તો પણ અગાઉની યાદી પ્રમાણે જ નામ ભરવું.
SIRનું ફૉર્મ ઓનલાઈન ભરી શકાય?
હા. તમે ચૂંટણી પંચની વેબસાઇટ અથવા ECINET ઍપ પરથી ફૉર્મ ડાઉનલોડ કરી શકો છો અને તેને ભર્યા પછી સ્કેન કરીને અપલોડ કરી શકો છો. તેના માટે voters.eci.gov.in પર જઈને, "Fill Enumeration Form" પર ક્લિક કરો.
મોબાઇલ નંબર અને EPIC નંબર દાખલ કર્યા પછી મતદાર યાદીની વિગત મળશે. જોકે, ઇન્યુમરેશન ફૉર્મ ભરવા માટે તમારો EPIC નંબર તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલો હોવો જરૂરી છે.
આ ઉપરાંત આધાર કાર્ડ અને EPICમાં નામ એકદમ સરખા હોય તે જરૂરી છે. જો નામમાં ફેરફાર હશે તો ઑફલાઇન ફૉર્મ ભરવું પડશે.
SIR માટે કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે?
SIR માટે જે દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે તેની યાદી આ પ્રમાણે છેઃ
- સરકારી કર્મચારીનું ઓળખપત્ર અથવા પેન્શન ઑર્ડર
- સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઇશ્યૂ કરાયેલું (1989 અગાઉનું) ઓળખપત્ર અથવા દસ્તાવેજ
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર
- પાસપૉર્ટ
- શાળા, યુનિવર્સિટી અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર (મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ)
- કાયમી સરનામાનું પ્રમાણપત્ર
- વનઅધિકારનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર (ઓબીસી, એસસી, એસટી)
- આધાર કાર્ડ
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર
- સરકારે જમીન/મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો
- નાગરિકોનું નેશનલ રજિસ્ટર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
ફૉર્મ ભરીને સોંપવામાં ન આવે તો શું થશે?
SIRની પ્રક્રિયામાં જેમણે ઇન્યુમરેશન ફૉર્મ ભરીને સોંપ્યાં હશે તેમનાં નામ જ મતદાર યાદીમાં આવશે. તેથી ઇન્યુમરેશન ફૉર્મ ભરીને બીએલઓને સોંપવામાં નહીં આવે તો બીએલઓ તેની પાછળનાં કારણો જાણવા પ્રયાસ કરી શકે છે, જેમ કે મતદારનું મૃત્યુ થયું હોય અથવા નામ ડુપ્લિકેશન થતું હોય.
જે લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નહીં થયા હોય તેમનું લિસ્ટ પંચાયત ભવન અથવા શહેરી સ્થાનિક સંસ્થાની (Local Body) ઓફિસમાં અને બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર (BDO)ની ઓફિસમાં નોટિસ બૉર્ડ પર લગાવાશે.
SIR પ્રક્રિયામાં ગમે ત્યારે નામ ઉમેરી કે દૂર કરી શકાય?
કોઈનું નામ ખોટી રીતે ઉમેરાઈ ગયું હોય અથવા દૂર કરવામાં આવ્યું હોય, તો ફૉર્મ 7 ભરીને વાંધો ઉઠાવી શકાય છે.
ઇન્યુમરેશનના તબક્કા દરમિયાન બીએલઓ પાસેથી ફૉર્મ 6 મેળવીને નવા મતદાર તરીકે નામ નોંધાવી શકાય છે.
સરનામું બદલાયું હોય તો શું કરવું?
કોઈનું નામ ખોટી રીતે ઉમેરાઈ ગયું હોય અથવા દૂર કરવામાં આવ્યું હોય, તો ફૉર્મ 7 ભરીને વાંધો ઉઠાવી શકાય છે.
ઇન્યુમરેશનના તબક્કા દરમિયાન બીએલઓ પાસેથી ફૉર્મ 6 મેળવીને નવા મતદાર તરીકે નામ નોંધાવી શકાય છે.
મતદાર વિદેશ ગયા હોય તો શું કરવું?
SIR કામગીરી વખતે જો મતદાર વિદેશ ગયા હોય અને મતદારયાદીમાં તેમનું નામ પહેલેથી હોય, તો તેમના સ્વજનો તેમના વતી ફૉર્મ ભરી શકે છે.
આ સ્વજન તે જ મતક્ષેત્રમાં મતદાર હોવા જોઈએ. મતદાર વતી આ સ્વજન સહી કરી શકશે, પરંતુ સહીની નીચે પોતાના નામ અને મતદાર સાથેના સંબંધનો ઉલ્લેખ કરવો પડશે.
SIRની કામગીરીનું ટાઈમટેબલ શું છે?
ઘરેઘરે જઈને ઇન્યુમરેશન ફૉર્મ સોંપવાનો અને સ્વીકારવાનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ત્યાર પછી 9 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થશે.
ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થાય ત્યાર પછી તેની સામે કોઈ વાંધા હોય તો 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધી વાંધા નોંધાવી શકાશે.
આ દરમિયાન 9 ડિસેમ્બર, 2025થી 31 જાન્યુઆરી 2026 સુધી સુનાવણી અને વેરિફિકેશનનો તબક્કો રહેશે.
7 ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર થશે.
ગુજરાતમાં SIR કરવાની જરૂર કેમ પડી?
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે મતદાર તરીકે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોનાં નામ મતદારયાદીમાં હોય તે માટે SIR કરવામાં આવે છે. પાત્રતા ન હોય તેવા તમામ લોકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે.
ભારતમાં ઝડપી શહેરીકરણ, એક શહેરમાંથી બીજા શહેરમાં કે રાજ્યમાં સતત સ્થળાંતર (માઇગ્રેશન), નવા ઉમેરાતા જતા યુવા મતદારો, મૃત્યુ પામેલા મતદારોની વિગત અપડેટ ન થવી, તથા વિદેશી ગેરકાયદેસર લોકોનાં નામ મતદારયાદીમાં ઉમેરાઈ જવાં વગેરે કારણોથી SIR કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન