અયોધ્યા: છેલ્લાં સાત દિવસથી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પૂજા કરનાર મિશ્રા દંપતી કોણ છે?

અનિલ મિશ્રા પૂજા કરતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અનિલ મિશ્રા પૂજા કરતા
    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા

અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ સમાપ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ સાથે પૂર્ણ થઈ છે. આ પૂજા સમારંભમાં ટ્રસ્ટના સભ્ય અને સંઘના જૂના સ્વયંસેવક ડૉક્ટર અનિલ મિશ્રા યજમાનની જવાબદારી નિભાવી હતી.

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ઑફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તા જણાવે છે કે પ્રાણપ્રતિષ્ઠા માટે સાત દિવસ પૂજાનું વિધાન છે. તો પછી સાત દિવસ સુધી કોઈએ વિધિમાં બેસીને પૂજા કરવાની હોય છે.

તેઓ કહે છે, “ડૉક્ટર અનિલ મિશ્રાને યજમાન તરીકે પસંદ કરવા પાછળ બે કારણો હતાં – એક તો તેઓ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને બીજું કે તેઓ અયોધ્યામાં હાજર છે. અમારા તમામ અન્ય ટ્રસ્ટી સાધુ સંતો છે. એટલે અનિલ મિશ્રા અને તેમનાં પત્નીને પસંદ કરાયાં."

તેઓ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ દિવસે આવશે તો પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી કોઈએ બેસીને પૂજા કરવાની જવાબદારી નિભાવવી પડશે. વિધાન મુજબ કોઈએ યજમાન બનીને પૂજાપાઠ કરવાં પડે એટલે ડૉ. અનિલ મિશ્રાને યજમાન બનાવી દેવાયા અને તેઓ સાત દિવસ સુધી સતત પૂજા કરી અને તેનું સમાપન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. જ્યારે અનિલ મિશ્રાએ યજમાન બનીને સાતેય દિવસ પૂજા કરી છે તો પૂજાના અંતિમ દિવસે પણ તેઓ પૂજામાં સામેલ હતા."

22 જાન્યુઆરીના કાર્યક્રમ વિશે પ્રકાશ ગુપ્તાએ કહ્યું, "સમાપનવાળી પૂજા 22 જાન્યુઆરી સવારે શરૂ થઈ અને વડા પ્રધાન મોદીએ અંતિમ પૂજા કરી. તેઓ અન્ય રીત રિવાજ સાથે સાથે આરતી કરશે અને પછી પૂજાનું સમાપન થયું. તે કાર્યક્રમ અડધા કલાકનો હતો."

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જૂના સ્વયંસેવક અને કાર્યવાહક

અનિલ મિશ્રા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અનિલ મિશ્રા

અનિલ મિશ્રાને નજીકથી જાણનારા અને તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે દાયકાઓથી જોડાયેલા તેમના સાથી બીબીસીને જણાવે છે કે અયોધ્યામાં આરએસએસ કાર્યાલયના મોટાભાગના લોકો ડૉક્ટર અનિલ મિશ્રાને એક આદર્શ સ્વયંસેવક તરીકે જોવે છે.

અગાઉ અનિલ મિશ્રા આરએસએસના જિલ્લા કાર્યવાહક તરીકે કામ કરતા હતા. સંઘના માળખામાં જિલ્લાની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ખાસ કરીને અયોધ્યા જેવા જિલ્લા માટે.

તો અયોધ્યામાં આરએસએસની મોટાભાગની ગતિવિધિઓ જેમ કે વિજયાદશમી, મકર સંક્રાંતિ, રક્ષાબંધન, અનિલ મિશ્રા જેવા જિલ્લા કાર્યવાહકના સંરક્ષણમાં ચાલતી હતી.

આરએસએસના જિલ્લા કાર્યવાહક બન્યા પછી તેઓ વિભાગ કાર્યવાહક બન્યા અને તે પછી તેમને અયોધ્યાના પ્રાંતના કાર્યવાહક બનાવાયા.

આરએસએસના પદાધિકારીઓ કહે છે કે અનિલ મિશ્રા પ્રાંત કાર્યવાહક રહ્યા તે સમયે અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદનો નિર્ણય આવ્યો. નિર્ણય આવ્યા પછી કેન્દ્ર સરકારે જ્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવ્યું તો ડૉક્ટર અનિલ મિશ્રાને ટ્રસ્ટના એક ટ્રસ્ટી બનાવાયા.

અયોધ્યામાં જે સ્વયંસેવકો સાથે અમારી વાત થઈ તેમના જણાવ્યા મુજબ સંઘના નેતૃત્વની નજરમાં અનિલ મિશ્રાને સંઘના કાર્યોમાં કર્મઠ, ઇમાનદાર અને જવાબદાર સ્વયંસેવક તરીકે જોવામાં આવે છે.

ડૉક્ટર અનિલ મિશ્રાને નજીકથી ઓળખનારા સ્વયંસેવક જણાવે છે કે ડૉક્ટર અનિલ મિશ્રાએ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ આગળ રહીને ભાગ લીધો હતો.

સ્વયંસેવક જણાવે છે કે સ્વભાવે ડૉક્ટર અનિલ મિશ્રા સૌમ્ય છે, ગંભીર છે અને સંગઠનની દૃષ્ટિએ સમજી વિચારીને પોતાનું કામ કરે છે.

સરકારી ડૉક્ટર રહીને સંઘની જવાબદારીઓ નીભાવી

અનિલ મિશ્રા પૂજા કરતા

ઇમેજ સ્રોત, PRAMOD SRIVASTAVA

ઇમેજ કૅપ્શન, અનિલ મિશ્રા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અનિલ મિશ્રા સરકારી હોમિયોપૅથી ડૉક્ટર હતા. તમને નજીકથી જાણનારા લોકો કહે છે કે સામાન્ય રીતે આરએસએસ જિલ્લા કાર્યવાહક એવા લોકોને બનાવે છે, જે ગૃહસ્થ જીવન જીવતા હોય અને કોઈ વ્યવસાયમાં હોય છે.

કાર્યાલયમાં ઉપસ્થિત આરએસએસના સ્વયંસેવક જણાવે છે કે સંઘ તેમને શીખવે છે કે કોઈ પદાધિકારીએ પોતાના વ્યવસાયમાં કોઈ કચાશ ના રાખવી જોઈએ અને તેની સાથે સાથે સંઘની જવાબદારી પણ નિભાવવાની છે. સ્વયંસેવકોના જણાવ્યા મુજબ ડૉક્ટર અનિલ મિશ્રા પણ હોમિયોપૅથીના સરકારી ડૉક્ટર રહીને પણ કાર્યશૈલીને નિભાવતા હતા.

ડૉક્ટર અનિલ મિશ્રાનો પરિવાર ગોંડા જિલ્લાના મહબૂબપુર ગામમાં રહેતો હતો અને સરકારી ડૉક્ટર બન્યા હોવાના કારણે તેમની તૈનાતી અયોધ્યા અને તેની આસપાસના જિલ્લામાં જ રહેતી હતી.

ડૉક્ટર અનિલ મિશ્રા 2017માં રિટાયર થઈ ગયા અને તે પછી તેમની સંઘમાં ભૂમિકા અને જવાબદારીઓ વધી ગઈ અને તેમને પ્રાંત કાર્યવાહક બનાવાયા.

નિવૃત્ત થયા પછી ડૉક્ટર અનિલ મિશ્રાની અયોધ્યાના રકાબગંજમાં એક ડિસ્પેન્સરી પણ હતી જ્યાં તેઓ બેસતા હતા. પણ જ્યારથી તેઓ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા છે ત્યારથી તેમાં જ વ્યસ્ત છે.

અયોધ્યા આરએસએસ સાથે જૂનો સંબંધ

અનિલ મિશ્રા

ઇમેજ સ્રોત, PRAMOD SIRVASTAVA

ઇમેજ કૅપ્શન, અનિલ મિશ્રા

કૃષ્ણચંદ્ર અયોધ્યામાં આરએસએસ કાર્યાલય પ્રભારી છે. રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી બનતા પહેલા ડૉક્ટર અનિલ મિશ્રા આ કાર્યાલયથી સંઘનું અયોધ્યામાં કામ જોતા હતા.

કૃષ્ણચંદ્ર કહે છે, "જ્યારથી ડૉક્ટર અનિલ મિશ્રા ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા છે ત્યારથી તેમનો બધો સમય ટ્રસ્ટનાં કામોમાં જાય છે."

કૃષ્ણચંદ્ર એ વાતને ફરી કહે છે કે ડૉક્ટર અનિલ મિશ્રાએ રામમંદિર આંદોલનમાં કાર સેવા પણ કરી હતી.

બીબીસી
બીબીસી