અયોધ્યા: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય કેમ નથી જઈ રહ્યા?

શંકરાચાર્ય

ઇમેજ સ્રોત, FB/JAGADGURU SHANKARACHARYA SWAMI SHREE NISHCHALANAND SARASWATI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ 22 જાન્યુઆરી યોજાવાની વાત સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ કે આ આયોજનમાં કોણ ઉપસ્થિત રહેશે?

હવે જેમ જેમ 22 જાન્યુઆરીનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કોણ તેમાં સામેલ થશે અને કોણ નહીં.

કૉંગ્રેસે બુધવારે કેટલાય દિવસોથી પૂછાઈ રહેલા પ્રશ્નનો જવાબ આપ્યો.

કૉંગ્રેસે ભાજપ પર રામમંદિરને રાજકીય પરિયોજના બનાવવાનો આરોપ લગાવતા કાર્યક્રમમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો છે.

કૉંગ્રેસે નિવેદન જાહેર કરીને કહ્યું, “ભગવાન રામની પૂજા કરોડો ભારતીયો કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય હોય છે. પણ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામમંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. સ્પષ્ટ છે કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ ઉઠાવવા માટે કરાઈ રહ્યું છે.”

કૉંગ્રેસે કહ્યું, “2019ના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકાર કરતા લોકોની આસ્થાના સન્માનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી ભાજપના ભાજપ અને આરએસએસના આ આયોજનના આમંત્રણને સાદર અસ્વીકાર કરે છે.”

વિશ્વ હિન્દુ પરિષદે પુષ્ટિ કરી છે કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ થશે. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અડવાણી સમારંભમાં સામેલ નહીં રહે.

કૉંગ્રેસ ઉપરાંત બે શંકરાચાર્યોએ પણ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો છે. જોકે, બે શંકરાચાર્યોએ નિવેદન જાહેર કરી કહ્યું કે બધાએ આ સમારોહમાં ઉપસ્થિત રહેવું.

શંકરાચાર્યોનું મહત્ત્વ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદ

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC

ઇમેજ કૅપ્શન, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદ

માન્યતા મુજબ શંકરાચાર્ય એ હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ ધર્મગુરુનું પદ છે.

હિન્દુ ધર્મમાં શંકરાચાર્યોને સન્માન અને આસ્થા સાથે જોવામાં આવે છે.

આદિ શંકરાચાર્યને હિન્દુ ધર્મની દાર્શનિક વ્યાખ્યા માટે પણ ઓળખવામાં આવે છે.

આદિ શંકરાચાર્યે હિન્દુ ધર્મના પ્રચારપ્રસાર માટે ચાર મઠની સ્થાપના કરી હતી. આ મઠોનું કામ હતું, ધર્મનો પ્રચારપ્રસાર કરવો.

  • શ્રૃંગેરી મઠ, રામેશ્વરમ, તામિલનાડુ – શંકરાચાર્ય ભારતીતીર્થ મહારાજ
  • ગોવર્ધન મઠ, પુરી, ઓડીશા – શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ
  • શારદામઠ, દ્વારકા, ગુજરાત – શંકરાચાર્ય સદાનંદ મહારાજ
  • જ્યોતિર્મઠ, બદરિકા, ઉત્તરાખંડ – શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ

આ મઠોનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે.

આવી સ્થિતિમાં જ્યારે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ નક્કી થઈ તો શંકરાચાર્યો પાસેથી પણ તેમનું વલણ જાણવાના પ્રયાસ થયા.

શંકરાચાર્યો કેમ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં નથી જઈ રહ્યા?

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા

ઇમેજ સ્રોત, Getty Images

જ્યોતિર્મઠ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે દેશના ચારેય શંકરાચાર્ય 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મુજબ આ આયોજન શાસ્ત્રો અનુસાર નથી થઈ રહ્યું.

જોકે, શ્રૃંગેરી મઠે નિવેદન જાહેર કરીને કહ્યું કે શંકરાચાર્ય ભારતીતીર્થની તસવીર સાથે સંદેશા અપાઈ રહ્યા છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે શ્રૃંગેરી શંકરાચાર્ય પ્રાણપ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે. પણ આવો કોઈ સંદેશ શંકરાચાર્ય તરફથી નથી અપાયો. આ વાતમાં તથ્ય નથી.

નિવેદન

ઇમેજ સ્રોત, X

શ્રૃંગેરી શંકરાચાર્યે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરાઈ છે.

જોકે, શંકરાચાર્ય પોતે અયોધ્યા જઈ આ સમારંભમાં હાજર રહેશે કે નહીં, એ વિશે નિવેદનમાં કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.

તેમજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વીડિયોમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ કહેતા દેખાય છે કે, “જો આ રામાનંદ સંપ્રદાયનું જો મંદિર છે, તો ચંપત રાય ત્યાં શું કરી રહ્યા છે. આ લોકો ત્યાંથી દૂર જતા રહે અને રામાનંદ સંપ્રદાયને પ્રાણપ્રતિષ્ઠા પહેલાં જગ્યા આપે. અમે મોદીના વિરોધી નથી, પણ અમે ધર્મશાસ્ત્રના વિરોધી પણ નથી બનવા માગતા.”

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે હાલમાં જ કહ્યું હતું કે રામમંદિર રામાનંદ સંપ્રદાયનું છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વીડિયોમાં કહે છે, “શંકરાચાર્યોની ફરજ છે કે તેઓ શાસ્ત્ર વિધિનું પાલન કરે અને કરાવડાવે. હવે ત્યાં તો શાસ્ત્ર વિધિની ઉપેક્ષા થઈ રહી છે. મંદિરનું નિર્માણ પૂરું થયું નથી અને પ્રાણપ્રતિષ્ઠા કરાઈ રહી છે. એવી તો કોઈ પરિસ્થિતિ નથી ઊભી થઈ કે અચાનક જ બધું કરવું પડે. એક સમયે તો ત્યાં રાત્રે જઈને પ્રતિમા મૂકી દેવાઈ હતી, તે એક પરિસ્થિતિ હતી. 1992માં જ્યારે માળખું તોડી પડાયું ત્યારે કોઈ મુહૂર્ત થોડું જોવાયું હતું. ત્યારે કોઈ શંકરાચાર્યે પ્રશ્નોના ઉઠાવ્યા? કારણ કે એ સમયે પરિસ્થિતિ એવી હતી.”

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા, “આજે આપણી પાસે તક છે કે આપણે સારી રીતે તેનું નિર્માણ કરીએ. એટલે અમે બોલીએ છીએ તો અમને મોદીવિરોધી ગણાવાઈ રહ્યા છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે જ અમે ચાલવા માગીએ છીએ, જનતાને ચલાવવા માગીએ છીએ. રામ છે, એવું ધર્મશાસ્ત્રે જ જણાવ્યું છે. જે શાસ્ત્રથી આપણે રામને જાણ્યા, એ શાસ્ત્રથી અમે પ્રાણપ્રતિષ્ઠા પણ જાણીએ છીએ. એટલે કોઈ શંકરાચાર્ય ત્યાં નથી જઈ રહ્યા.”

પુરીના ગોવર્ધન મઠના શંકરાચાર્યે શું કહ્યું?

શંકરાચાર્ય

ઇમેજ સ્રોત, ANI

ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સ્વામીએ એક ચેનલને કહ્યું, “મારું મન એવું નથી કે મને પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળે તો હું ફુલાઈ જાઉં અને આમંત્રણ ના આપે તો ગુસ્સે થાઉં. રામની સ્થાપના શાસ્ત્રો પ્રમાણે થાય એ જરૂરી છે. હાલ તો પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહી. આમંત્રણ પ્રમાણે અમારી સાથે એક વ્યક્તિ સાથે આવી શકે છે.”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નિશ્ચલાનંદ સ્વામી કહે છે, “કોણ પ્રતિમાને સ્પર્શ કરે, કોણ ના કરે એનું ધ્યાન રાખવું જોઈએ. પુરાણોમાં લખ્યું છે કે દેવતા (પ્રતિમામાં) ત્યારે પ્રતિષ્ઠિત થાય છે, જ્યારે વિધિનું પાલન થાય. જો આ વિધિવત્ ના થાય તો દેવીદેવતા કોપાયમાન થઈ જાય છે. આ રમત નથી. યોગ્ય રીતે તે કરાય તો દેવતાનું તેજ બધા માટે સારું રહે છે, નહીં તો તે વિસ્ફોટક બની જાય છે.” 

તેઓ બોલ્યા, “મોદી લોકાર્પણ કરશે, પ્રતિમાને સ્પર્શ કરશે અને શું હું ત્યાં તાળી વગાડી જય-જય કરું? મને સૌથી મોટું પદ તો મળેલું જ છે. મને મારા પદની ગરિમાનો ખ્યાલ છે. જો હું ત્યાં જઈશ તો મોદી વધુમાં વધુ તો મને પગે લાગશે. અયોધ્યાથી મને કોઈ વાંધો નથી. આ પ્રસંગે જવું યોગ્ય નથી.”

પ્રાણપ્રતિષ્ઠામાં વડા પ્રધાન મોદીના જવાની વાત અંગે તેઓ કહે છે, “જો બે વર્ષ પછી પણ પ્રાણપ્રતિષ્ઠા મોદી કરત તો પણ મેં એ અંગે સવાલ ઉઠાવ્યો હોત કે પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા યોગ્ય રીતે થવી જોઈએ. હાલ અયોધ્યામાં શાસ્ત્રોનું ધ્યાન નથી રખાઈ રહ્યું અને કોઈ. બીજું કોઈ કારણ નથી. હું કોઈ રાજકીય પક્ષનો નથી. હું નારાજ થતો જ નથી.”

શંકરાચાર્ય

ઇમેજ સ્રોત, X

તેમજ પુરીના શારદાપીઠના શંકરાચાર્ય તરફથી પણ આ વિશે સોશિયલ મીડિયા પર નિવેદન શૅર કરાયું છે.

આ નિવેદનમાં કહેવાયું છે, “શંકરાચાર્ય સદાનંદ મહારાજ તરફથી કોઈ નિવેદન પ્રસારિત નથી કરાયું. રામમંદિર માટે અમારા ગુરુદેવે ઘણા પ્રયત્ન કર્યા હતા. 500 વર્ષ પછી આ વિવાદ ઉકેલાયો છે.”

નિવેદનમાં કહેવાયું છે કે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ વેદ, શાસ્ત્ર, ધર્મની મર્યાદાનું પાલન કરીને કરવામાં આવે.

જોકે, આ નિવેદનમાં પણ એવું નથી કહેવાયું કે દ્વારકા મઠના શંકરાચાર્ય પોતે પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં ઉપસ્થિત રહેશે કે નહીં.

બીબીસી
બીબીસી