સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો અગ્નિસંસ્કાર ન કરાયો, ભૂ-સમાધિના નિયમો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુઓના સૌથી મોટા ધર્મગુરુઓમાંથી એક સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારના છેલ્લો શ્વાસ લીધો. તેઓ જ્યોતિર્મઠ અને શાદરા મઠના શંકરાચાર્ય હતા.
99 વર્ષની ઉંમરે દ્વારકાપીઠ અને જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં નિધન થયું હતું.
પ્રાણ ત્યાગ્યા પછી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના અગ્નિ સંસ્કાર ન કરવામાં આવ્યા પરંતુ તેમને ભૂ સમાધિ આપવામાં આવી.
હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારની અલગઅલગ પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓમાં એક ભૂ-સમાધિ છે. ભૂ-સમાધિને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો છે.
કેવી રીતે આપવામાં આવે છે ભૂ-સમાધિ, આ કેટલી જૂની પરંપરા છે અને તેનું શું મહત્ત્વનું છે?
આ બધા પ્રશ્નોને જાણવા માટે બીબીસીએ હરિદ્વારમાં હરિ સેવા આશ્રમમાં ઉદાસીન મોટા અખાડાના મહામંડલેશ્વર સ્વામી હરિ ચેતનાનંદ અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરી સાથે વાત કરી.

ભૂ-સમાધિ શું છે?

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલ અનુસાર સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે વ્યક્તિનું શરીર પંચતત્ત્વમાંથી બન્યું છે, જેમાં ભૂમિ, અગ્નિ, જળ, વાયુ અને આકાશ સામેલ છે અને મૃત્યુ પછી શરીર પાછું પંચતત્ત્વમાં વિલીન થઈ જાય છે.
સનાતન ધર્મમાં મુખ્યત્વે નિધન બાદ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે જેમાં શરીરને અગ્નિ આપવામાં આવે છે. આને અગ્નિસંસ્કાર કહેવાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગ્નિ સંસ્કાર સિવાય ભૂ-સમાધિ, જળ સમાધિ અને વાયુ સમાધિ પણ આપવામાં આવે છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરી અનુસાર ભગવાન શિવ અને તેમનાં અવતારોને માનનારાઓને શૈવ કહેવાય છે. શૈવ પંથના સાત મુખ્ય અખાડા છે.
આમાં જૂના, મહાનિર્વાણી, આહ્વાન, નિરંજની, આનંદ, અટલ, અગ્નિ સામેલ છે. આ અખાડાઓમાં સાધુ-સંતોને ભૂ અને જળ સમાધિ આપવામાં આવે છે. એ સિવાય વૈષ્ણવ પંથ અને ઉદાસીન સંપ્રદાયના સાધુ-સંતોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

સાધુ-સંતોને ભૂ-સમાધિ કેમ આપવામાં આવે છે?
મહામંડલેશ્વર સ્વામી હરિ ચેતનાનંદ અનુસાર, "દરેક અખાડાની પોતાની પરંપરા છે અને તેના હિસાબથી જ સાધુ-સંતોને ભૂ-સમાધિ આપવામાં આવે છે."
હિંદુ ધર્મમાં સોળ સંસ્કાર હોય છે. સંન્યાસના સમયે સાધુ-સંતોના બધા સંસ્કાર થાય છે અને તેમનો અગ્નિ સાથેનો સંબંધ પૂરો થઈ જાય છે. મૃત્યુ પહેલાં તેઓ પિંડદાન પણ કરી ચૂક્યા છે. એટલે જ તેમને ભૂ-સમાધિ આપવામાં આવે છે.
મહંત રવીન્દ્ર પુરી કહે છે કે સાધુ-સંતોને ભૂ-સમાધિ એટલે આપવામાં આવે છે જેથી તેમની પૂજા કરનારાઓ તેમના નિધન બાદ પણ તેમના અંતિમ દર્શન કરી શકે.

ભૂ-સમાધિ કેવી રીતે આપવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images
સ્વામી હરિ ચેતનાનંદ કહે છે કે, "શિવ મહાપુરાણમાં કૈલાશ સંહિતા છે, સંન્યાસ લેવાથી લઈને બ્રહ્મલીન થવા સુધીની બધી વિધિ કૈલાશ સંહિતામાં આપવામાં આવી છે. ભૂ-સમાધિ આપતી વખતે તેનું ધ્યાન રાખવામાં આવે છે."
"પાર્થિવ શરીરને પહેલાં સ્નાન કરાવાય છે, પછી એવાં જ વસ્ત્રો પહેરાવાય છે જે ગુરુ ધારણ કરે છે. ત્યાર બાદ ભસ્મ અને માથે ત્રિપુંડ લગાવવામાં આવે છે. ભૂ-સમાધિ આપતાં પહેલાં પાર્થિવ શરીરની સાથે શોભાયાત્રા યોજાય છે એટલે બધા ભક્તો દર્શન કરી શકે. આખરે પાર્થિવ દેહને સમાધિસ્થળ સુધી લઈ જવાય છે."
"સુખાસન અને પદ્માસનમાં સાધુ-સંતોને ભૂ-સમાધિ આપવામાં આવે છે. સમાધિ આપતી વખતે તેમનો ચહેરો ઉત્તર દિશામાં એટલે કૈલાશ પર્વતની તરફ રાખવામાં આવે છે. સમાધિસ્થળમાં નીચે જવા માટે એક નાનકડો રસ્તો બનાવાય છે. કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે છે જે જાહેરમાં ન કહી શકાય."
ભૂ-સમાધિના સમયે નીચે પાર્થિવ શરીરની સાથે એક તાંબાનો તાર લગાવવામાં આવે છે. પછી જ્યારે સમાધિ મંદિર બનાવવામાં આવે છે તો એ તારને ત્યાં સ્થાપિત મૂર્તિ સાથે જોડવામાં આવે છે.

ભૂ-સમાધિ સિવાય બીજી કઈ સમાધિ આપવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images
સાધુ સંતોને ભૂ-સમાધિ સિવાય જળ સમાધિ પણ આપવામાં આવે છે. જ્યારે કોઈ પણ સાધુ-સંતના પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર વિના જ નદીમાં વહાવી દેવામાં આવે છે તો તેને જળ સમાધિ કહેવાય છે.
મહંત રવીન્દ્ર પુરી અનુસાર સનાતન ધર્મમાં કેટલાંક વર્ષો પહેલાં સુધી સાધુ-સંતોને અવારનવાર જળ સમાધિ આપવામાં આવતી હતી પરંતુ હવે તેનું પ્રમાણ ઓછું થયું છે. જળ પ્રદૂષણને કારણે વર્ષ 2010માં હરિદ્વારમાં સાધુ-સંતો જળ સમાધિ નહીં આપવા પર એકમત થયા હતા.
ચોમાસામાં જ્યારે નદીમાં પાણીનું સ્તર વધારે હોય ત્યારે હરિદ્વારમાં અને વારાણસીમાં સાધુ-સંતોને જળ સમાધિ આપવામાં આવે છે. એ સમયે તેમનો પાર્થિવ દેહ પાણીમાં સમાઈ જાય છે.
મહંત રવીન્દ્ર પુરી અનુસાર કેટલાક સમુદાયોમાં વાયુ સમાધિ પણ આપવામાં આવે છે. આમાં પાર્થિવ દેહને કોઈ ઊંચા પહાડ પર રાખવામાં આવે છે જેથી સમડી-કાગડાનું તે ભોજન બને. સમુદાયનું માનવું છે કે પાર્થિવ દેહ પંચતત્ત્વમાં પાછો ભળી જાય છે.

ભૂ-સમાધિ પછી શું થાય છે?
અંતિમ સંસ્કાર બાદ સનાતન ધર્મમાં 13 દિવસ બાદ બ્રાહ્મણોને ભોજન કરાવાય છે જેને તેરમા(નીક્રિયા) કહેવાય છે. એજ રીતે સાધુ સંતો ભૂ-સમાધિ લે તેના 16 દિવસ બાદ ષોડશીનું આયોજન થાય છે.
આમાં ભોજનની વ્યવસ્થા (ભંડારો) થાય છે. દાળ,ભાત, અને ખાંડની રોટલી બનાવાય છે. આ ભોજનને ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.

ભૂ-સમાધિની પરંપરા ક્યારથી ચાલે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મહામંડલેશ્વર સ્વામી હરિ ચેતનાનંદ કહે છે કે ''આદિ જગદ્ગુરુ શંકરાચાર્યના સમય પહેલાંથી જ ભૂ-સમાધિની પરંપરા ચાલી રહી છે.''
''થોડાં વર્ષો પહેલાં ભારતમાતા મંદિરના સંસ્થાપક પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજીને પણ ભૂ-સમાધિ આપવામાં આવી હતી. એ સમાધિના પ્રસંગે ભારત સરકારના કેટલાક મંત્રી પણ હાજર રહ્યા હતા. યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને આખા દેશનો સંત સમાજ પણ સામેલ થયો હતો.''

કોણ હતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી

ઇમેજ સ્રોત, ANI
સ્વાસ્વામી સ્વરૂપાનન્દ સરસ્વતીજી મહારાજનો જન્મ 2 સપ્ટેમ્બર, 1924ના રોજ મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના દિધોરી ગામમાં થયો હતો.
બાળપણમાં તેમણે આધ્યાત્મ માટે પોતાનું ઘર છોડી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરી અનુસાર વર્ષ 1959માં તેમણે ધર્મ દંડ ધારણ કર્યો હતો. ધર્મ દંડ ધર્મની રક્ષા કરનારાઓને આપવામાં આવે છે.

પિતા ધનપતિ ઉપાધ્યાય અને માતા ગિરિજા દેવીએ વિદ્વાનોના આગ્રહ પર તેમનું નામ પોથીરામ રાખ્યું.
દ્વારકા પીઠ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, સ્વરૂપાનન્દજી પહેલાં ગાઝીપુરની રામપુર પાઠશાળામાં અને બાદમાં કાશી જઈને સ્વામી કરપાત્રીજી મહારાજ અને સ્વામી મહેશ્વરાનંદ જેવા વિદ્વાનો પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેમજ ન્યાય ગ્રંથોનું અધ્યયન કર્યું.
આઝાદીની લડાઈનાં એ કાળમાં સ્વરૂપાનંદજીએ 'અંગ્રેજો ભારત છોડો' આંદોલનમાં ઝંપલાવ્યું અને 19 વર્ષની ઉંમરે 'ક્રાંતિકારી સાધુ' તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે વારાણસી અને મધ્ય પ્રદેશની જેલમાં 9 અને 6 મહિનાની સજા પણ ભોગવી હતી.
જેલમાંથી છુટ્યા બાદ સ્વામી સ્વરૂપાનંદની તત્ત્વજ્ઞાનમાં ઉત્કંઠા જાગી. વર્ષ 1950માં જ્યોતિષ્પીઠનાં તત્કાલીન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી મહારાજ પાસેથી વિધિવત્ત દંડ સંન્યાસ દીક્ષા મેળવીને સ્વામી સ્વરૂપાનન્દ સરસ્વતી નામે પ્રસિદ્ધ થયા.
1973માં દ્વારકાપીઠના તત્કાલીન શંકરાચાર્ય સ્વામી અભિનવ સચ્ચિદાનન્દતીર્થ મહારાજ અને પુરીપીઠના તત્કાલીન શંકરાચાર્ય સ્વામી નિરંજનદેવતીર્થ, શ્રૃંગેરી પીઠના તત્કાલીન શંકરાચાર્ય સ્વામી અભિનવ વિદ્યાર્થીના પ્રતિનિધિઓની હાજરીમાં જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પદે સ્થાપિત થયા.
27 મે 1982ના રોજ દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી અભિનવ સચ્ચિદાનંદતીર્થ બ્રહ્મલીન થતા તેમની ઇચ્છા અનુસાર તેમને દ્વારકાપીઠની ગાદી સોંપવામાં આવી આમ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોની પરમ્પરામાં એક સાથે બે પીઠો પર વિરાજિત શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા.

રામજન્મભૂમિઅને સેતુબંધ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES VIA GETTY IMAGES
તેઓ રાજન્મભૂમિ આંદોલનમાં પણ સક્રિય હતા. તેમણે 'રામજન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ' હેઠળ એક વિશાળ આંદોલન ઊભુ કર્યું હતું. આ કારણે તેમની ધરપકડ પણ થઈ અને ચુનારના કિલ્લામાં ઘોષિત અસ્થાઈ જેલમાં 9 દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. તેમનું પહેલેથી માનવું હતું કે રામજન્મભૂમિનો આસ્થાથી ઉકેલવામાં આવે, તેને રાજનીતિનો મુદ્દો ન બનાવવામાં આવે.
આ માટે તેમણે ચાર શંકરાચાર્યો સહિત સંતોને લઈને શ્રીરામજન્મભૂમિ રામાલય ન્યાસની રચના કરી હતી. તેમણે 30 નવેમ્બર 2006ના રોજ અયોધ્યામાં પોતાના લાખો અનુયાયી સાથે શ્રીરામ જન્મભૂમિની પરિક્રમા કરી હતી.
રામેશ્વરમથી લંકા જવા માટે બનાવવામાં આવેલા મહાન રામ સેતુને તોડવાના સમાચાર મળતા તેમણે સક્રિય થઈને સમગ્ર દેશમાં શ્રીરામસેતુબંધ રામેશ્વરમ્ રક્ષા મંચ બનાવ્યો અને કામ તત્કાલ રોકવાનું આહ્વાન કર્યું. તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરાવી અને વિશાળ રેલીઓ કાઢી હતી.

શંકરાચાર્યની ચાર પીઠનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, NurPhoto
આદિ શંકરાચાર્યે હિન્દુ ધર્મની રક્ષા માટે ભારતની ચાર દિશાઓમાં ચાર વેદોને આધાર બનાવીને ચાર આમ્નાય પીઠોની સ્થાપના કરી હતી. આ મઠોના સંચાલન માટે બનાવવામાં આવેલા સંવિધાનમાં એવો નિર્દેશ આપ્યો હતો કે ચારેય પીઠોના શંકરાચાર્ય હળીમળીને ધર્મનિર્ણય આપે.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો ટૂંકો ઉપદેશ આમ હતો, "સુખ તમારી અંદર છે, તે ભૌતિક સંસારમાંથી નહીં મળે. કૂતરા હાડકું ચાવતાં પોતાના પેઢુમાંથી નિકળતા લોહીને હાડકામાંથી નિકળતું માને છે. કૂતરાને તો માફ કરી શકાય છે. માણસને?"

શોક સંદેશ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું, "દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. દુઃખના આ સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું, "દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. સનાતન સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર માટે સમર્પિત તેમનું કાર્ય હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસે ટ્વીટ કરતા લખ્યું હતું, "જેમણે પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મિકતાને સમર્પિત કર્યું એવા પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીની વિદાય વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ભગવાન પુણ્યાત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. આ મુશ્કેલ સમયમાં કૉંગ્રેસ પરિવારની લાગણી તેમના અનુયાયીઓ સાથે છે. ઓમ શાંતિ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે ટ્વીટ કર્યું હતું, "દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમનું અવસાન એ ધર્મ અને આધ્યાત્મિક જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. દુઃખની આ ઘડીમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













